આ કાર કંપનીએ શરૂ કરી ગ્રાહકો માટે ખાસ ફાઈનાન્સ સ્કીમ, જાણો પ્લાન

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ કારની ડિમાન્ડ વધવાના કારણે ગ્રાહકો માટે ખાસ સેવા શરૂ કરી છે, આ કંપની દર વર્ષે હજારો કાર સેલ કરે છે. ગ્રાહક કેશ અથવા ફાઈનાન્સની મદદથી કાર ખરીદી લેતા હોય છે. ફાઈનાન્સમાં કસ્ટમર્સને કોઈ મુશ્કેલી ન આવે તે માટે કંપની સ્માર્ટ ફાઈનાન્સ સર્વિસ લઈને આવી છે. અરેના કસ્ટમર્સને માટે શરૂ કરાયેલી આ ખાસ સર્વિસ સિંગલ સ્ટેપ ઓનલાઈન ફાઈનાન્સ સર્વિસ છે. જો તમે પણ તેનો લાભ લેવા ઈચ્છો છો તો તમારે કંપનીની વેબસાઈટ પરથી માહિતી મેળવવાની રહે છે.

image source

ફાઈનાન્સમાં ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે કંપની સ્માર્ટ ફાઈનાન્સ સર્વિસ લઈને આવી છે. અરેના કસ્ટમર્સને માટે શરૂ કરાયેલી આ સર્વિસ સિંગલ સ્ટેપ ઓનલાઈન ફાઈનાન્સ સર્વિસ છે.

આ બેંકોની સાથે કંપનીએ કર્યો છે કરાર

image source

મારુતિ સુઝુકીની તરફથી શરૂ કરાયેલી આ ડિજિટલ સર્વિસમાં કાર ખરીદનારા ગ્રાહકો માટે પોતાની જરૂરિયાતના આધારે ફાઈનાન્સ ઓપ્શન સિલેક્ટ કરી શકાય છે. આ માટે કંપનીએ 12 ફાઈનાન્સર્સની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે.

image source

તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, મહિન્દ્રા ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ વડોદરા, ચૌલમંડલમ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા પ્રાઈમ, એક્સિસ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, યસ બેંક અને એચડીબી નાણાંકીય સેવાઓ સામેલ છે. ભવિષ્યમાં મારુતુ રાજ્યોમાં આ લિસ્ટને આગળ વધારી શકે છે.

આ શહેરોમાં શરૂ થઈ છે સર્વિસ

image source

મારુતિ સુઝુકીએ પોતાના ગ્રાહકોની સુવિધા માટે 30 શહેરોમાં આખાસ ફાઈનાન્સની સ્કીમ શરૂ કરી છે. તેમાં દિલ્હી-એનસીઆર, જયપુર, અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નઈ, પુના, મુંબઈ, બેંગલુરુ, લખનઉ, કોચીન અને કોલકત્તા સામેલ છે. કોરોના કાળમાં ફાઈનાન્સ સરળ નથી, એ કારણને ધ્યાનમાં રાખીને કંપનીએ આ પગલું લીધું છે. પહેલાંની સરખામણીએ હવે ફાઈનાન્સ ઘણું સરળ બન્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત