યુવતીના લગ્ન બીજે નક્કી થઈ જતા પ્રેમી સાથે મળીને લીધો ચોંકાવનારો નિર્ણય, પૂરી ધટના વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

લખનઉ-કાનપુર રેલ્વે રૂટ પર અજગૈન કોતવાલી વિસ્તારમાં પ્રેમીયુગલે ટ્રેનની આગળ કૂદીને પોતાનો જીવ આપી દીધો છે. બંનેના મૃતદેહ ટ્રેક પર પડ્યા હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગેની માહિતી મૃતકોના પરિજનોને આપવામાં આવી હતી. એસ.ઓ.ના જણાવ્યા મુજબ આંતરજાતિય હોવાને કારણે તેમના સંબંધોને પરિવારના લોકોને મંજૂર નહોતા.

યુવતીના લગ્ન નક્કી થઈ જતા આ પગલું ભર્યું

image source

યુવતીના લગ્ન નક્કી થઈ જતા દુ:ખી થઈને બંનેએ આ પગલું ભર્યું. આ અંગ તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. હસનગંજ કોટવાલી વિસ્તારના ઇસ્માઇલાબાદ ગામે રહેતો મનીષ મિશ્રા (19) તેમના પિતા રમેશ મિશ્રા સાથે ટ્રેક્ટર ચલાવતો હતો અને ભાઈઓ સાથે ખેતીમાં મદદ કરતો હતો.

એક બીજાનો હાથ પકડીને ટ્રેનની આગળ કૂદી ગયા

image source

એસઓ અજગન સંતોષ કુમારના જણાવ્યા અનુસાર આશરે બે વર્ષ પહેલા બાજુના ગામ કુબરીખેડામાં રહેતી સોની (18) સાથે મનીષને પ્રેમ થઈ ગયો હતો. આંતરજાતિ. હોવાને કારણે પરિવારોને બંનેનો પ્રેમ સંબંધ મંજૂર નહોતો. ત્યાર બાદ સોનીના પરિવારે તેના લગ્ન નક્કી કરી દીધા. આ નિર્ણયથી સોની અને મનીષને દુખી હતા. રવિવારે ગામથી 20 કિલોમીટર દૂરલખનૌ-કાનપુર રેલ માર્ગ પર ગોકુલખેડા ગામ નજીક બંને એક બીજાનો હાથ પકડીને ટ્રેનની આગળ કૂદી ગયા. એસઓએ જણાવ્યું હતું કે અજગૈન સ્ટેશન માસ્તરની સૂચનાથી ઘટના સ્થળે પહોંચી ગયા.

તદેહ પાસે તેમના મોબાઇલ પણ મળી આવ્યા

image source

બંનેના મૃતદેહ પાસે તેમના મોબાઇલ પણ મળી આવ્યા હતા. જેના આધારે તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી. સોનીની માતા રામશ્રી અને બે બહેનોએ ડેડબોડીની ઓળખ કરી હતી અને બંનેના પ્રેમસંબંધ અને સોનીના લગ્ન નક્કી થઈ જતા જીવ આપી દેવાની માહિતી આપી હતી.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે

image source

મૃતક મનીષના સંબંધીઓએ પણ મૃતદેહની ઓળખ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. એસ.ઓ.એ જણાવ્યું હતું કે પરિવાર જનોના નિવેદન અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જણાવ્યું હતું કે મૃતકોના ગામોમાં લગભગ દોઢ કિમીનું અંતર છે.

15 વર્ષની પ્રેમિકા અને 19 વર્ષનો પ્રેમી

image source

સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં આવી જ એક ઘટના સામે આવી હતી. જ્યાં સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રેમીપંખીડાએ નાસીપાસ થઈ જઇ આપઘાત કરી લીધો હતો. પ્રેમી પંખીડાએ પોતાના જીવનનો અંત આણી લેતા બંને પરિવારો પર આભ તૂટી પડ્યું હતું. ડિંડોલીના સનીયા ગામથી ઈકલેરા ગામ તરફ આવેલ ચીકુવાડીમાં બે પ્રેમી-પંખીડાઓની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. ડીંડોલી પોલીસના જણાવ્યાનુસાર, ડીંડોલીના સનીયા ગામમાં રહેતો 19 વર્ષીય તેજસભાઈ રાઠોડ અને સચિન પોલીસ મથકની હદમાં રહેતી 15 વર્ષની સગીર વયની કિશોરી વચ્ચે પ્રેમસંબંધ ચાલતો હતો. જો કે બન્નેએ પ્રેમસંબંધમાં નાસી પાસ થઈને આત્મહત્યા કરી લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત