૧૦૦ વર્ષની આ મહિલા કરે છે સાડી પેઈન્ટીંગનું કામ, આ રીતે કરે છે સાડીઓનું વેચાણ

કેરળની આ મહિલા ૧૦૦ વર્ષની ઉમરે પણ છે એક સફળ બીજનેસ વુમન, આ રીતે કરે છે સાડીઓનું વેચાણ, ૧૦૦ વર્ષની આ મહિલા કરે છે સાડી પેઈન્ટીંગનું કામ, સોશિયલ મીડિયા દ્વારા પરિવાર અને મિત્રો સાથે રહે છે સંપર્કમાં, કેરળની આ મહિલા ૧૦૦ વર્ષની ઉમરે છે સફળ બિજનેસ વુમન, આજે પણ સ્વસ્થ અને તંદુરસ્ત છે

image source

ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે શોખ મોટી વસ્તુ છે, આ પંક્તિને ૧૦૦ વર્ષની આ મહિલાએ સાર્થક કરી બતાવી છે. કેરળમાં રહેતી ૧૦૦ વર્ષની મહિલા એટલે કે પદ્માવતી નાયરની કહાની સાંભળીને તમે પણ આ વાક્યને જાણે આંખો સામે જીવંત અનુભવશો. કેરળના ત્રિશૂર વડક્કાનચેરી વિસ્તારમાં રહેતી 100 વર્ષની મહિલા પદ્માવતી નાયર એ પોતાના શોખના કારણે જ આજે આ ઉંમરે પણ એક સફળ બિઝનેસ વુમન છે. આજથી ૧૦૦ વર્ષ પહેલા વર્ષ 1920માં જન્મેલી પદ્માવતી નાયરના જીવનનો માત્ર એક જ મંત્ર રહ્યો છે “વ્યસ્ત રહો અને મસ્ત રહો, બીજાના જીવનનમાં દખલ ન કરો’. આપને જણાવી દઈએ કે પદ્માવતી 100 વર્ષની વયે હજુ પણ સાડી પર પેઇન્ટ કરવાનું કામ કરે છે. આ કામ અંગે એમને જ્યારે પૂછવામાં આવ્યું તો ઈમને જણાવ્યું કે , “આ કામ કરવામાં આનંદ આવે છે અને સંતોષ પણ મળે છે.

એક સાડી પર કામ કરવામાં મહિનાનો સમય લાગે છે

image source

આ બાબતે પદ્માવતીની દીકરી લતાએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘એક સાડી પર કામ કરવામાં લગભગ એક મહિના જેટલો સમય લાગી જાય છે. આ કામથી કમાયેલા રૂપિયા તે પોતાના પૌત્ર પર ખુશી ખુશી ખર્ચ કરી દે છે. એમણે આજ સુધી પોતાની પાસે કાઈ જ રાખ્યું નથી.’ આ એક સાડી પર અંદાઝીત ૧૧૦૦૦ રૂપિયા કિંમત સ્વરૂપે લેવામાં આવે છે. જો કે આ રકમમાં સાડીની કિંમત પણ સામેલ હોય છે. પેઈન્ટ કરાયેલા એક દુપટ્ટાની કિંમત લગભગ ત્રણ હાજર રૂપિયા આસપાસ હોય છે.

સાડી પર હેન્ડ વર્કનું કામ ઘણો સમય માંગી લેનારુ

image source

આપને જણાવી દઈએ કે ફેબ્રિક પર પેઈન્ટ કરવું એ પદ્માવતી માટે વ્યવસાય અને શોખ પણ છે. ૧૦૦ વર્ષની ઉમરે જયારે લોકોનું જીવન અન્યો પર આશ્રિત બની જાય છે અને જીવનના અન્ય કાર્યોથી નિવૃત્તિ લઇ લે છે, ત્યારે પદ્માવતી હજુ પણ સ્વસ્થ છે. આ સાથે જ તેઓ કામ કરે છે અને એક સફળ બિજનેસ વુમન પણ છે. આ ઉમરે પણ તે આ કામ દ્વારા સારી કમાણી કરે છે. જો કે આ કામ એટલું સરળ નથી, આ બહુ ઝીણવટ ભર્યું અને ધીમું કામ છે. આ કામ અંગે એમણે જણાવ્યું હતું કે, ‘સાડી પર કરવામાં આવતું હેન્ડ વર્કનું કામ ઘણો સમય માંગી લે છે.’

પદ્માવતી ૧૦૦ વર્ષની ઉમરે પણ કામને લઈને ગંભીર

image source

ઝીણવટ અને મહેનત માંગી લેતું આ કામ ખુબ જ સાવધાની પૂર્વક કરવું પડે છે. જો કે ૧૦૦ વર્ષની ઉમરે પહોચેલ પદ્માવતી એમના કામને લઈને ખુબ જ ગંભીર રહે છે. એ સૌથી પહેલા સાડીની ડીઝાઇન તૈયાર કરે છે અને પછી એને રંગોથી ભરી દે છે. પદ્માવતી જુદા જુદા પ્રકારની ફેબ્રિકની સાડી પર પેઈન્ટીંગનું કામ કરે છે. મીડિયા સાથેના વાર્તાલાપમાં એમણે જણાવ્યું હતું કે, “તુષાર સિલ્ક પર વર્ક કરવું સૌથી મુશ્કેલ કામ ગણાય છે, મારી દીકરી અને પુત્રવધુ બજારમાંથી આ સાડીઓ લાવે છે. જેને હું પેઇન્ટ કરૂં છું”

૧૦૦માં જન્મદિવસે પરિવાર સાથે વર્ચ્યુઅલ પાર્ટી

image source

સામાન્ય રીતે દુનિયા ભરના લોકો સુધી પોતાના કામની માહિતી પહોચાડવા પદ્માવતી પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ માટે તેઓ વ્હોટસએપનો ઉપયોગ કરે અને વ્હોટસએપ દ્વારા એમના પૌત્રને વીડિયો કોલ પણ કરે છે. આ સાથે જ એ પોતાના ઈમેઈલ એકાઉન્ટ દ્વારા પણ મિત્રો તેમજ પરિવારના સંપર્કમાં રહે છે. એમના ૧૦૦માં જન્મદિવસને ઉજવવા માટે પરિવાર સાથે એક ઓનલાઈન વર્ચ્યુઅલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીનો આનંદ પદ્માવતીએ પણ ઉઠાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત