4 દિવસમાં બદલાઇ જશે આ નિયમો, જાણી લો કઇ બાબતો તમને કરશે અસર

દર મહિને અર્થતંત્રને ધ્યાનમાં રાખીને સરકાર કેટલીક નાણાંકીય બાબતોમાં ફેરફાર કરતી રહે છે. નવેમ્બર મહિનાને પૂરો થવામાં ફક્ત 4 દિવસનો સમય રહ્યો છે ત્યારે આપણે જાણી લેવું જોઈએ કે ડિસેમ્બર 2020માં કયા ફેરફારો આવી શકે છે અને તે તમને કેવી રીતે અસર કરી શકે છે. હા ડિસેમ્બર 2020માં તમારે ખાસ બાબતો જેમકે,

image source

RTGSના સમયમાં, રસોઈ ગેસની કિંમતોમાં અને સાથે જ રેલ્વે અને બેંકની લેવડદેવડના નિયમોમાં ધ્યાન આપવાની જરૂર રહેશે. તેમાં આવેલા ફેરફાર ક્યાક તમને ફાયદો કરાવશે અને ક્યાંક નુકસાન. તો જાણો આ તમામ ફેરફારની તમારા ખિસ્સા પર કેવી અસર થશે.

બદલાઈ શકે છે રસોઈ ગેસની કિંમતો

image source

સરકાર દ્વારા દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ એટલે કે એલપીજીના સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. નવા મહિને પણ એટલે કે 1 ડિસેમ્બરે દેશમાં રસોઈ ગેસના ભાવમાં ફેરફાર આવશે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને કર્મશિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં લગભગ 19 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો.

નવા મહિનાથી ચલાવી શકાશે આ નવી ટ્રેન

image source

ભારતીય રેલ્વેએ આપેલી માહિતી અનુસાર કોરોના સંકટમાં પણ હવે 1 ડિસેમ્બરથી અનેક નવી ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. કોરોના સંકટ બાદ રેલ્વે સતત નવી સ્પેશ્યલ ટ્રેન ચલાવી રહ્યું છે. હવે 1 ડિસેમ્બરથી કેટલીક ટ્રેનને ફરી શરૂ કરવામાં આવશે. આ ટ્રેનના લિસ્ટમાં જેમાં ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેલ બંનેના નામ સામેલ છે.

પ્રીમિયમમાં આવી શકે છે ફેરફાર

image source

જે વ્યક્તિઓ વીમો મેળવી ચૂક્યા છે તેમને મોટી રાહત મળી શકે છે. વીમા ધારક 5 વર્ષ બાદ પ્રીમિયમની રકમને 50 ટકા સુધી ઘટાડી શકે છે. એટલે કે પોલિસી અડધી કિસ્ત સાથે ચાલુ રાખી શકાય છે. એટલે કે તમારા ખિસ્સાને થોડી રાહત મળી શકે છે. અને સાથે જ તમે પોતાને સુરક્ષિત પણ રાખી શકો છો.

24 કલાક મળશે RTGSની સુવિધા

image source

આરબીઆઈએ 24 કલાક માટે RTGSની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે ડિસેમ્બરથી બેંકોએ રૂપિયાની લેવડદેવડની સાથે જોડાયેલો નિયમ બદલવાનું નક્કી કર્યું છે. હાલમાં RTGSની આ સુવિધા મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મળે છે પરંતુ હવેથી એટલે કે ડિસેમ્બર 2020થી ગ્રાહકોને 24 કલાક આ સુવિધા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત