વેક્સિનને લઈ સૌથી મોટા સમાચારઃ 45 વર્ષથી મોંટી ઉમરના તમામને આટલી તારીખથી ફ્રી વેક્સિન

દેશના ફરી એકવાર કોરોના વાયરસે માથું ઊંચક્યું છે. એવામાં દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે વેક્સિનેશનને લઈને સારા એક સમાચાર આવી રહ્યા છે.

કેન્દ્ર સરકારે મંગળવારે એટલે કે આજે નિર્ણય કર્યો છે કે 1 એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિ વેક્સિન લગાવી શકશે. આ અંગે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાણકારી આપી છે.અત્યાર સુધી 45 થી 60 વર્ષ વચ્ચેના માત્ર ગંભીર બીમારીવાળા લોકોને જ વેક્સિન આપવામાં આવતી હતી.

image source

આ નિર્ણય અંગે ભારતના કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યુ હતું કે દેશમાં વેક્સિનની કોઈ અછત નથી. લોકોએ ફ્ક્ત પોતાનું રજીસ્ટ્રેશન જ કરાવવાનું રહેશે અને તેમને સરકારી અને પ્રાઈવેટ સેન્ટર પર વેક્સિન આપવામાં આવશે. કેન્દ્રીયમંત્રી એ આગળ કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 4. 85. કરોડ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. આમાંથી 80 લાખ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 32.54 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં લગભગ 10 હજાર સરકારી સેન્ટરો અને હજારો પ્રાઈવેટ સેન્ટરો પર વેક્સિનેશન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે સરકારી સેન્ટરો પર વેક્સિન ફ્રી આપવામાં આવી રહી છે, જ્યારે પ્રાઈવેટ સેન્ટરો પર રુ. 250 પ્રતિ ડોઝના ચાર્જ લઈ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

image source

સમગ્ર દેશમાં કોરોનાના કેસ. ધ્યા છે પણ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સૌથી વધુ વધારો થઈ રહ્યો છે. અહીંયા કોરોનાથી બેકાબૂ બનેલી પરિસ્થિતિનો અંદાજો તે વાતથી જ લગાવી શકાય છે કે દુનિયામાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત 10 દેશો બાદ મહારાષ્ટ્રનો જ નંબર આવે છે. મહારાષ્ટ્ર રાજયમાં અત્યાર સુધીમાં 25.04 લાખ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

આપણા દેશમાં ગઈ કાલે એટલે કે સોમવારે 40,611 કોરોનાના નવ કેસ નોંધાયા હતા, જ્યારે 29,735 સાજા થયા અને 197 મૃત્યુ પામ્યા. તો રવિવારે 47,009 કેસ નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં પ્રથમ વખત નવા કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ પહેલા 14 માર્ચે 26,413 કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 24,437 દર્દીઓ મળી આવ્યા હતાં.

image source

તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 10,676નો વધારો થયો છે. અત્યારે 3, 42, 344 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

તો આજે આ સંખ્યા 3.50 લાખને પાર થઈ શકે છે. દેશમાં અત્યાર સુધી 1,16, 86, 330 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 1,11, 79, 059 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1.60 લાખ લોકોને કોરોના ભરખી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!