શું સચિન પૂરી શકશે યુવરાજની આ ચેલેન્જ?

યુવરાજે સચિનને કિચન ૧૦૦ની ચેલેન્જ આપતા કહ્યું, તમે ઘણા રેકોર્ડ તોડયા છે આ તોડી બતાવો

આજકાલ લોકડાઉન દરમિયાન અનેક અવનવા અને રોમાંચક કિસ્સાઓ સામે આવ્યા છે, એવામાં હવે ક્રિકેટ જગતના હાર્ડ હીટર યુવરાજ સિંહે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરને ચેલેન્જ આપી દીધી છે.

image source

યુવરાજ સિંહ અને સચિન તેંડુલકર વચ્ચે ક્રિકેટના મેદાનમાં ઘણી યાદગાર પળો આપણે નિહાળી છે, તો સાથેજ બંને વચ્ચે મેદાનમાં જોડી પણ બની છે. આ બનેલી જોડીઓમાં સૌથી પ્રસિદ્ધ જોડી એમએ ચિદંબરમ સ્ટેડીયમમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલ પહેલી ટેસ્ટ મેચની ચોથી ઈનિંગમાં 163 રનની અજોડ પાર્ટનરશીપ બની હતી. જેણે 2008ના વર્ષમાં 387 રનના ધ્યેયને પાર પાડવામાં સહાય કરી હતી. હાલમાં બંને જણે ક્રિકેટને તો છોડી દીધી છે પણ એ નક્કી કરી લીધું છે કે એમની આ જોડી લાંબા સમય સુધી જોડાયેલ રહે. સચિન તેંડુલકરે ‘નોક ધી બોલ’ની ચુનોતી પૂરી કરી એ પછી રવિવારે જ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજે દિગ્ગજ ક્રિકેટરને વેલણ (રોલિંગ પીન) એ ટેનીસ બોલ સાથે રસોડામાં અટક્યા વગર સતક બનાવવાની ચેલેન્જ આપી છે.

યુવરાજ સિંહે આ ચેલેન્જ આપવા માટે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નાનકડો વિડીયો શેર કર્યો હતો એના દ્વારા એમણે સચિન તેંડુલકરને આ ચેલેન્જ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

પોતાના આ નવા વિડીયોમાં યુવરાજ સિંહ પોતાના ઘરના રસોડામાં જોવા મળી રહ્યા છે. એમણે પોતાની આંખો પર કાળો પાટો બાંધ્યો છે અને એક હાથમાં વેલણ લઈને એનાથી ટેનીસ બોલને નોક કરી રહ્યા છે. ટેનિસના બોલને નોક કરતા તેઓ કહી રહ્યા છે સચિન પાજી હવે આપણે ચેલેન્જના આગળના સ્ટેજ પર જઈ રહ્યા છીએ. મેદાન પર તો તમે અનેક સદી ફટકારી છે, પણ આજે સમય છે રસોડામાં સદી લગાડવાનો. હાલ મારી તો આ સદી પૂર્ણ થઇ ગઈ છે, પણ હવે તમારો વારો છે.આ વીડિયોના અંતમાં એ કહે છે કે અંતમાં હું પણ ગુરુનો જ શિષ્ય છું.

image source

આ સિવાય આ વિડીયો શેર કરતી વખતે યુવરાજ સિંહે ઉમેર્યું કે માસ્ટર તમે ક્રિકેટના મેદાનમાં અનેક રેકોર્ડ તોડયા છે, પણ હવે સમય છે રસોડામાં મારા દ્વારા બનાવેલ સતકનો રેકોર્ડ તોડવાનો. જો કે મને અફસોસ છે હું આખી વિડીયો શેર નથી કરી શક્યો, કારણ કે ૧૦૦ સુધી ગણતા ગણતા આ વિડીયો ઘણી લાંબી થઇ ગઈ છે. અને હા આ સાથે જ હું એવી આશા પણ કરું છું કે તમે આ ચેલેન્જ પૂરી કરતા કરતા રસોડાનો અન્ય સમાન તોડશો નહિ.

image source

તમને જણાવી દઈએ કે આ ચેલેન્જ આપતા પહેલા યુવરાજ સિંહે હરભજન, રોહિત અને સચિનને નોક ધી બોલ ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જ સચિન અને રોહીતે પૂર્ણ કરી હતી. જો કે સચિન તેંડુલકરનો અંદાઝ કઈક અલગ જ હતો. સચિને આંખો પર પાટો બાંધીને આ ચેલેન્જ પૂર્ણ કરી હતી તેમ જ યુવરાજને આ પૂર્ણ કરવા માટે કહ્યું હતું. હવે આ તરફ યુવરાજ સિંહે સચિનને જ એક વાર ફરી એક નવી ચેલેન્જ આપી દીધી છે અને એ પણ આંખો પર પાટો બાંધીને.

Source: dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત