આ હત્યારાએ 37 વર્ષો સુધી કર્યા ખૂન, તો પણ ના આવ્યો કોઇના હાથમાં,જોઇ લો તસવીરોમાં

નમસ્તે મિત્રો, આજે આ લેખમાં તમારું ફરી એકવાર સ્વાગત છે, વિશ્વમાં વિવિધ પ્રકાર ના માણસો મળી આવે છે અને કેટલીક વાર આપણે એવા લોકોને મળી એ છીએ કે જેની સાથે રહી ને તેમના વ્યક્તિત્વ નું મૂલ્યાંકન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે.

image source

અમુક લોકો બહેરુપિયા ની જેમ બે અલગ અલગ જીવન જીવી રહ્યા હોય છે અને તે લોકોથી તેમના બીજા પહેલું ને છુપાવતા હોય છે સમાજ માં તેઓ એક સામાન્ય માનવી ની જેમ જ વર્તતા હોય છે.

પરંતુ તેના આ ખોટા મુખોટા ની પાછળ ની વાસ્તવિકતા શું છે તે કોઈને ખબર હોતી નથી હોતી તે માનસિક રોગી દેશદ્રોહી અથવા તો સાઇકો કિલર પણ હોઈ શકે છે, અમે તમને આવા જ એક ખૂની વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

આ ખૂની એ 38 વર્ષ માં આશરે 37 લોકોની હત્યાઓ કરી હતી છતાં પણ આજ સુધી કોઈ પણ આ રહસ્યમય ખૂની ની ઓળખાણ કરી શક્યું ન હતું તમારામાંથી ઘણા લોકો સમજી જ ગયા હશે કે અહીં આપણે કોની વાત કરવાના છીએ આ સાઇકો કિલર નું નામ હતું ” ઝોડિયાક કિલર “

તો ચાલો મિત્રો આજ નો આપણો આ આર્ટિકલ ચાલુ કરીયે સન 1967 માં, કેલિફોર્નિયા નું એક દંપતી આ સાઇકો કિલર નો પહેલો શિકાર બન્યુ હતું આ બંનેનું નામ ડેવિડ ફેરાડે અને કેટી લિવર હતું. તેઓ એક સાંજે પોતાની કાર ની અંદર પાર્કિગ માં બેઠા હતા ત્યારે કોઈ અજાણ્યો ચહેરો અચાનક કારની નજીક આવવા લાગે છે અને પાસે આવતા ની સાથે જ તે ડેવિડ ને માથામાં ગોળી મારી છે અને જ્યારે કેટી એ ભાગવા નો પ્રયાસ કર્યો ત્યારે તેને પાછળ થી પાંચ ગોળી મારી મૅરી ની હત્યા પણ કરી નાખવા માં આવે છે.

image source

આ હત્યા ની સાથે અને ખૂબ જ રહસ્યમય રીતે થતી મૃત્યુ નો સિલસિલો શરૂ થઈ જાય છે, જે આજના સમય મા પણ આધુનિક ઇતિહાસ ની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી ઓ માની એક માનવામાં આવે છે, આ હત્યારા ની વિશેષ વાત તો એ હતી કે હત્યા પહેલા તે પોલીસ ને આ હત્યાઓ વિશે ચેતવણી આપતો હતો પરંતુ ફરક માત્ર એટલો હતો કે આ ચેતવણી પોલીસ ને એક પત્ર દ્વારા મોકલવામાં આવતી હતી અને આ પત્ર ને ખૂબ જ જટિલ ભાષામાં લખવામાં આવતો હતો . આ ઉપરાંત તે ખૂની હત્યાની આગાહી પોલીસ ને ફોન કરીને પણ આપતો હતો.

image source

એકવાર , વેલેગા પોલીસ વિભાગ માં એક ફોન આવ્યો હતો સામે વાળી વ્યક્તિ એ ફોન પર વાત કરતા કહ્યું કે તેણે ડાર્લિંગ મેરી નામની મહિલા ની હત્યા કરી હતી અને માઇક નામના વ્યક્તિ ને પણ મારવાની કોશિશ કરી હતી .આ ફોન કોલ દરમિયાન તેણે ડેવિડ અને કેટીની હત્યાની પણ જવાબદારી સ્વીકારી હતી . આ ઘટના ના લગભગ 1 મહિના પછી , આ પત્રો નિયમિત રીતે આવવા લાગ્યા હતા, એકવાર આ ખૂની એ ત્રણ અલગ અલગ સમાચાર કંપની ને પોતાના પત્રો ની ત્રણ નકલો મોકલી હતી.

image source

તે પત્રો મા એક સાંકેતિક ભાષામાં કોડ લખ્યો હતો તેમ જ ખૂની એ એમ પણ લખ્યું હતું કે જો કોઈ લોકો મારી આ સાંકેતિક કોડ લેંગ્વેજ ને ડિકોડ કરી લેશે તો તે પોતાની ઓળખ જાહેર કરશે શરૂઆત માં આ પત્ર ને કોઈપણ સમાચાર કંપનીઓ દ્વારા મહત્વ આપવામાં આવ્યું ન હતું અને તે 3 અખબાર કંપનીઓમાં થી માત્ર એક અખબાર કંપની એ આ પત્ર તેમના અખબાર માં પ્રકાશિત કર્યો હતો.

