નહિં ભૂલી શકાય ક્યારે પણ ઋષિ કપૂરને, જાણો આ પાકિસ્તાની અભિનેત્રીએ કપૂર ફેમિલી વિશે શું કહી દીધી આ મોટી વાત

‘હીના’ ફિલ્મની પાકિસ્તાની અભિનેત્રીએ ઋષિ કપૂરના નીધન પર આ રીતે વ્યક્ત કર્યો શોક

image source

‘માત્ર 48 કલાકમાં જ કપૂર કુટુંબ મને મારું કુટુંબ લાગવા માંડ્યું’ પાકિસ્તાની અભિનેત્રી ઝેબા બખ્તિયાર

જો તમે ઋષી કપૂર અભિનિત અને આર.કે બેનર હેઠળની ફિલ્મ હીના જોઈ હશે તો તમને તેમાં ઋષી કપૂર સાથે દર્શાવવામાં આવેલી પાકિસ્તાની અભિનેત્રી ઝેબા બખ્તિયાર પણ યાદ હશે. આજે પણ કેટલીક ટીવી ચેનલો પર આ ફિલ્મ અવારનવાર બતાવવામાં આવે છે. આ ફિલ્મમાં ભારત-પાકિસ્તાનની પૃષ્ઠભૂમિ પર પાંગરેલા પ્રણય ત્રીકોણને દર્શાવવામાં આવ્યો છે. જેમાં ઝેબા બખ્તિયારે પાકિસ્તાની પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી.

image source

તાજેતરમાં ઋષી કપૂરના થયેલા દુઃખદ નીધને સમગ્ર ભારત તેમજ વિશ્વમાં રહેલા તેમના ફેન્સને શોકમાં ડૂબાડી મુક્યું છે જેમાં તેની કો સ્ટાર ઝેબા બખ્તિયાર પણ છે. તાજેતરના અહેવાલ પ્રમાણે તેણીએ જણાવ્યું હતું કે તેણી ઋષી કપૂરના સંપર્કમાં નિયમિત રહેતી હતી. અને તેના મૃત્યુના બે દિવસ પહેલાં જ તેની ઋષી કપૂરના ભાઈ રણધીર કપૂર સાથે તેમની તબિયતને લઈને વાત થઈ હતી જેમાં તેણીને જાણવા મળ્યું હતું કે ઋષી કપૂરની તબિયત સુધારા પર છે.

તાજેતરમાં એક વેબસાઇટ સાથે થયેલા એક ઇન્ટર્વ્યૂમાં તેણીએ ઋષિ કપૂર સાથેના અભનુભવો વિષે જણાવ્યું હતું, ‘મોબાઈલ ફોન આવ્યા પહેલાં હું તેમનો સંપર્ક તેમના લેન્ડલાઇન ફોન પર કરતી હતી અને તેમને બર્થડે તેમજ દીવાળીની શુભકામનાઓ આપતી હતી. અને જ્યારથી વ્હોટ્સએપ શરૂ થયું ત્યારથી અમે તેના પર જ મેસેજ કરીને એકબીજાને વીશ કરતા હતા. અને જ્યારે જ્યારે પણ રનબીરની કોઈ ફિલ્મ રિલિઝ થવાની હોય ત્યારે તેઓ મને મેસેજ કરતાં અને હું તે ફિલ્મ જોવા જતી.

image source

તમને જણાવી દઈએ કે ઝેબા બખ્તિયારે 1991માં આવેલી આર.કે બેનરની ફિલ્મ હીનાથી પોતાની બોલીવૂડ કેરિયરની શરૂઆત કરી હતી. જેમાં ઋષી કપૂરે તેણીના પ્રેમી ચંદર પ્રકાશની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું ડીરેક્શન કરીના-કરીશ્માના પિતા રણધીર કપૂરે અને તેમના સુપર સ્ટાર દાદા રાજ કપૂરે કર્યું હતું.

આ ઇન્ટર્વ્યૂમાં ઝેબા ઋષી કપૂર સાથેની પ્રથમ મુલાકાતને યાદ કરતા જણાવે છે, ‘મેં સ્ક્રીન શૂટ તેમજ ફોટો શૂટના ના દિવસે પહેલીવાર ઋષી કપૂર સાથે કામ કર્યું હતું. હું આ બધાથી બીલકુલ અજાણ હતી, માટે હું ખુબ નર્વસ હતી. પણ તેમણે મારા માટે બધું અનુકુળ બનાવી દીધું અને મને ખૂબ પ્રોત્સાહિત કરી, અને માત્ર 48 કલાકમાં જ મને કપૂર કુટુંબ મારું કુટુંબ લાગવા મંડ્યું હતું.’

image source

ઝેબાએ ઋષી કપૂરના નિધનના સમાચાર મળ્યા બાદ એક લાગણી ભરી પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે, તેણીએ લખ્યું છે, ‘હમણાં જ સમાચાર સાંભળ્યા કે મારા પ્રિય મિત્ર ઋષી કપૂર હવે નથી રહ્યા ! મને ખરેખર આ સાંભળીને આઘાત લાગ્યો છે ! સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ ગયો ! એવું લાગે છે કે હીનાનું શૂટિંગ હમણા એક દિવસ પહેલાં જ થયું હતું. હું તમને ખૂબ મીસ કરીશ અને આઈ લવ યુ. આ ખોટ ખરેખર અસહનીય છે. તમે અમારા માટે સુપર સ્ટાર હતા. RIP ડીયર ઋષી… મારા ચંદર પ્રકાશ ! તમે અમારા હૃદયમાં છો અને હંમેશા રહેશો ! તમે આપણા શૂટીંગ દરમિયાન મને જે કંઈ શીખવ્યું તે માટે આભાર, વધારે નથી લખી શકતી… ! માત્ર તમારી હીના ! ‘

 

View this post on Instagram

 

A post shared by ZEBA BAKHTIAR (@zebabakhtiarofficial) on

30મી એપ્રિલે ઋષી કપૂરનું નીધન થયું. તેમણે લ્યુકેમીયા સામે સતત બે વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને છેવટે તેમણે કેન્સરને માત આપી જ દીધી હતી અને કેન્સર ફ્રી જાહેર થયા બાદ તેઓ તરત અભિનય ક્ષેત્રે પાછા વળ્યા હતા. પણ હવે તે નથી રહ્યા….જેની ખોટ હંમેશા તેમના ફેન્સને રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત