Site icon News Gujarat

કોરોના સામેની જંગ હજુ ચાલી રહી છે ત્યાં આ 9 રાજ્યોમાં બર્ડ ફ્લૂએ ઉચક્યું માથું, વિગતો જાણીને ફાટી જશે આંખો

દિલ્લી બાદ મહારાષ્ટ્રના કેટલાએ જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ – 9 રાજ્યોમાં ફેલાયો બર્ડ ફ્લૂ

કોરોના હજુ ગયો નથી ત્યાં બર્ડ ફ્લૂનુ સંકટ વધતું જ જઈ રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 9 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ગઈ છે. નવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે જ્યાં કાનપુરના પ્રાણી સંગ્રહાલયમાં મૃત્યુ પામેલા પક્ષીઓના સેંપલ પોઝિટિવ આવવાથી લખનૌમાં ચિંતા છવાઈ ગઈ છે. આ ઉપરાંત દિલ્લી અને મહારાષ્ટ્રમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. આ પહેલાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને કેરલમાં બર્ડ ફ્લૂના મામલા સામે આવી ગયા છે.

image source

આઈસીએઆર – એનઆઈએચએસએડીના પરીક્ષણ રિપોર્ટથી પુષ્ટિ થઈ છે કે મુંબઈ, ઠાણે, પરભણી, બીડ, અને રત્નાગિરીના દોપાલીમાં પક્ષિઓના મૃત્યુ બર્ડ ફ્લૂના કારણે થયા છે. પશુપાલન સચિવ અનૂપકુમારનું કેહવું છે કે કલેક્ટરોને સતર્કતા વધારવા માટે કહેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના કેટલાએ જિલ્લાઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. હવે બર્ડ ફ્લૂની ઝપેટમાં નવ રાજ્યો આવી ચુક્યા છે. દિલ્લીમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ગઈ છે. એનિમલ હસબેન્ડરી વિભાગના જણાવ્યા પ્રમાણે, જાલંધર મોકલવામાં આવેલા 8 સેમ્પલ પોઝિટિવ મળ્યા છે.

image source

કાનપુર પ્રાણી સંગ્રહાલયમાં બર્ડ ફ્લૂના ભણકારા

યુપીમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી કાનપુરથી થઈ છે, જ્યાં પ્રાણી સંગ્રહાલયમાં ચાર મરેલા પક્ષિઓના અહેવાલો પોઝિટિવ આવ્યા છે. ત્યાર બાદ પ્રાણી સંગ્રહાલયને સીલ કરી દેવામાં આવ્યું છે. કાનપુર પ્રાણી સંગ્રહાલયમાં બે દિવસમાં 10 પક્ષીઓ મરેલા મળ્યા હતા. હવે તે વાડાના બધા જ પક્ષીઓને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાનપુર પ્રશાસને આખા વિસ્તારને રેડ ઝોન ઘોષિત કરી દીધો છે. જ્યાં લોકોના આવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

image source

એલર્ટ પર લખનૌનું પ્રાણી સંગ્રહાલય

કાનપુરની અસર રાજધાની લખનૌમાં પણ જોવા મળી રહી છે, અહીં સૌથી વધારે ચિંતા લખનૌના પ્રાણી સંગ્રહાલયને લઈને છે. બર્ડ ફ્લૂનો વધતા જઈ રહેલા વિસ્તાર બાદ નવાબ વાજિદ અલી શાહ પ્રાણી ઉદ્યાન એલર્ટ પર છે. પ્રાણી સંગ્રહાલયમાં બધા જ પક્ષિઓના વાડાને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. અંદર બહાર ચૂનો છાંટવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પક્ષિઓના ખોરાકમાં ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે. સાવધાનીરૂપે વિટામીન અને મિનરલનું પ્રમણ વધારવામાં આવ્યું છે.

image source

મધ્ય પ્રદેશના 9 જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ

મધ્ય પ્રદેશમાં બર્ડ ફ્લૂની પુષ્ટિવાળા જિલ્લાની સમસ્યા વધી રહી છે. મંદસૌર અને નીમચમાં પણ વાયરસ કન્ફર્મ થઈ ગયો છે. પણ સરકાર દરેક તકેદારી રાખી રહી છે. ઇંદોરમાં એક પોલ્ટ્રી ફાર્મમાં સાડા ચારસો મરઘીઓને મારી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યના 9 જિલ્લાઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટી થઈ ગઈ છે. તેમાં ઇંદોર, મંદસૌર, આગર-માલવા, નીમચ, દેવાસ, ઉજ્જૈન, ખાંડવા, ખરગૌન અને ગુના જિલ્લાનો સમાવેશ થાય છે.

image source

રાજસ્થાનમાં સામે આવ્યો પહેલો કેસ

પક્ષિઓના મૃત્યુની પહેલી ખબર 25 ડિસેમ્બરે પહેલીવાર રાજસ્થાનના ઝાલાવાડમાંથી આવી હતી. હવે રાજસ્થાનના 11 જિલ્લા બર્ડ ફ્લૂની ઝપેટમાં આવી ગયા છે. તેમાં સવાઈ માધોપુર, પાલી, દૌસા અને જૈસલમેરનો પણ સમાવેશ થાય છે. સવાઈ માધોપુરમાં મરેલા કાગડામાં બર્ડ ફ્લૂનો એચ 5 સ્ટ્રેન મળ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 70 પક્ષીઓના મૃત્યુ થયા છે, જિલ્લામાં કાગડાઓ સહિત, મોરનો પણ સમાવેસ થાય છે. સવાઈ માધોપુરમાં બર્ડ ફ્લૂની પુષ્ટી થવાથી રણથંભોર વન પ્રશાસન પણ એલર્ટ છે.

Source: aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version