ત્યારબાદ ફરી એક વખત ખુની એ આવો જ એક પત્ર ઘણા સમાચાર કંપની ને મોકલ્યો હતો અને અહીં પહેલીવાર તેણે પોતાનું નામ જાહેર કર્યું. ” જોડિયાક ” ત્યારબાદ થી આ હત્યારો ” જોડિયાક કિલર ” તરીકે ઓળખાવા લાગ્યો હતો , પરંતુ ખૂની ના પત્રને પહેલી વાર હાઇસ્કૂલના બે શિક્ષકો દ્વારા સફળતાપૂર્વક ઉકેલવા માં આવ્યો હતો પરંતુ આ પત્ર પર થી ભવિષ્યમા કોનું ખૂન થવાનું હતું એ તો ખબર પડી ન હતી

image source

પરંતુ આ સંદેશ આ અતરંગી ખૂની ની સંકુચિત માનસિકતાને છટી કરતો હતો , તેના આ સંદેશમાં લખવામાં આવ્યું હતું કે તેને દરેક ખુન ને બદલે સ્વર્ગ મા ગયા પછી એક સેવક મળશે અને તે મૃત્યુ પહેલાં ઘણા ખૂન કરીને ઘણા સેવકો અને સેવીકાઓ બનાવવા માંગતો હતો જોકે પોલીસના રેકોર્ડ મુજબ, જોડિયકે ફક્ત 5 હત્યા જ કરી હતી, પરંતુ સાઇકો કિલર ની કહાની તો કંઈક બીજું જ કહેતી હતી આ કિલરે તેના પત્રમાં લખ્યું હતું કે me = 37 અને spdf = 0 આ પત્રમાં સ્પષ્ટ પણે લખ્યું હતું કે પોલીસ સામે તેનો સ્કોર 37 હતો જ્યારે પોલીસ વિભાગનો સ્કોર માત્ર 0 હતો.

image source

તેણે રમતના સ્કોરકાર્ડ મા 0 લખી પોલીસની નિષ્ફળતા બતાવી હતી . આ પત્ર ની ખાસ વાત તો એ હતી કે અને આ પત્ર લખવા માટે, જોડીયાકે કોઈ કાગળનો ઉપયોગ કર્યો ન હતો, પરંતુ તેના જે એક શિકાર ના શર્ટના ટુકડાનો ઉપયોગ કર્યો હતો. આ પછી ફરી એક દંપતીને આ સાઇકો કિલર દ્વારા શિકાર બનાવવામાં આવ્યુ હતું અને આ વખતે બંદૂકને બદલે છરીનો ઉપયોગ કરીને જોડિયાકે આ દંપતીની હત્યા કરી નાખી હતી અને આ હત્યાઓ બાદ ખૂની એ તેના છેલ્લા કેટલાક પત્રોમાં સ્કૂલ અને સ્કૂલ બસો ને બોમ્બ થઈ ઉડાડી નાખવાની ધમકી પણ આપી હતી

પરંતુ 8 જુલાઈ 1974 માં અચાનક આ પત્રો આવતા સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા સાન ફ્રાન્સિસ્કો પોલીસે કોઈ પણ સાબૂત વગર 2000 જેટલા શંકાસ્પદ લોકો ની ધરપકડ કરી હતી પરંતુ પોલીસ ક્યારેય અસલી ખૂની સુધી પહોંચી શકી ન હતી પોલીસ પાસે ખૂની ના કેટલાક પુરાવાઓ જેમ કે ફિંગરપ્રિન્ટ્સ અને બીજા અન્ય પુરાવા હતા છતાં પણ પોલીસના હત્યારા ને પકડવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા દરેકને લાગ્યુ કે મોત નો આ સિલસિલો ખતમ થઈ ગયો છે

image source

1978 ના મે મહિનામાં છેલ્લો પત્ર આવ્યા પછીના 4 વર્ષ પછી હત્યારાએ સમાચાર કંપની ને એક બીજો પત્ર મોકલ્યો અને તેણે કહ્યું કે હું જોડિયાક બોલી રહ્યો છું તમને આગામી 3 અઠવાડિયાં ની અંદર અંદર કૈક નવું છાપવા મળશે કારણ કે આવતા 3 અઠવાડિયામાં હું 5 લોકોને મારવા જઈ રહ્યો છું મેં ફરીથી ખુન કરવાનું નક્કી કરી લીધું છે

આ પત્રમાં જોડિયાક ના છેલ્લા શબ્દો હતા કે ” see you in the news ” આખું કેલિફોર્નિયા ફરી એકવાર ભયના અંધકારમાં ડૂબી ગયું હતું કારણ કે બધાને લાગી રહ્યું હતું કે કદાચ જોડિયાક કિલર ફરી ત્યાંના લોકો પર મોત નો કહેર વરસાવવા આવી રહ્યો હતો પરંતુ હજુ સુધી સાન ફ્રાન્સિસ્કો પોલીસ પાસે આ ખૂની સુધી પહોંચવાનો કોઈ રસ્તો ન હતો હવે તો પોલીસ પણ કહેવા લાગી હતી કે જોડિયાક કિલર એક જીનિયસ છે આવા ખૂની ને પકડવો લગભગ અશક્ય જ છે.

તમને શું લાગે છે આ કિલર વિશે શું આ કિલર કોઈ માનસિક દર્દી અથવા સાઇકો કિલર હતો? જો તમને આજનો અમારો લેખ ગમ્યો હોય , તો પછી તેને તમારા મિત્રો સાથે શેયર કરવા નું ભૂલશો નહીં.