12th Science Result: બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર, જો તમે રિઝલ્ટથી સંતુષ્ઠ નથી તો તમારી પાસે છે આ વિકલ્પ

લાંબા ઈંતજાર બાદ આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લઈને વિદ્યાર્થઈઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તમને જમાવી દઈએ કે આજે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સૌથી આશ્ચર્યના વાત એ છે કે, બોર્ડના આટલા વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, તો બીજી તરફ B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તો બીજી તપઉ સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે. નોંધનિય છે કે, ધોરણ 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, જો કે તમને જણાવી દઈએ કે, જાહેર થયેલા રિઝલ્ટમાં તેમની માર્કશીટમાં ક્યાંય પણ માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નોંધનિય છે કે વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશીટ જ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે અને શાળાઓ દ્વારા જ વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં આવશે.

આ અંગે જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાતચિત કરવામાં આવી ત્યારે એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે પરિણામ અંગે સરકારે જે ફોર્મેટ જાહેર કર્યું એનાથી પરિણામ માટે અંદાજ હતો. આજે પરિણામ જાહેર થયું, તેથી એની કોપી લેવા આવ્યા છીએ. તો બીજી તરફ પરિણામને લઇને વિદ્યાથીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિણામ બાદ મોટા ભાગના વિદ્યાર્થીઓ એ ચર્ચામાં લાગી ગયા છે કે હવે કોલેજમાં કઈ રીતે પ્રવેશ મેળવવો, કઈ સ્ટ્રીમમાં આગળ વધવું. નોંધનિય છે કે કોરોનાકાળમાં આસરે દોઢ વર્ષ જેટલો સમય શાળા બંધ રહેતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

image source

તો બીજી તરફ ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. એટલુ જ નહીં જો આ પરિણામ જાહેર થયા બાદ કોઈપણ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ જણાય છે તો તે વિદ્યાર્થી પરિણામ જાહેર થયાના 15 દિવસમાં પોતાનું રિઝલ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

નોંધનિય છે કે, આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજશે. મળતી માહિતી પ્રમાણે આ અંગેનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નોંધનિય છે કે, ઘણા હોશિયાર વિદ્યાર્થીઓને લાગે છે કે માસ પ્રમોશનથી તેમને અન્યાય થયો છે તો આવા વિદ્યાર્થીઓને પરિણામ આવ્યા બાદ લાગે કે મારે અલગથી પરીક્ષા આપવી છે તો તે આપી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!