આ છોકરાએ કરી બતાવ્યું, ખેતીમાંથી કરે છે 5 કરોડનું ટર્નઓવર, આટલા લોકોને આપી રોજગારી, PM પણ વખાણી ચૂક્યા

તમને સાંભળીને ઝાટકો લાગશે કે કોઈ પશુ રાખીને પણ વર્ષે 5 કરોડનું ટર્નઓવર કરી શકે છે.પણ એ સાચુ છે અને આ કામ એક શખ્સ માત્ર 8 વર્ષમાં જ કરીને બતાવ્યું છે. તો આવો આજે એક એવા શખ્સ વિશે જાણીએ કે જે ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને હાલમાં વર્ષે 5 કરોડનું ટર્ન ઓવર કરે છે. હાલમાં જ આ શખ્સે પશુ સાથે શાકભાજીની ખેતી પણ શરૂ કરી છે. લગભગ 4 એકર જમીન પર શિમલા મિર્ચ, સ્ટ્રોબેરી, શેરડી અને ટામેટાં ઉગાડ્યાં છે. થોડા દિવસ પછી એને માર્કેટમાં તેઓ લઈ જશે.

image source

એનાથી પણ સારી કમાણી થવાની આશા છે. આ વાત છે બિહારના બેગુસરાયના રહેવાસી બ્રજેશ કુમારની. તેમના પિતા ખેતી કરે છે. બ્રજેશનો અભ્યાસ ગ્રામીણ પરિવેશમાં જ થયો છે. એ પછી તેમને જોબ મળી. બે વર્ષ સુધી તેમણે નોકરી કરી. પછી 2013માં કેટલ ફાર્મિંગની શરૂઆત કરી. આજે તેમની પાસે 30 પશુ છે. તેમનું ટર્નઓવર વર્ષે 5 કરોડ રૂપિયા છે. 30 વર્ષના બ્રજેશ આઈએસએમ ધનબાદથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલી કમ્યુનિકેશનમાં ડિપ્લોમા કર્યા પછી સીબીએસઈ સાથે ગોપાલગંજમાં સીસીઈ કંટ્રોલર તરીકે કામ કરતા હતા.

image source

નોકરી વિશે વાત કરતાં બ્રજેશ કહે છે કે નોકરી અને સેલરી બંને સારાં હતાં, પણ જોબ સેટિસ્ફેક્શન નહોતું મળતું. બે વર્ષ નોકરી કર્યા પછી 2013માં તેમણે નોકરી છોડી દીધી. પહેલાંથી મનમાં હતું કે કંઈક અલગ કરવું છે, પણ એ નક્કી નહોતું કે શું કરવું છે. સીબીએસઈમાં કામ કરતી વખતે એક ચીજ સમજાઈ કે આજકાલનાં બાળકોને ખેતી વિશે વધુ માહિતી કે રસ નથી. બસ, સિલેબસ પૂરો કરવા માટે તેઓ ખેતીને લગતા ટોપિક વાંચે છે. ત્યારે મને લાગ્યું કે શા માટે આ ફિલ્ડમાં જ કેમ કંઈક ન કરવું. પછી મેં પશુપાલન કરવાનો નિર્ણય કર્યો.

image source

પોતાની જર્ની વિશે વાત કરતાં તે આગળ કહે છે કે-પછી બિહાર સરકારી સમગ્ર વિકાસ યોજના અંતર્ગત 15 લાખ રૂપિયાની લોન લીધી અને બેગુસરાયમાં 4 એકર જમીન લીઝ પર લીધી. એ પછી કેટલાક ફ્રિજિયન સાહિવાલ અને જર્સી જાતિની ગાયો ખરીદી. બ્રજેશની પાસે હાલ જર્સી, સાહિવાલ, ગીર જેવી જાતિની 26 ગાય છે. એનાથી દરરોજ 200 લિટર દૂધનું ઉત્પાદન થાય છે. તેઓ આ દૂધને બરૌની ડેરીમાં વેચે છે. ત્યારબાદની પરિસ્થિતિની વાત કરીએ તો ધીમે ધીમે બ્રજેશનો વ્યાપ વધવા લાગ્યો અને તેમણે પશુઓ માટે પૌષ્ટિક આહાર અને વર્મી કમ્પોસ્ટ બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું.

image source

હાલમાં માહોલ એવો બની ગયો છે કે અત્યારે તેઓ કિસાનો પાસેથી પ્રોડક્ટ ખરીદે છે અને એનાથી પશુઓ માટે આહાર તૈયાર કરીને માર્કેટમાં સપ્લાઈ કરે છે. આજે બ્રેજશની 4 એકર જમીન પર ગૌશાળા, ગોબર ગેસ પ્લાન્ટ, વર્મી કમ્પોસ્ટ બનાવવાના મશીનથી લઈને મિલ્કિંગ મશીન પણ છે. કેટલ ફાર્મિંગ અને ડેરી અંગે ટ્રેનિંગ માટે તેઓ મહારાષ્ટ્રના કોલ્હાપુર પણ ગયા હતા. ત્યાર બાદ તેઓ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ, આણંદ સાથે જોડાયા, જેના અંતર્ગત તેમણે અનેક કિસાનોને તાલીમ આપી.

image source

જો બ્રજેશની સિદ્ધી વિશે વાત કરીએ તો ઓન રેકોર્ડ 6 હજારથી વધુ ખેડૂતોને તેઓ તાલીમ આપી ચૂક્યા છે. આ સાથે 40 લોકોને પોતાને ત્યાં રોજગારી પણ આપે છે. આગળ વાત કરતાં તે કહે છે કે મે મોડર્ન ટેક્નિકથી પશુપાલન કરીએ છીએ. તેઓ શોર્ટેટ સીમેનનો ઉપયોગ કરે છે, જેથી ગાય હંમેશાં વાછરડી જ પેદા કરે. એની સાથે જ તેઓ સરોગસી ગાય પણ પાળે છે. એ માટે તેમણે પુણેના વૈજ્ઞાનિકોની મદદ લીધી છે. તેમાં લગભગ 30 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. જો કે આ કામ માટે બ્રજેશ અનેક મંચો પર સન્માનિત થઈ ચૂક્યા છે. જો સૌથી મોટી વાત કરીએ તો પીએમ મોદી પણ બ્રજેશની પ્રશંસા કરી ચૂક્યા છે. તેમણે બ્રજેશ સાથે વાતચીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને જીતનરામ માંઝી બ્રજેશના કેટલ ફાર્મને જોવા આવી ચૂક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત