રોજ બદલાય છે મેનુ, 700 કુતરાઓ અને 45 ગલુડિયાઓ દરરોજ આ ભાઇની આવવાની રાહ જોઇને બેસી રહે છે

રોજ બદલાતા મેનુ માટે, ૭૦૦ કુતરા રોજ એમના આવવાની રાહ જોતા બેસી રહે છે

image source

કોરોના મહામારીના કારણે દેશમાં જ્યારે સતત લોકડાઉન લગાડવામાં આવ્યું ત્યારે નોઈડામાં રહેનારા એક ૨૮ વર્ષના યુવા સાવ પોતાના કામ કાજથી દુર થઇ ગયા હતા. કારણ કે લોકડાઉન દરમિયાન એમની ઓફીસ અને વ્યવસાયનું કામ સંપૂર્ણ પણે બંધ રહી ગયું હતું. આવા સમયે એક તરફ કામકાજ બંધ હતું તો બીજી તરફ એમની પાસે અઢળક ફ્રી સમય હતો.

ફાજલ સમયમાં સેવા કાર્યનો વિચાર આવ્યો

આ યુવકે ફાજલ પડેલા આ સમયને પસાર કરવાનો યોગ્ય વિકલ્પ શોધ્યો અને મહોલ્લાના કુતરાઓને જમાડવાનું નક્કી કર્યું. આ યુવાનું માનવું છે કે જ્યારે અનેક લોકોનું જીવન કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયું છે ત્યારે પશુઓની સ્થિતિ પણ એવી જ છે. આવા સમયે આ કુતરાઓ હોટેલ, રેસ્તરાં અને લોકોના ઘરના વધેલા ખાવા પર નિર્ભર રહેતા હતા, જે લોકડાઉનમાં બંધ હતા. એવામાં આ પ્રાણીઓને જમાડનારા લોકોએ પણ ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું છે.

વિદિત ઓટોમોબાઇલ કંપનીમાં મેનેજર છે

image source

ANIના એક એહેવાલમાં જણાવ્યા મુજબ, આવા મુશ્કેલીના સમયે વિદિત શર્મા કે જેઓ નોઇડાની એક ઓટોમોબાઇલ કંપનીમાં મેનેજર છે. લોકડાઉન દરમિયાન વિદિત શર્માએ પોતાના મહોલ્લાના કુતરાઓને સવાર સાંજ ખવડાવવાનું નક્કી કર્યું હતું. એમનું માનવું છે કે જે ડોગ આપણા બેસ્ટ ફ્રેન્ડ ગણાય છે, એવા ડોગને મુશ્કેલીના આ સમયમાં જ દોસ્તીનો કરજ ચૂકવવાનો અવસર આપણને મળ્યો છે.

૭૦૦ કુતરા અને ૪૫ ગલુડિયાને જમાડે છે

image source

મળતી માહિતી મુજબ પાછળના બે મહિનાથી તેઓ આ કુતરાઓને દિવસમાં બે વખત માંગ્યા સિવાય જમાડી રહ્યા છે. જો કે શરૂઆતમાં વિદિતે માત્ર ચાર કુતરાઓને જમાડવાથી શરૂઆત કરી હતી. જે સંખ્યા હવે વધીને ૭૦૦ જેટલી થઇ ચુકી છે. એમણે જણાવ્યું હતું કે હાલમાં તેઓ ૭૦૦ કુતરાઓને અને ૪૫ જેટલા પપ્પી (ગલુડિયા) ને જમાડે છે.

ઓફીસ ચાલુ હોવા છતાં એમણે આ કામ ચાલુ રાખ્યું છે

image source

જો કે વિદિતે આ અંગે જણાવતા કહ્યું હતું કે તેઓ રોજ ૧૦૦ કિલો ચોખા રાંધે છે, જેમાં એ સોયાબીન અને ૨૦૦ ઈંડા પણ મિલાવે છે. જો કે કુતરાઓને પણ તેઓ આ જ જમવાનું આપે છે. આ સાથે જ કુતરાઓ માટે દળિયું અને રોટલી પણ બનાવે છે. સૌથી વધારે ખાસ વાત તો એ છે કે કુતરાઓ માટે રાંધવામાં આવતા નિયમિત ભોજનનું મેનુ રોજ બદલાય છે. એમણે આ અંગે જણાવ્યું છે હવે આ કુતરાઓ રોજ તેમની રાહ જોવે છે, જો કે લોકડાઉન હવે ખુલી ચુક્યું છે. અનલોક ૧ પછી ઓફીસ પણ ચાલુ થઇ ચુકી છે. આમ છતાં એમણે પોતાનું આ કાર્ય ચાલુ રાખ્યું છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત