100 વર્ષના દાદીની હિંમત આગળ તમે પણ પાછા પડો, આ રીતે કોરોના સામે જીત મેળવીને સ્વસ્થ થઇને પહોંચ્યા ઘરે

જેના પર ઈશ્વરના આશીર્વાદ હોય અને જેને ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા હોય તેના જીવનમાં આવેલા મોત જેવા સંકટ પણ દૂર થઈ જાય છે. આવું જ કંઈક બન્યું છે અમદાવાદના એક 100 વર્ષના વૃદ્ધા સાથે. આ વૃદ્ધાની ચર્ચા માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં થવા લાગી છે. આ ચર્ચાનું કારણ છે કે 100 વર્ષના આ દાદીએ કોરોનાને હરાવ્યો છે અને હેમખેમ ઘરે પરત ફર્યા છે.

image source

અમદાવાદના 100 વર્ષની ઉંમરના આ દાદી થોડા સમય પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાથી મૃત્યુ થવાનું સૌથી વધુ જોખમ વૃદ્ધો અને એક કરતાં વધુ બીમારી ધરાવતા લોકો પર વધારે છે. તેવામાં આ દાદીએ કોરોનાને અડીખમ રહી હરાવી દીધો છે અને ઘરે પરત ફર્યા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દાદીને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં તબીબોએ પણ તેમની સારવાર એવી રીતે કરી કે માજી થોડા જ દિવસોમાં કોરોના મુક્ત થઈ ગયા.

image source

કુદરતનો આ ચમત્કાર જ કહી શકાય તે ગુજરાતના 100 વર્ષના દિવાળીબેન કોરોના થયા બાદ સ્વસ્થ થઈ પરત ફર્યા છે. ડોક્ટરોની દિવસ, રાતની મહેનત બાદ 100 વર્ષીય દિવાળીબેન હવે સ્વસ્થ થઈ હરતા ફરતા જ ઘરે પરત ફર્યા છે. ખાસ વાત એ છે કે આટલી ઉંમરે પણ તેઓ પથારીવશ નથી અને જાતે પોતાનું કામ કરવા સક્ષમ છે.

image source

દિવાળીબેનના કેસ વિશે કેટલીક વાતો તો ખરેખર ચમત્કાર જ કહી શકાય. જેમકે 100 વર્ષીય દાદીને બીપી સિવાય અન્ય કોઈ તકલીફ ન હતી. દિવાળીબેનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અહીં પણ જાણે દાદીનો આત્મવિશ્વાસ અને ડોક્ટરોની મહેનત રંગ લાવી હોય તેમ માત્ર સાત જ દિવસની સારવાર બાદ દાદીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. ડોક્ટરોએ નિયમ અનુસાર તેમના ટેસ્ટ કરી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી છે.

image source

આ તો વાત થઈ 100 વર્ષના દાદીને પરંતુ આ પહેલા અહીંના જ રાયખડ વિસ્તારમાં રહેતા 85 વર્ષના યાસ્મીન બેને પણ કોરોનાને મ્હાત આપી હતી. તેમના કેસમાં તો વાત એવી હતી કે યાસ્મીનબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેમને પગમાં ફેકચર હતા. આ સાથે તેમને બીપી સહિતની અનેક બીમારી પણ હતી. આટલી સમસ્યા હોવા છતાં તેઓ કોરોના સામે જંગ જીત્યા હતા. યાસ્મીનબેન લપસી જતાં તેમને પગમાં ફ્રેકચર થયું હતું. જ્યારે તેમને તેની સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે નિયમાનુસાર તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું કે તેઓ કોરોના પોઝિટિવ છે. તેમણે આટલી સમસ્યાઓ વચ્ચે પણ 18 દિવસની સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા. આ બંને કેસ પરથી ચોક્કસથી રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત પર વિશ્વાસ થઈ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત