Site icon News Gujarat

5 દિવસમાં પહેલીવાર 4 લાખથી ઓછા કેસ, જો કે હજુ પણ ધ્યાન રાખજો…દેશમાં કોરોનાના 3.66 લાખ કેસ નોંધાયા છે નવા

કોરોનાથી મળી થોડી રાહત! 24 કલાકમાં નવા 3.66 લાખ કેસ નોંધાયા, 3754 દર્દીનાં મોત

દેશમાં કોવિડના એક્ટિવ કેસ 37 લાખથી પણ વધુ, 17 કરોડથી વધુ લોકોને કોરોનાની વેક્સીન અપાઈ. દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે સોમવારે રાહતના સમાચાર આવ્યા. નવા દર્દીઓની સંખ્યા 5 દિવસમાં પ્રથમ વખત 4 લાખથી નીચે આવી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 3 લાખ 66 હજાર 317 લોકોમાં કોરોનાએ પુષ્ટિ થઈ. 3 લાખ 53 હજાર 580 લોકો પણ સ્વસ્થ થયા, જ્યારે 3,747 લોકોએ જીવ ગુમાવ્યો. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, એમાં ફક્ત 8,907નો વધારો થયો છે. છેલ્લા 55 દિવસમાં આ સૌથી ઓછા છે. આ પહેલાં 15 માર્ચે 4,103 એક્ટિવ કેસ વધ્યા હતા.

18 રાજ્યમાં લોકડાઉન જેવી પ્રતિબંધો

image source

દેશનાં 18 રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરી. પહેલાંના લોકડાઉન જેવા કડક પ્રતિબંધો છે.

14 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન

દેશનાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો છે, પણ છૂટ પણ છે. આમાં જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગુજરાત સામેલ છે.

કોરોનાં અપડેટ્સ

image source

• આ દરમિયાન ઓડિશાના પ્રખ્યાત શિલ્પકાર અને રાજ્યસભાના સાંસદ રઘુનાથ મહાપાત્રાનું રવિવારે નિધન થયું હતું. તેમને ગયા અઠવાડિયે કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. ત્યાર બાદ તેમની સારવાર ભુવનેશ્વરના એઈમ્સ ખાતે કરવામાં આવી હતી. 1943માં જન્મેલા મહાપાત્રાને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

• વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પંજાબ, કર્ણાટક, બિહાર અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર વાત કરી હતી. આ પહેલાં શનિવારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તામિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે પણ વાત કરી હતી.

• દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવવામાં આવી રહ્યું છે. આવતા સોમવારે સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન અમલમાં રહેશે. કાલથી દિલ્હી મેટ્રો બંધ થશે. 26 એપ્રિલથી દિલ્હીમાં કોરોના કેસ ઘટવા લાગ્યા છે અને છેલ્લા એકથી બે દિવસમાં પોઝિટિવિટી દર 35%થી ઘટીને 23% પર આવી ગયો છે.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

image source

1. મહારાષ્ટ્ર

રવિવારે 48,401 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 60,226 લોકો સ્વસ્થ થયા અને 572 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 51.01 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. એમાં 44.07 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 75,849 લોકો મૃત્યુ પામ્યા છે. 6.15 લાખ દર્દી હાલમાં સારવાર લઈ રહ્યા છે.

2. ઉત્તરપ્રદેશ

રવિવારે 23,333 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 34,636 લોકો સાજા થયા અને 296 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 15.03 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 12.54 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 15,464 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 2.33 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી

દિલ્હીમાં રવિવારે 13,336 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. આ આંકડો પાછલા 39 દિવસમાં સૌથી ઓછો છે. આ અગાઉ 12 એપ્રિલના રોજ 11,491 કેસ નોંધાયા હતા. 14,738 લોકો સ્વસ્થ થયા અને 273 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 13.23 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 12.17 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 19,344 દર્દી મૃત્યુ પામ્યા છે. 86,232 ની સારવાર ચાલી રહી છે.

image source

4. છત્તીસગઢ

રવિવારે, 9,120 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. 13,243 લોકો સાજા થયા અને 189 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 8.51 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 7.14 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,570 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1.26 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત

રવિવારે રાજ્યમાં 11,084 લોકો પોઝિટિવ સામે આવ્યા હતા. 14,770 લોકો સાજા થયા અને 121 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 6.81 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 5.33 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,394 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ત્યાં 1.39 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ

રવિવારે રાજ્યના 11,051 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 4,538 લોકો સ્વસ્થ થયા અને 86 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 6.71 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 5.56 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,420 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 1.08 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version