વિશ્વનું સ્વર્ગ કહેવાતા આ દેશમાં છે 11 નંબરનું અનોખુ મહત્વ, લોકોની દરેક વસ્તુઓ સાથે જોડાયેલ હોય છે નંબર

આપણા દેશમાં 12 અંકને સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે. એટલા માટે ઘણા લોકો કહેતા હોય છે તે તમારા ચહેરા પર 12 કેમ વાગ્યા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી ઘડિયાળ છે, જેમાં ક્યારે 12 વાગતા નથી. તેની પાછળનું સત્ય જાણીને તમને આશ્ચર્ય થશે.

અહીંના લોકોને 11 નંબર માટે ખૂબ જ પ્રેમ છે

image source

આ વિચિત્ર ઘડિયાળ સ્વિટ્ઝરલેન્ડના સોલોથર્નમાં આવેલી છે. આ શહેરના ટાઉન સ્ક્વેર પર એક ઘડિયાળ છે. આ ઘડિયાળમાં કલાકના ફક્ત 11 અંકો જ છે. તેમાંથી નંબર 12 ગાયબ છે. આમ તો અહિંયા ઘણી ઘડિયાળો છે, જેમાં 12 નથી વાગતા.

image source

આ શહેરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંના લોકોને 11 નંબર માટે ખૂબ જ પ્રેમ છે. અહીં જે પણ વસ્તુઓ છે, તેમની ડિઝાઇન 11 નંબરની આસપાસ ફરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શહેરમાં ચર્ચ અને ચેપલ્સની સંખ્યા ફક્ત 11-11 છે. આ સિવાય સંગ્રહાલયો અને ટાવરો પણ 11 નંબરના છે.

11 મો જન્મદિવસ ખાસ રીતે ઉજવે છે

image source

અહિયાના સેન્ટ ઉર્સસના મુખ્ય ચર્ચમાં 11 નંબરનું મહત્વ પણ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. વાસ્તવમાં આ ચર્ચને બનાવવામાં પણ 11 લાગ્યા હતા. અહિયા ત્રણ સીડીઓનો સમૂહ છે અને દરેક સમૂહમાં 11 પંક્તિઓ છે.

image source

આ સિવાય અહીં 11 દરવાજા અને 11 ઘંટડી છે. અહીંના લોકોને 11 નંબર સાથે એટલો લગાવ છે કે તેઓ પોતાનો 11 મો જન્મદિવસ ખાસ રીતે ઉજવે છે. આ પ્રસંગે અપાયેલી ભેટ પણ 11 નંબર સાથે સંકળાયેલ હોય છે.

તેમના જીવનમાં કોઈ ખુશી નહોતી

image source

11 નંબર તરફ લોકોના આવા લગાવ પાછળ સદીઓ જૂની એક માન્યતા છે. એવું કહેવામાં આવે છે કે એક સમયે સોલોથર્નના લોકોએ ખૂબ મહેનત કરતા હતા છતા પણ તેમના જીવનમાં કોઈ ખુશી નહોતી. થોડા સમય પછી અહીંની ટેકરીઓથી એલ્ફ આવવા લાગ્યા અને તેમને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. એલ્ફનું આગમન ત્યાંના લોકોના જીવનમાં ખુશી લાવ્યું હતું. હકીકતમાં, એક નાની પરી વિશેની પૌરાણિક કથાઓ જર્મનીમાં સાંભળવા મળે છે. એવું કહેવામાં આવે છે કે તેમની પાસે અલૌકિક શક્તિઓ હોય છે અને જર્મન ભાષામાં એલ્ફનો અર્થ 11 થાય છે. તેથી સોલોથર્નના લોકોએ 11 નંબરને એલ્ફ સાથે જોડી દીધુ અને ત્યારથી અહીંના લોકોએ 11 નંબરને મહત્વ આપવાનું શરૂ કર્યું.અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત