ઝોમેટો કંપનીનો યુઝર્સને મોટો ઝટકો, બંઘ કરી દીધી આ મહત્વની સુવિધા

હાલમાં જ પોતાના આઈપીઓ દ્વારા શેરબજારમાં લિસ્ટિંગ પામેલ ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમેટો દ્વારા એક મહત્વની સર્વિસને બંઘ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે લોકોને ઝોમેટોની એપ પર ગ્રોસરી ડિલિવરી સર્વિસની સુવિધા નહીં મળે, ઝોમેટો કંપનીએ એક મોટા નિર્ણયમાં તેની હાલમાં જ શરુ કરવામાં આવેલી આ નવી સર્વિસને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે ઓનલાઈન ગ્રોસરીની સર્વિસમાં કંપનીએ આ નિર્ણય લીધો, જેની પાછળના કારણોમાં જોઈએ તો ઓર્ડર સપ્લાય અને ડિલિવરી સિસ્ટમમાં મુશ્કેલી, અન્ય કંપનીઓની સાથે વધી રહેલી હરીફાઈ અને ખાસ તો ખરાબ કસ્ટમર એક્સપિરિયંસના લીધે આ સુવિધા બંધ કરી હોવાનું જાણવા મળ્યું છે.

image soucre

આ મામલે તેના નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે ગ્રોફર્સમાં તેનું રોકાણ તેની હાલની સર્વિસ કરતાં વધુ સારા પરિણામો આપશે. આ મામલે મનીકંટ્રોલને જાણકારી આપતા ઝોમેટોના પ્રવક્તાએ આ સર્વિસ ડિલિવરી સેવા બંધ કરવાની પુષ્ટિ કરી છે. જાણવા મળ્યું છે તેમ મનીકંટ્રોલ પાસે આ મામલે એક મેઈલની કોપી પણ છે.

હવે કોઈ આવી યોજના નથી

image soucre

ઝોમેટોના પ્રવક્તાએ આ મામલે જણાવ્યું કે અમે અમારા ગ્રોસરી ડિલીવરીને બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને હાલમાં અમારા પ્લેટફોર્મ પર આવા પ્રકારની કોઈ પણ સર્વિસ ચલાવવાની યોજના નથી.કંપનીએ તાજેતરમાં 100 મિલિયન ડોલર ( અંદાજિત 745 કરોડ રૂપિયા) ના રોકાણ સાથે ઓનલાઇન ગ્રોસરી પ્લેટફોર્મ ગ્રોફર્સમાં અમુક હિસ્સો ખરીદીને ભાગીદારી નોંધાવી છે.

અમારી યોજનાનો ભાગ

image soucre

કંપનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર અક્ષત ગોયલે કહ્યું કે ઝોમેટોએ આ નવા ક્ષેત્રમાં વધુ અનુભવ મેળવવા અને ધંધા માટે આયોજન અને સ્ટ્રેટેજિના હેતુથી ગ્રોફર્સમાં હિસ્સો ખરીદ્યો છે. આ માટે તેમણે આ બાબતને ઝોમેટો કંપનીની યોજનાનો એક હિસ્સો ગણાવીહતી.

પાયલોટ પ્રોજેક્ટ બંધ

image soucre

11 સપ્ટેમ્બર, 2021 ના રોજ ઝોમેટોએ તેના ગ્રોસરી પાર્ટનર્સને મોકલેલા મેઇલમાં કહ્યું કે તેણે 17 સપ્ટેમ્બરથી તેની પાયલોટ કરિયાણાની ડિલિવરી સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે કંપનીએ અમુક પસંદગીના બજારોમાં જ તેની કરિયાણાની સેવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ અંતર્ગત, 45 મિનિટની અંદર તેના ગ્રાહકોને કરિયાણાની ડિલિવરી આપવાની ઓફર કરવામાં આવી હતી.