ગુજરાત અહીં આવેલું છે અનોખું ઝાડ, અનેક વર્ષોથી લોકો આ વૃક્ષની કરે છે પૂજા પણ કોઇને નથી ખબર આ ઝાડનું કૂળ કે નામ, ઘરે બેઠા કરી લો તમે પણ દર્શન

ગુજરાત રાજ્યમાં આ સ્થાને આવેલ છે અનોખું ઝાડ, આ ઝાડના કુલ કે પછી નામ વિષે કોઈ જાણકારી નથી, ચાલો જોઈએ તેના ફોટોસ. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં એવા ઘણા બધા સ્થાનો આવેલા છે જ્યાં સંતો આજે પણ નિવાસ કરે છે. આવું જ એક સ્થાન એટલે કે, ઝાડવાદાદાનું મંદિર.

image source

રાજકોટ જીલ્લામાં આવેલ ગોંડલની નજીક આવેલ રાવણા ગામના પાદરમાં આવેલ એક ઝાડની પૂજા લોકો કરી રહ્યા છે. ઝાડવાદાદાના નામથી પ્રસિદ્ધ થયેલ આ વૃક્ષ પર આસપાસ રહેતા લોકોને અતુટ શ્રદ્ધા ધરાવે છે. અહીના લોકોનું એવું કહેવું છે કે, આ ઝાડને જે તરફ નવી કુંપળો ફૂટે છે એ દિશામાં ઝાડની ડાળીઓ નમી જાય છે અને ત્યાર બાદ એ દિશામાં સારો વરસાદ આવે છે. ચાલો હવે વધુ જાણીશું ઝાડવાદાદા વિષે….

ગુજરાત રાજ્યના રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ વાસાવડ અને રાવણા ગામના પાદરમાં ઘણા વર્ષોથી એક ઝાડ અડીખમ ઉભું રહેલ જોવા મળે છે. ઉપરાંત છેલ્લા ઘણા વર્ષોથી આસપાસના ગ્રામજનો દ્વારા આ ઝાડની પૂજા કરવામાં આવે છે. તેમ છતાં આ ઝાડના કુળ વિષે કે પછી નામ વિષે કોઈને ખબર છે નહી.

image source

ગ્રામજનોના કહેવા પ્રમાણે જયારે પાનખર ઋતુ વીતી જાય ત્યાર બાદ આ ઝાડ પર જે તરફ નવી કુંપળો ફૂટે છે, તે તરફ ઝાડની ડાળીઓ પણ નમી જાય છે ત્યાર બાદ તે વર્ષે વરસાદ પણ એ દિશા તરફ જ સારો આવે છે. જો કે, સમયાંતરે આ લોકવાયકા સાચી પણ પડી રહી હોય તેવું જોવા મળ્યું છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, અહિયાં લોકો પ્રસાદ તરીકે મીઠું ધરાવે છે. જો આપ ઝાડવાદાદાના દર્શન કરવા માટે આવશો તો આપ અહિયાં જોઈ શકશો કે, ઘણી બધી મીઠાની થેલીઓ પડેલી જરૂરથી જોવા મળશે.

જો કે, અત્યારે ઝાડવાદાદાના વૃક્ષની આસપાસ ભક્તોની મદદથી નાનકડી દેરી અને ઓટલો બનાવી દેવામાં આવ્યો છે. જેથી કરીને ઝાડવાદાદાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ઓટલા પર બેસીને આરામ કરી શકે છે.

image source

ઝાડવાદાદાની આસપાસ રહેતા સ્થાનિક વ્યક્તિઓનું કહેવા પ્રમાણે અહિયાં કેટલાક વર્ષો પહેલા ઉત્તર ભારત તરફથી એક સાધુ આવ્યા હતા અને તેઓ આ ઝાડને વળગીને ખુબ જ રડ્યા હતા અને લાગણીવશ થઈને બોલ્યા હતા કે, તું અહિયાં ક્યાંથી?

વાસાવડ ગામ અને રાવણા ગામના ગ્રામજનોને ઝાડવાદાદા પર અપાર શ્રદ્ધા ધરાવે છે. અહિયાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઝાડવાદાદાના દર્શન કરવા માટે આવે છે અને ઝાડવાદાદાને મીઠું અને નારિયેળ પ્રસાદ તરીકે ધરાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