77 વર્ષીય આ દાદીએ પૌત્રને સાથે આપીને હોમમેડ ગુજરાતી ફૂડનું કર્યુ સ્ટાર્ટઅપ, જે આજે પહોંચી ગયા ટોપ પર, કમાણી તો જાણો

૭૭ વર્ષની ઉમર ધરાવતા દાદીએ પૌત્રની સાથે મળીને લોકડાઉન દરમિયાન હોમમેડ ગુજરાતી ફૂડનું સ્ટાર્ટઅપ કર્યું, જેનાથી હવે કરી રહ્યા છે દર મહીને ૨ થી ૩ લાખ રૂપિયાનું ટર્નઓવર.

મુંબઈમાં રહેતા ઉર્મિલા જમનાદાસ સકારાત્મકતા અને પ્રેરણાના પ્રતિક સમાન છે. ૭૭ વર્ષની ઉમરમાં પણ ઉર્મિલાબેનનો જોશ અને ઝનુન જબરદસ્ત છે. ઉર્મિલાબેન દરરોજ સવારના ૬ વાગે ઉઠી જાય છે. પોતાનો નિત્યક્રમ પતાવી લીધા બાદ કિચનમાં જાય છે અને અહિયાથી જ પોતાના વ્યવસાયિક કામની શરુઆત કરી દે છે. ઉર્મિલાબેન સુકા નાસ્તા, ગરમ નાસ્તા, ઢોકળા, નમકીન, અલગ અલગ પ્રકારની કુકીઝ, અથાણા અને ઘણી બધી ગુજરાતી વાનગીઓ તૈયાર કરે છે.

image source

ત્યાર બાદ તેના પેક કરીને મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ડીલીવરી કરવામાં આવે છે. ફક્ત એક વર્ષમાં જ ઉર્મિલાબેનના કિચનની સુગંધ મુંબઈની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં પણ પ્રસરી ગઈ છે. ઉર્મિલાબેનના કિચનની સુગંધ છેક લંડનમાં રહેતા તેમના સગાઓ પણ ફેન બની ગયા છે. આ બિઝનેસ કરીને ઉર્મિલાબેન પ્રતિ માસ ૨ થી ૩ લાખ રૂપિયાનો બિઝનેસ કરે છે.

એક પછી એક ઘણા સેટબેક મળ્યા.

ખરેખરમાં, ઉર્મિલાબેનની સફરમાં ઘણા ઉતારચઢાવ અને સંઘર્ષથી ભરેલ ઘણા વળાંક આવ્યા છે. પણ ઉર્મિલાબેનએ એટલી જ ઝીંદાદિલીથી ઉર્મિલાબેનએ તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. લગ્નના થોડાક વર્ષ જ પસાર થયા હતા કે, ત્યાં જ એક અકસ્માતમાં ઉર્મિલાબેનની અઢી વર્ષની દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું. દીકરીના મૃત્યુ થયાને થોડાક વર્ષ પછી જ ઉર્મિલાબેનના મોટા દીકરાનું બ્રેઈન ટ્યુમરના લીધે મૃત્યુ થઈ ગયું. હજી ઉર્મિલાબેન આ આઘાત માંથી બહાર આવ્યા જ હતા ત્યાં જ કેટલાક વર્ષો પછી ઉર્મિલાબેનના નાના દીકરાનું પણ હાર્ટએટેક આવી જવાથી મૃત્યુ થઈ ગયું.

image source

ઉર્મિલાબેન માટે નાના દીકરાની મૃત્યુ સૌથી મોટો આઘાત હતો પરિવારની આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી હતી, ત્યાં જ ઉપરથી એક પછી એક આઘાત. તેમ છતાં ઉર્મિલાબેનએ તમામ મુશ્કેલીઓનો સામે સરેન્ડર નહી કરતા દ્રઢતાથી સામનો કર્યો. ઉર્મિલાબેનના પતિ પ્રાઈવેટ નોકરી કરતા હતા. તેમની એટલી આવક ણ હતી કે, તેઓ પરિવારનો ખર્ચ ચલાવવાની સાથે સાથે બંને પૌત્ર- પૌત્રીને સારું શિક્ષણ આપી શકે. એટલા માટે ઉર્મિલાબેનએ આગળ આવીને જવાબદારી ઉઠાવે છે. ઉર્મિલાબેન હંમેશાથી જ ભોજન બનાવવાનો શોખ ધરાવતા હોવાથી તેઓ તમામ પ્રકારની ગુજરાતી વાનગીઓ બનાવતા હતા. કેટલાક વર્ષો માટે ઉર્મિલાબેન એક સગાના મધ્યમથી લંડન ચાલ્યા ગયા હતા. લંડનથી ઉર્મિલાબેન પરિવારના ભરણ- પોષણ માટે પૈસા મોકલતા હતા.

