હોસ્પિટલમાંથી જવાબ મળે કે બેડ નથી, લેબમાં 3-3 દિવસને સેમ્પલ પણ ટેસ્ટ વિના પડ્યા છે.. આવામાં દર્દીઓ સારવાર વિના જ પામે છે મૃત્યુ

દિલ્હીની હોસ્પિટલોમાં દર્દીની સારવાર ન થઈ રહી હોવાની જે ફરિયાદો આજે ચર્ચાનો વિષય છે તેનો વધુ એક દાખલો પ્રકાશમાં આવ્યો છે. જો કે આ ઘટનામાં મહિલા દર્દી કોરોના પોઝિટિવ હતી પરંતુ દર્દી આઠ માસની ગર્ભવતી હતી. ડોક્ટરોની બેદરકારીના કારણે મહિલા અને ગર્ભસ્થ બાળક બંનેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાથી એક પરીવાર વેરવિખેર થઈ ચુક્યો છે.

image source

આ દુખદ ઘટના દિલ્હીના રાજીવ સાથે બની છે. દિલ્હીના શહાદરામાં રહેતા રાજીવે તેના જીવનને વેર વિખેર ઘટના વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે 28 મેના રોજ તેની પત્ની મોનિકાને ટાઈફોડ હોવાની પુષ્ટી થઈ હતી તેનું હીમોગ્લોબિન પણ ઓછું થઈ ગયું છે. તે ગર્ભવતી હતી અને આઠમો મહિનો ચાલી રહ્યો હતો. તેવામાં ડોક્ટરોએ જણાવ્યું કે તેનો કોરોના ટેસ્ટ કરાવો. તેમણે 29 મેના રોજ મોનિકાનો કોરોના ટેસ્ટ કરાવ્યો.

image source

30 મેની સાંજે રિપોર્ટ આવ્યો અને તે પોઝિટિવ હોવાની વાત સાથે હોસ્પિટલ તરફથી જણાવાયું કે તેમને ત્યાં કોરોનાની સારવાર થતી નથી. દિલ્હીની યશોદા હોસ્પિટલમાંથી આવી રીતે વાત કરવામાં આવતા રાજીવે એક પછી એક હોસ્પિટલમાં ફોન કરવાનું શરૂ કર્યું. રાત્રે એક વાગ્યા સુધી તેણે ફોન કર્યા. દિલ્હી સરકારે જે નંબર જાહેર કર્યા તે તમામ હોસ્પિટલે દર્દીને એડમિટ કરવાની ના કહી દીધી. જ્યાં પણ ફોન કરે ત્યાં બેડ ફુલ હોવાનું કહી દેવામાં આવ્યું.

image source

અંતે તે 30 મેના રોજ રાત્રે 1 વાગ્યે પત્નીને લઈને તેના નાના ભાઈ સાથે ગુરે તેગ બહાદૂર હોસ્પિટલ પહોંચ્યા. અહીં હોસ્પિટલ ડોક્ટરે તેમને ફરીથી સેમ્પલ આપવા અને બીજીવાર કોરોના ટેસ્ટ કરવા કહ્યું. આ હોસ્પિટલમાં સેમ્પલ આપવા ગયા તો ખબર પડી કે અહીં તો ત્રણ દિવસ અગાઉના લીધેલા સેમ્પલ પણ પેન્ડિંગ છે. સેમ્પલ કલેક્ટ કરતી વ્યક્તિએ તો ત્યાં સુધી કહ્યું કે સેમ્પલ રાખવાની પણ જગ્યા નથી. આ વાતની જાણ રાજીવે ડોક્ટરને કરી અને કહ્યું કે અગાઉના રીપોર્ટના આધારે તેની પત્નીને એડમિટ કરી લો. તે સમયે ડોક્ટરે તેમને LNPG હોસ્પિટલ લઈ જવા કહી દીધું.

image source

આ ઘટના બની ત્યાં સુધીમાં રાત્રિના 3 વાગ્યા હતા. તેઓ થાકી અને પત્ની સાથે ઘરે આવી ગયા. ત્યારપછી રાજીવ સવારના 7 વાગ્યા સુધી અલગ-અલગ પ્રાઈવેટ હોસ્પિટલમાં ફોન કરતો રહ્યો. પરંતુ દરેક જગ્યાએ એ જ જવાબ મળ્યો કે બેડ ખાલી નથી. અમુક હોસ્પિટલે તો એવું કહ્યું કે સરકારે તેને કોરોનાની સારવાર કરવાની પરમીશન આપી નથી.

