એક યુવતીએ લગ્ન કરવા માટે કાપ્યું 1600 કિમીનું અંતર, વાંચો આ લેખ અને જાણો ઓનલાઈન પ્રેમની ગાથા

ભીમનગર ના રહેવાસી સગીર ને લુડો કિંગ પર ઓનલાઈન ગેમ રમતી વખતે ઓરિસ્સા ના રાઉરકેલા રેલવે સ્ટેશન પાસે રહેતી એક યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી. બંનેએ ફેસબુક પર ચેટિંગ કરવાનું શરૂ કર્યું. મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ, ફોટા પણ શેર થવા લાગ્યા.

બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું, યુવતી ટ્રેનમાં બેસી ને બે ઓક્ટોબરે પાણીપત પહોંચી. સગીર ના સંબંધીઓ સોમવારે બંને ના લગ્ન કરાવવા ના હતા. યુવક સગીર હતો તેના પરિણામે લગ્ન ન થઈ શક્યા.જિલ્લા મહિલા સુરક્ષા અને બાળ લગ્ન નિષેધ અધિકારી રજની ગુપ્તા એ જણાવ્યું હતું કે સગીર પક્ષ મૂળ ઉત્તર પ્રદેશ ના ગોરખપુર ના રહેવાસી છે અને વીસ વર્ષ થી પાણીપતમાં રહે છે.

યુવતી નો પરિવાર મૂળ બિહાર ના બેગુસરાય જિલ્લા નો છે, થોડા વર્ષો પહેલા ઓરિસ્સા શિફ્ટ થયો હતો. યુવતીએ અગાઉ આ લગ્ન માટે સંબંધીઓ સાથે વાત કરી હતી ત્યારે તેમણે એક કે બે વર્ષ સુધી લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

એક હજાર છસો પચાસ કિલોમીટર નું અંતર કાપી પહોંચી પાણીપત

image soucre

યુવતી એ તેની મોટી બહેન ને કહ્યા બાદ કેટલાક રૂપિયા લઇ ઘર છોડી દીધું અને લગભગ એક હજાર છ સો પચાસ કિમી નું અંતર કાપીને બે ઓક્ટોબરે પાણીપત રેલવે સ્ટેશન પહોંચી. ત્યાંથી સગીર તેને તેના ઘરે લાવ્યો. જ્યારે સગીર ના સંબંધીઓ એ લગ્ન અંગે યુવતી પક્ષ ને વાત કરી, ત્યારે તેઓએ પાણીપત પહોંચવામાં અસમર્થતા દર્શાવી. સોમવારે સગીર ના સંબંધી બંને ના લગ્ન કરાવી રહ્યા હતા, કોઈએ બાળ હેલ્પલાઈન ને છોકરો સગીર હોવા અંગે જાણ કરી.

image socure

અને ત્યાંથી માહિતી મળી, ઘટના સ્થળે પહોંચી ને બંનેના વય પ્રમાણપત્રો માંગવામાં આવ્યા હતા. બંનેના આધાર કાર્ડ બતાવવામાં આવ્યા હતા. કાર્ડમાં છોકરા ની ઉંમર વીસ વર્ષ આઠ મહિના છે,અને યુવતી ની ઉંમર આશરે ઓગણીસ વર્ષ હોવાનું બહાર આવ્યું છે.

લગ્ન પર રોક

image source

આધાર કાર્ડ ની જન્મ તારીખ માન્ય નથી, બંનેના શૈક્ષણિક દસ્તાવેજો માંગવામાં આવ્યા જોકે તે નથી બતાવી શક્યા. હાલમાં સોગંદનામું લઈને લગ્ન પર રોક લગાવવામાં આવી છે. સગીર ના પક્ષને બે-ત્રણ દિવસમાં ઉંમર ના દસ્તાવેજો સાથે ઓફિસ પહોંચવા ની સૂચના આપવામાં આવી છે. યુવતી ને સગીરના ઘરે રાખવામાં આવી છે.