સમય ઉર્મિલાબેનની પરીક્ષા લઈ રહ્યો હતો.

image source

વર્ષ ૨૦૧૨માં ઉર્મિલાબેનના પૌત્ર હર્ષએ એમબીએ કર્યું અને એક ટુરીઝમ કંપની સાથે કામ કરવા લાગે છે. ત્યાર બાદ ઉર્મિલાબેન પાછા મુંબઈ આવી જાય છે. આ સમય દરમિયાન ઉર્મિલાબેનએ પોતાની પૌત્રીના લગ્ન પણ કરાવી દીધા. બધું જ ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યું હતું. હર્ષે નોકરી છોડીને ગીફ્ટિંગ પ્રોડક્ટ્સનો ધંધો શરુ કર્યો હતો. તેમાં હર્ષને સારી આવક થઈ રહી હતી. પણ વર્ષ ૨૦૧૯માં હર્ષ એક અકસ્માતનો ભોગ બને છે અને તે ગંભીર રીત ઘાયલ થાય છે એટલે તેને ઘણા બધા દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ થવું પડે છે. જેના પરિણામે હર્ષનો બિઝનેસ પણ બંધ થઈ જાય છે અને ઘરની પરિસ્થિતિ એક વાર ફરીથી ત્યાની ત્યાં જ આવી જાય છે અને સમય ઉર્મિલાબેનની પરીક્ષા લે છે.

મુસીબતોનું શું છે એ તો આવે ને ચાલી જાય.

image source

ઉર્મીલાબેનનો પૌત્ર હર્ષ કહે છે કે, એ અકસ્માત થયા બાદ હું માનસિક રીતે ખુબ મુશ્કેલીમાં રહેતો હતો. મારા મોઢાના અપર લીપ્સ ગુમાવી દીધા હતા. જેના લીધે મારો દેખાવ થોડો ઘણો વિચિત્ર થઈ ગયો હતો, પણ તે સમયે દાદી મારી હિંમત વધારતા અને કહેતા હતા કે, અપર લીપ્સ કપાઈ જવાથી અને બિઝનેસ બંધ થઈ જવાથી કોઈ જીવન થોભી નથી જતું. મુસીબતોનું શું છે એ તો આવે ને જાય. તું શિક્ષિત છે, ટેલેન્ટેડ છે, પ્રયત્ન કર, સફળતા જરૂરથી મળશે.

image source

દાદીએ બનાવેલ અથાણાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યા તો ઓડર્સ મળવા લાગ્યા.

હર્ષના દાદી ઉર્મિલાબેન દર વર્ષે ગુજરાતી અથાણા બનાવતા હતા. ગયા વર્ષે પણ ઉર્મિલાબેનએ કેરીના ઘણા અથાણા બનાવ્યા. કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવાથી તેઓ ઘરે જ રહેતા હતા. આ સમય દરમિયાન હર્ષના મનમાં વિચાર આવે છે કે, દાદીએ બનાવેલ અથાણા અન્ય લોકો સુધી પહોચાડવામાં આવે. હર્ષ આ વાત ઉર્મિલાબેનને કરે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી દે છે. ત્યાર બાદ એક પછી એક ઘણી બધી વ્યક્તિઓ ઓડર્સ કરવા લાગ્યા. આ ઘટના હર્ષ અને ઉર્મિલાબેન બંને માટે સુખદ વળાંક સાબિત થાય છે અને અહિયાથી ઉર્મિલાબેનના હોમમેડ સ્ટાર્ટઅપની શરુઆત થાય છે. .

image source

હર્ષનું કહેવું છે કે, હવે જયારે માંગ વધવા લાગી છે તો અમે વસ્તુઓમાં પણ વધારો કરી દીધો છે. અથાણાની સાથે સાથે કોરો અને ગ્ર્મ્નાસ્તો પણ હવે લોકો સુધી પહોચાડી રહ્યા છે. ધીરે ધીરે તેનો વ્યાપ વધાર્યો છે અને કેટલાક મહિનાઓ બાદ ‘ગુજ્જુબેનના નાસ્તા’ ના નામથી હવે પોતાની એક દુકાન પણ ખોલી દીધી છે. અમે ગુજરાતી સમાજ માંથી આવતા હોવાથી અ ‘ગુજ્જુબેનના નાસ્તા’ નામ રાખ્યું છે. એનો અર્થ એવો થાય છે કે, ગુજરાતના બહેનના હાથે બનેલો નાસ્તો. અહિયાં અમે દાદીએ બનાવેલી બધી જ વસ્તુઓ રાખીએ છીએ.

લોકો દુકાને આવીને પણ અમારી વસ્તુઓની ખરીદી કરે છે તેમજ અમે ઓનલાઈન પણ વેચાણ કરી રહ્યા છીએ. જો કે, ગરમ નાસ્તાની ડીલીવરી ફક્ત મુંબઈ સુધી જ મર્યાદિત રાખી છે પરંતુ દાદી દ્વારા બનાવવામાં આવતી ચિપ્સ, અથાણા, કુકીઝ, ખાખરા જેવા નાસ્તા ઓનલાઈન મુંબઈની બહાર પણ મોકલી રહ્યા છીએ.

આ બધી જ વાનગીઓ બનાવવાનું કામ ઉર્મિલાબેન પોતે કરે છે. ત્યારે હર્ષ માર્કેટિંગ અને એકાઉન્ટનું કામકાજ સંભાળે છે. આની સાથે જ ઉર્મિલાબેનની મદદ કરવા માટે બે મહિલાઓ અને ત્રણ યુવાનોને નોકરી પર રાખ્યા છે. ઉર્મિલાબેનની બંને પુત્રવધુઓ પણ આ કામમાં ઉર્મિલાબેનને મદદ કરે છે.

image source

હર્ષનું કહેવું છે કે, દાદીને બે વાર હાર્ટ એટેક પણ આવી ગયા છે. દાદીની ઉમર પણ વધારે થઈ ગઈ છે તેમ છતાં દાદીના ચહેરા પર તેની અસર પણ જોવા મળતી નથી. ઘણી બધી વાર એવું થયું છે જયારે ઓડર્સ વધારે આવી જાય છે અને અમે લોકો હેરાન થતા હોઈએ છીએ કેવી રીતે આટલા બધા ઓર્ડર પુરા થશે અને આટલું બધું કેવી રીતે બનાવી શકાશે અને ડીલીવરી પણ કેવી રીતે થશે. આવા સમયે દાદી એવું કહે છે કે, કુલ રહો, બધું જ થઈ જશે અને દાદી સમયસર કામ પણ પૂરું કરી દે છે. આ બધું જ જોઈને અમારું પણ મનોબળ વધી જાય છે.

હર્ષ વધુ જણાવતા કહે છે કે, અમારી પાસે જગ્યા અને પાયાની જરૂરીયાતોની અછત હોવાના લીધે અમે ઘણા બધા લોકો સુધી અમારી વસ્તુઓને પહોચાડી શકતા નથી. હવે અમારા સ્ટાર્ટઅપને એક વર્ષ થઈ ગયું છે અને ઉપરથી કોરોના વાયરસ સંક્રમણ અને તેના લીધે લોકડાઉનના પ્રતિબંધો છે. એટલા માટે અમે લોકો મુંબઈની બહાર નાસ્તાની ડીલીવરી કરવા સક્ષમ નથી. જો કે, અત્યારે કેટલીક કુરિયર કંપનીઓ સાથે અમે વાતચીત કરી રહ્યા છીએ. અમને આશા છે કે, આવનાર કેટલાક મહિનાઓમાં જ અમે મુંબઈની બહાર પણ ડીલીવરી કરી શકીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!