આ ઘટનાક્રમ 31 સુધી ચાલ્યો અંતે મેક્સ હોસ્પિટલમાં બેડ ખાલી હોય અને તે હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાની હા કહેતા તેઓ 31 મેના રોજ સવારે 9.30 પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યા. જો કે હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોને જાણ કરવામાં આવી કે મોનિકાનું હિમોગ્લોબીન ઓછું છે અને આઠ મહિનાનો ગર્ભ છે તો ડોક્ટરોએ બેડ ખાલી નથી તેમ કહી તેને દાખલ કરવાની ના કહી દીધી.

ફરી ત્યાંથી રાજીવ મોનિકાને લઈ LNGP હોસ્પિટલ ગયો. અહીં 2 કલાક ઔપચારિકતા પછી તેને એક કોમન રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા. જો કે 24 કલાકમાં પત્નીને કોઈ સારવાર મળી નહીં ત્યારે રાજીવે ડોક્ટરને કહ્યું કે પત્નીને કોઈ જોવા માટે આવ્યું નથી. તેની સારવાર થઈ રહી નથી. તો ડોક્ટરોએ કહી દીધું કે પ્રોસિઝર પ્રમાણે કામ થઈ રહ્યું છે.

1 જૂનની રાત્રે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. પછી મોનિકાને ICU માં શિફ્ટ કરી દેવાઈ. બીજા દિવસે તેની તબિયતમાં સુધારો જણાયો. રાત્રે મોનિકાએ રાજીવને પાણી પહોંચાડવા ફોન કર્યો. રાત્રે રાજીવ ઘરેથી પાણી આપવા હોસ્પિટલ ગયો. રાજીવ હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધી મોનિકા તરસતી હતી. 3 તારીખનો દિવસ પણ આમ જ નીકળી ગયો. તેના બીજા દિવસે એટલે 4 જૂને સાંજે ડોક્ટરે તેને એક ઈન્જેક્શન આપ્યું હતું.

image source

આ દિવસે 12 વાગે તે ઘરે પરત આવ્યો અને રાત્રે ત્રણ 3 વાગે ફોન આવ્યો કે પત્નીની તબિયત વધારે ખરાબ છે અને તેને વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવી છે. રાજીવ તુરંત હોસ્પિટલ પહોંચી ગયો. આ દિવસે સવારે આઠ વાગ્યે ડોક્ટરે મને કહ્યું કે, તે મોનિકાને બચાવી ન શક્યા. રાજીવે તેના બાળક વિશે પુછ્યું ત્યારે ડોક્ટરે કહ્યું કે માતા અને બાળક બંનેના મોત થયા છે. બપોરે 12 વાગે મારી પત્નીનો મૃતદેહ લઈને હોસ્પિટલવાળા જ સ્મશાન જતા રહ્યા.

રાજીવ અને મોનિકાના લગ્ન અઢી વર્ષ પહેલાં થયા હતા. આ તેમનું પહેલું બાળક હતું. બાળક માટે ઘણાં સપના જોયા હતા પરંતુ હોસ્પિટલની બેદરકારીએ બધુ ધુળધાણી કરી નાખ્યું. હાલ રાજીવ અને તેના પરીવારના અન્ય લોકો કોરોન્ટાઈન છે. તેમના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે પરંતુ રિપોર્ટ હજી સુધી નથી આવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત