7 વર્ષ સુધી યુવરાજ સિંહને 12માં નંબરનાં ખેલાડી તરીકે રાખનાર ક્રિકેટ મેનેજમેન્ટને ખેલાડીએ હવે કહ્યાં આવા શબ્દો

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને ક્રિકેટ મેનેજમેન્ટથી પહેલેથી જ કઈકને કઈક ફરીયાદ રહી જ છે. તેની સાથે બનેલાં આવા પ્રસંગો વિશે તે હવે ખુલ્લેઆમ વાત કરે છે. જો કે હવે તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે છતાં પણ ઘણી વખત આવી વાતો સામે આવી છે કે જેનાં પરથી તેને લાગ્યું કે ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેંટ તેની કારકિર્દીના સમયમાં તેમની સાથે જે રીતે વર્તન કર્યું છે તે યોગ્ય નથી અને તે આ વાતથી નારાજ છે.

image source

મળતી માહિતી મુજબ યુવરાજ સિંહે વર્ષ 2019માં ક્રિકેટમાંથી નિવૃતી લઈ લીધી છે અને હવે તે ક્રિકેટમાં બહુ સક્રિય પણ જોવા મળી રહ્યો નથી કેમ કે તેને આઈપીએલમાં પણ લેવામાં આવ્યો નથી. વાત કરીએ એક ભારતના આ શાનદાર ડાબોડી બેટ્સમેનની વિશે તો એક સમયે તેની કારકીર્દિ ઘણી સરસ હતી અને તે મેચમાં મધ્યમ ક્રમનો એક બેજોડ ખેલાડી સાબિત થયો હતો. જો કે યુવરાજ સિંહ વધુ ટેસ્ટ ક્રિકેટ રમી શક્યો ન હતો જેનો અફસોસ કદાચ તેને આખી જિંદગી રહેશે. જ્યારે યુવરાજ સિંહ ક્રિકેટ રમતો હતી તે સમયે ટી -20 મેચ વધારે લોકપ્રિય હતું નહી અને ટેસ્ટ રમવું તે ખૂબ સારું ગણાતું હતું.

image source

ટેસ્ટ મેચ તે સમયે પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સર્વોચ્ચ માનવામાં આવતી હતી. યુવરાજે પોતાની શાનદાર બેટિંગથી જ્યારે છ છગ્ગા ફટકાર્યા હતા ત્યારે આખું સ્ટેડિયમ તેનું દીવાનું થઈ ગયું હતું. આ પછી આ ખેલાડીનું કરિયર બનાવવા તેને મોકો ન મળતાં તેની કારકિર્દી અધૂરી રહી ગઈ હોય તેવું લાગે છે. યુવરાજે કહ્યું હતું કે તેને 7 વર્ષ સુધી 12માં નંબરનાં ખેલાડી તરીકે જ પસંદ કરવામાં આવ્યો અને તે ક્રિકેટ રમી શક્યો નહી. આ વાત પર અફસોસ કરતાં તેણે કહ્યું હતું કે હવે તો લાગે છે કે આવતાં જન્મમાં જ ક્રિકેટ રમવાનો મોકો મળશે.

image source

આ સાથે આજે પણ પરિસ્થિતિ એ છે કે જે ખેલાડી સારી ટેસ્ટ મેચ નહીં રમે તે તેની લોકપ્રિયતા હોવા છતાં ક્રિકેટ જગતમાં તેને ઉંચો દરજ્જો આપવામાં આવતો નથી પછી ભલે તે કેટલો પણ લોકપ્રિય કેમ હોય. આમ જોવા જઈએ તો તમારામાં આવડત કેટલી છે તેનો સાચો ખ્યાલ ત્યારે જ આવે કે જ્યારે તમારી પાસે સૌથી લાંબી ફોર્મેટમાં ક્રિકેટની પરીક્ષા આપવાની હોય. જાણવા મળ્યું છે કે શુક્રવારે યુવરાજસિંહે ફરી એકવાર ભારતીય ટીમ મેનેજમેન્ટ પર હળવા શબ્દોમાં નિશાનો તાક્યો હતો. તેણે ક્રિકેટ મેનેજમેન્ટ ટીમને કહ્યું હતું તેને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે વધુ તક આપવામાં આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!