આ 4માંથી 1 કામ રોજ કરવાથી દૂર થશે તમારા ઘરનો કંકાસ, આજથી જ કરો શરૂ

કહેવાય છે કે ઘર હોય ત્યાં વાસણ ખખડે જ છે. પરંતુ જો રોજ જ આ વાસણ ખખડતા રહે તો તે તમારા ઘરની આર્થિક અને સામાજિક સ્થિતિ માટે તથા તમારી હેલ્થ માટે સારું નથી. જે ઘરમાં કંકાસ રહે છે ત્યાં ભગવાન પણ વાસ કરતા નથી. પછી આ માટે ભલે તમે ગમે તેટલી પૂજા અર્ચના કરી લો.

image source

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શાંતિ ઈચ્છે છે. ઘરની ખુશી જળવાઈ રહે અને સાથે જીવનમાં પ્રગતિ આવે તે માટે તેઓ અનેક પ્રયાસ કરી લેતા હોય છે. પરિવારમાં ક્લેશ આવે ત્યારે જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે. ગૃહક્લેશથી બચવા માટે અને તેને ઘટાડવા માટે અનેક ઉપાયો જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે. આજે અમે આપને કેટલાક ખાસ ઉપાયો જણાવી રહ્યા છીએ જે તમને ઘર કંકાસમાંથી ઝડપથી રાહત અપાવશે.

આ ખાસ ઉપાયો કરવાથી મળે છે ઘર કંકાસમાંથી ઝડપથી રાહત અને દેવો રહેશે તમારા ઘર પર મહેરબાન. તો આજથી શરૂ કરો આ ખાસ ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય.

image source

ઘરમાં પૂજાના સ્થાને ઘીનો દીવો કરો. કપૂર અને અષ્ટગંધાની સુગંધ રોજ ઘરમાં ફેલાવો. ગુરુવાર અને રવિવારે ગોળ અને ઘી મિક્સ કરીને તેને ધૂપિયામાં સળગાવો. તેનાથી પણ વાતાવરણ સુગંધિત બનશે.

image source

રાતે સૂતા પહેલાં ઘીમાં કપૂરને ડૂબાડીને તેને સળગાવો. તેનાથી ચિંતાથી મુક્તિ મળશે અને સરસ ઊંઘ આવશે. આ સાથે શરીરને સાફ રાખો તે પણ જરૂરી છે.

image source

મહિનામાં 2 વાર કોઈ પણ દિવસે ઘરમાં લોબાનકે ગૂગળની ધૂણી કરો. તેનાથી ઘરની હવામાં ફેરફાર આવે છે અને સાથે જ બીમારીઓ પણ દૂર રહે છે. સાથે ઘરમાંથી કંકાસને જાકારો મળે છે.

image source

સુગંધ આપણી ભાવનાઓની સાથે જોડાયેલી હોય છે. તે ખાસ કરીને મનને પ્રભાવિત કરે છે, જો સુગંધિત વાતાવરણ હશે તો મન અને ચિત્ત બંને શાંત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત