દેશના કરોડો લોકો માટે મહત્વના સમાચાર, 1 જાન્યુઆરીથી બદલાઈ જશે આ 10 નિયમ, પડશે સીધી અસર

તમારા જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો નવા વર્ષમાં બદલાવા જઈ રહી છે. મોબાઇલ, કાર, ટેક્સ, વીજળી, માર્ગ અને બેંકિંગ જેવી બધી મહત્વપૂર્ણ બાબતો માટે નવા નિયમો લાગુ થવા જઇ રહ્યા છે.

image source

જેનો સીધો પ્રભાવ સામાન્ય માણસ પર પડશે. 1 જાન્યુઆરી 2021થી અનેક નિયમ બદલાઈ જશે, જેની સીધી અસર આમ આદમી પર પડશે. ચેક પેમેન્ટથી લઇને ફાસ્ટેગ, UPI પેમેન્ટ સિસ્ટમ અને GST રિટર્નના નિયમોમાં બદલાવ થવા જઇ રહ્યો છે. તો આવો વિગતે જાણીએ કે આખરે કઈ કઈ વસ્તુ બદલાવા જઈ રહી છે.

ફાસ્ટેગ લગાવવું અનિવાર્ય હશે

image source

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 1 જાન્યુઆરીથી તમામ વ્હિકલ પર ફાસ્ટેગ લગાવવું અનિવાર્ય કરી દીધું છે. ફાસ્ટેગ વગર નેશનલ હાઇવે પાર કરનારાઓ પાસેથી બમણો ચાર્જ વસુલવામાં આવશે. અત્યારે તમામ ટોલ પ્લાઝા પર 80 ટકા લાઇનો ફાસ્ટેગ અને 20 ટકા લાઇનોને કેશમાં ઉપયોગમાં લેવામાં આવશે.

લેન્ડલાઇનથી મોબાઇલ પર કૉલ કરવા માટે ઝીરો લગાવવો પડશે

image source

જો તમે 1 જાન્યુઆરી બાદ લેન્ડલાઇનથી કોઈ પણ મોબાઇલ નંબર પર ફોન લગાવો છો તો તે માટે તમારે 0નો ઉપયોગ કરવાનો રહેશે. ઝીરો લગાવ્યા વગર તમારો કૉલ નહીં લાગે.

મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના નિયમ બદલાયા

image source

સેબીએ મલ્ટીકેપ મ્યૂચ્યુલ ફંડ માટે અસેટ અલોકેશનના નિયમોમાં બદલાવ કર્યો છે. નવા નિયમો પ્રમાણે હવે ફંડનો 75 ટકા ભાગ ઇક્વિટીમાં રોકવો જરૂરી હશે, જે અત્યારે લઘુત્તમ 65 ટકા છે. સેબીના નવા નિયમો પ્રમાણે મલ્ટી કેપ ફંડ્સના સ્ટ્રક્ચરમાં બદલાવ થશે. ફંડ્સને મિડકેપ અને સ્મૉલ કેપમાં 25-25 ટકા રોકાણ કરવું જરૂરી રહેશે. તો 25 ટકા લાર્જ કેપમાં લગાવવાનું રહેશે.

ચેક પેમેન્ટ સિસ્ટમ

image source

1 જાન્યુઆરી 2021થી ચેક પેમેન્ટ સિસ્ટમ (Cheque Payment System)થી જોડાયેલા નિયમો બદલાઈ જશે. પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) એટલે કે સકારાત્મક ચુકવણી વ્યવસ્થા અંતર્ગત ચેક દ્વારા 50 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે પેમેન્ટ પર કેટલીક જરૂરી જાણકારીઓને ફરીવાર કન્ફર્મ કરવાની રહેશે. જો કે એ ખાતાધારક પર નિર્ભર કરશે કે તે આ સુવિધાનો લાભ ઉઠાવે છે કે નહીં. ચેક આપનાર વ્યક્તિ આ જાણકારી SMS, મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા એટીએમ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપી શકે છે.

કૉન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાન્સઝેક્શન

image source

ભારતીય રિઝર્વ બેંકે કૉન્ટેક્ટલેસ કાર્ડ પેમેન્ટ્સની લિમિટ્સ 2 હજારથી વધારીને 5 હજાર રૂપિયા કરી દીધી છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી 5 હજાર રૂપિયા સુધીના પેમેન્ટ્સ માટે પિન નહીં નાંખવો પડે.

કારો મોંઘી થઈ જશે

ઑટોમોબાઇલ કંપનીઓ જાન્યુઆરી 2021થી પોતાના અનેક મૉડલના ભાવ વધારી રહી છે, ત્યારબાદ કાર ખરીદવી પહેલાની સરખામણીમાં મોંઘી થઈ જશે. અત્યાર સુધી મારુતિ, મહિન્દ્રા બાદ રેનૉ અને એમજી મૉટર્સ ભાવ વધારવાની જાહેરાત કરી ચુકી છે.

સરળ જીવન વીમા પોલિસી થશે લૉન્ચ

1 જાન્યુઆરી બાદ ઓછા પ્રીમિયમમાં વીમો ખરીદી શકશો. IRDAIએ તમામ કંપનીઓને સરળ જીવન વીમો લૉન્ચ કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે સંજીવની નામનો સ્ટાન્ડર્ડ રેગ્યુલર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન રજૂ કર્યા બાદ એક સ્ટાન્ડર્ડ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કેટલાક ફોનમાં વ્હોટ્સએપ કામ કરવાનું બંધ કરી શકે છે

image source

1 તારીખ બાદ કેટલાક એન્ડ્રોઈડ અને આઈઓએસ ફોન પર વ્હોટ્સએપ કામ કરવાનું બંધ કરી શકે છે. કંપનીએ જણાવ્યું કે, જે સોફ્ટવેર જૂના થઈ ચુક્યા છે તેના પર વ્હોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે.

UPI પેમેન્ટમાં થશે બદલાવ

1 જાન્યુઆરી 2021થી UPI દ્વારા પેમેન્ટ કરવાનું મોંઘુ થઈ જશે. થર્ડ પાર્ટી તરફથી ચલાવવામાં આવી રહેલી એપ્સ પર એક્સ્ટ્રા ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે. નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

GST રિટર્નના નિયમ બદલાઇ જશે

image source

દેશના નાના વેપારીઓને સરળ, ત્રિમાસિક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST રિટર્ન ફાઇલિંગ સુવિધા મળશે. નવા નિયમ અંતર્ગત જે વેપારીઓનું ટર્ન ઑવર 5 કરોડ રૂપિયાથી ઓછું છે, તેમને દર મહિને રિટર્ન દાખલ કરવાની જરૂર નહીં રહે. નવો નિયમ લાગુ થયા બાદ ટેક્સપેયર્સને ફક્ત 8 રિટર્ન ભરવાના રહેશે. આમાં ચાર જીએસઆરટીસી 3 બી અને ચાર જીએસઆરટીસી 1 રિટર્ન ભરવાના રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત