ભારતમાં આ લોકો 1 મહિના પહેલા જ ક્રિસમસ સેલિબ્રેશનની કરી લે છે તૈયારીઓ, સાથે જાણો અલગ-અલગ જગ્યાએ લોકો કેવી રીતે મનાવે છે ક્રિસમસ

ભારતમાં ક્રીશ્ચિયન સમુદાય ક્રિસમસને ધામધૂમ ઉલ્લસથી અને ભક્તિથી ઉજવે છે. ક્રિસ્મસનો તહેવાર ક્રિસમસની પૂર્વ સંધ્યાએ એટલે કે 24મી ડિસેમ્બરે શરૂ થાય છે અને નવા વર્ષના દિવસ સુધી ચાલુ રહે છે. દેશના ચર્ચોમાં આયોજિત ખાસ જનસમૂહ ક્રિસમસની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભાગ લે છે. ક્રિસમસના ઉત્સવને કેરોલ, કેક, મીણબત્તીઓ અને ક્રિસમસ ટ્રીની સજાવટ દ્વારા ચિહ્નિત કરવામાં આવે છે. ભારતમાં કેટલાએ ભાગોમાં ખાસ કરીને દિલ્લી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, ગોવા જેવા પ્રદેશોમાં ક્રિસમસનો તેહવાર બધા જ ધર્મોના સમુદાયના લોકો દ્વારા ખુશીથી ઉજવવામાં આવે છે.

image source

તેને હિંદીમા મોટો દિવસ કહેવાય છે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને બધા જ ધર્મોના લોકો પોતાના ક્રિશ્ચિયન મિત્રો સાથે મળીને ક્રીસમસની ઉજવણી કરતા હોય છે. ક્રિસ્મસ માટે ભારતમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે. જો કે અહીં અમેરિકન મિડિયાની અસર વધારે જોવા મળે છે. તહેવારો પહેલાં બજારો રંગીન બની જાય છે. બજારમાં પરંપરાગત ક્રિસમસ ટ્રી, સ્ટાર્સ, સાંતા ક્લોઝની તસ્વીરો, ફુગ્ગાઓ વિગેરે તહેવારને ઓર વધારે રંગીન બનાવે છે.

image source

ભારતીય ક્રિશ્ચિયન ઘરમાં ક્રિસમસની તૈયારી ઓછામાં ઓછી એક મહિના પહેલેથી જ શરૂ થઈ જાય છે. મહિલાઓ પરંપરાગત ક્રિસમસ કેક બનાવવાની તૈયારી શરૂ કરી દે છે. જેની રાહ માત્ર પરિવારને જ નહીં પણ પાડોશીઓને પણ હોય છે. તહેવાર માટે નવા વસ્ત્રો પણ ખરીદવામાં આવે છે અને એકબીજા માટે ભેટો પણ ખરીદવામા આવે છે.

image source

ક્રિસમસમાં ભેટો પણ મિત્રો, સંબંધીઓ અને પરિવારના બાળકો માટે ખરીદવામા આવે છે. ક્રિશ્ચિયન માટે સૌથી મોટો તહેવાર ક્રિસમસ છે. ક્રિસમસ પરિવારના પુનર્મિલનનો તહેવાર છે. નોકરી કે ઉચ્ચ અધ્યયન માટે વિવિધ શહેરો કે દેશોમાં ગયેલા નજીકના પ્રિયજનો ક્રિસમસ પર ચોક્કસ પોતાના પરિવાર પાસે પાછા ફરે છે.

image source

ભારત જેવા મોટા દેશમાં ક્રિસમસનો તહેવાર વિવિધ રીતે ઉજવવામાં આવે છે. સ્થાનીક સાંસ્કૃતિક અસરના કારણે અહીં વિવિધતા ખૂબ જોવા મળે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારતમાં, ક્રિશ્ચિયન ઘરોની છત પર અને દિવાલો પર માટીના દિવડા લગાવવામાં આવે છે. તેવી જ રીતે જેવી રીતે દીવાળીના તહેવારોમા હિન્દુઓ પોતાના ઘરે લગાવે છે. આ ઉપરાંત ભારતના કેટલાક રાજ્યોમા પરંપરાગત દેવદારના ઝાડની જગ્યાએ કેળા કે કેરીના ઝાડને સજાવવાનો રિવાજ છે. ઉત્તરપશ્ચિમ ભારતમાં, ભીલ જાતી કેઆદિવાસી ક્રિશ્ચિયન લોકો ક્રિસમસ દરમિયાન એકઅઠવાડિયા માટે આખી રાત બહાર ફરે છે અને આખી રાત કેરોલ્સ ગાય છે. ભારતમાં સૌથી મોટો રોમન કેથલિક સમુદાય છે જે મુંબઈમાં મોટા પ્રમાણમાં વસે છે, નેટિવ દ્રશ્યોને ચિત્રિત કરીને તેને ઘરમાં સજાવવાની પરંપરા રહેલી છે.

image source

ક્રિસમસનો આ ઉત્સવ શાનદાર રીતે ગોવામાં મનાવવામાં આવે છે. ગોવામાં સાંસ્કૃતિક રીતે જોવા જઈએ તો ક્રિસ્મસ તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનીક તેમજ આંતરરાષ્ટ્રીય પર્યટકો જોવા મળે છે. ગોવામાં કેથોલિક પારંપરિક મિડનાઇટ માસ સેવાઓમાં સ્થાનીક રીતે મિસા ડે ગૈલો કે કોક ક્રો તરીકે ભાગ લે છે. કાર્નિવલ, પૂર્વર્તી લેંટ, ગોવામાં સૌથી વધારે મહત્ત્વના છે. તે ન્યૂઓર્લિયન્સના માર્ડીગ્રાસ બરાબર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત