પરણિત પુરુષો પર ફિદા થઈ ગઈ હતી બોલીવુડની આ હસીનાઓ, લિસ્ટ જોઈને તમારી આંખો પણ ફાટી જશે

બોલીવુડમાં ઘણી એવી જોડીઓ છે જે એ સાબિત કરે છે કે પ્રેમ કોઈને જોઈને નથી થતો, બસ થઈ જાય ચેમ બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓએ પરણિત પુરુષો સાથે પ્રેમ કર્યો અને એ પછી લગ્ન પણ કર્યા અને એમને એ લગ્નને સારી રીતે નિભાવ્યા પણ ખરા.

હેમા માલિની.

image source

બોલીવુડની ડ્રિમ ગર્લ ગણાતી હેમા માલિની એ સમયના જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા. એ સમયે ધર્મેન્દ્ર પહેલેથી જ પરણિત હતા અને એમની પત્નીનું નામ પ્રકાશ કૌર હતું. ધર્મેન્દ્રને હેમા માલિની સાથે એટલો પ્રેમ થઈ ગયો કે એમને ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો કે જેથી એમને બીજા લગ્નની પરવાનગી મળી જાય. એ પછી ધર્મેન્દ્રએ હેમા સાથે લગ્ન કરી લીધા

રવીના ટંડન

image source

રવીના ટંડનને ફિલ્મ વિતરક અનિલ ઠડાની સાથે ખૂબ જ પ્રેમ થઈ ગયો હતો. પણ અનિલ પહેલેથી જ પરણિત હતા, એમની પત્નીનું નામ નતાશા સિપ્પી હતું. નતાશા અને અનિલના બે બાળકો છે પણ એમના લગ્ન એટલા સફળ ન રહ્યા એટલે અનિલે નતાશાને છૂટાછેડા આપી દીધા. નતાશાને છૂટાછેડા આપ્યા પછી અનિલે રવીના સાથે વર્ષ 2003માં લગ્ન કરી લીધા.

શ્રીદેવી.

image source

દક્ષિણ ભારત પછી બોલીવુડમાં નામ મેળવનારી અભિનેત્રી શ્રીદેવી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યુસર બોની કપૂરને પ્રેમ કરી બેઠી. બોની કપૂર પણ એમને એટલો જ પ્રેમ કરતા હતા.

image source

જો કે એ સમયે બોની પરણિત હતા અને એમની પત્નીનું નામ મોના કપૂર હતું. 1996માં બોનીએ શ્રીદેવી સાથે લગ્ન કર્યા અને એમની બે દીકરીઓ છે જહાનવી કપૂર અને ખુશી કપૂર.

કરિશ્મા કપૂર.

image source

અભિષેક બચ્ચન સાથે બ્રેકઅપ કર્યા પછી કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા. સંજય કપૂર એ સમયે પરણિત હતા અને એમની પત્નીનું નામ નંદિતા મહેતાની હતું. કરિશ્મા કપૂર અને સંજય કપૂરે 2003માં લગ્ન કર્યા પણ એમના લગ્ન લાંબા સમય ન ટક્યા. 2016માં બન્નેએ એકબીજાને છૂટાછેડા આપી દીધા. સંજય અને કરિશ્માને બે બાળકો છે સમાયરા અને કિયાન. એ બંને હવે કરિશ્મા સાથે જ રહે છે.

અમૃતા અરોરા.

image source

અમૃતા આરોરાને પણ એક પરણિત પુરુષ સાથે પ્રેમ થયો અને એ પછી બંનેએ લગ્ન કરી લીધા. અમૃતા આરોરાએ શકીલ લદાક સાથે લગ્ન કર્યા. બન્નેને બે બાળકો છે, જેમનું નામ છે અઝાન લદાક અને રયાન લદાક.

શિલ્પા શેટ્ટી.

image source

વર્ષ 2009માં શિલ્પા શેટ્ટીએ જાણીતા બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા. શિલ્પા પહેલા રાજના લગ્ન બીજા કોઈ સાથે થયા હતા, એમની પહેલી પત્નીનું નામ કવિતા હતું. રાજ કુન્દ્રાએ કવિતાને છૂટાછેડા આપી દીધા જેથી એ શિલ્પા સાથે લગ્ન કરી શકે. શિલ્પા અને રાજને એક દીકરો પણ છે જેનું નામ વિયાન છે.

રાની મુખર્જી.

image source

રાની મુખર્જીએ પણ એક પરણિત પુરુષ સાથે લગ્ન કર્યા છે. રાની મુખર્જી આદિત્ય ચોપરાની બીજી પત્ની છે. એ પહેલાં આદિત્ય ચોપરાએ પાયલ ખન્ના નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. રાની અને આદિત્ય ચોપરાની એક દીકરી છે જેનું નામ છે આદિરા.

શબાના આઝમી.

image source

શબાના આઝમી સાથે લગ્ન કરતા પહેલા ઝાવેદ અખ્તરે બીજા કોઈ સાથે લગ્ન કર્યા હતા. જાવેદ અખ્તરની પહેલી પત્નીનું નામ હની ઈરાની હતું. પણ પછી જાવેદે બૉલીવુડ અભિનેત્રી શબાના આઝમી સાથે લગ્ન કરી લીધા હતા.

બિપાશા બાસુ.

image source

બોલીવુડની જાણીતી અભિનેત્રી બિપાશા બસુએ નાના પડદાના સ્ટાર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા. જો કે એ પહેલાં કરણના બે લગ્ન થઈ ચૂક્યા હતા અને બંને લગ્ન લાંબા સમય સુધી ન ટક્યા.બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા એ પહેલાં કરણ સિંહ ગ્રોવર જેનિફર વીંગેટ સાથે લગ્ન કર્યા હતા પણ પછી કરણ અને જેનિફરે છૂટાછેડા લઈ લીધા હતા.

વિદ્યા બાલન

image source

એક જાણીતી અભિનેત્રી વિદ્યા બાલને પરણિત પુરુષ સાઠવા પ્રેમ કર્યો અને એમની સાથે લગ્ન પણ કર્યા. વિદ્યા બાલને પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે. બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યા અને એમના લગ્નને આઠ વર્ષ થઈ ચૂક્યા છે. વિદ્યા સાથે લગ્ન થયા એ પહેલાં સિદ્ધાર્થના બે વાર લગ્ન થઈ ચૂક્યા હતા.

કરીના કપૂર.

image source

વર્ષ 2012માં બોલીવુડની જાણીતી અભિનેત્રી કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે કરીના પહેલા સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા. એમને બે બાળકો પણ છે એક છે બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અને બીજો ઇબ્રાહિમ. કરીના સાથે લગ્ન કરે આઠ વર્ષ વીતી ચુક્યા છે અને બન્નેને એક દીકરો છે જેનું નામ છે તૈમુર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત