OMG: આ અભિનેત્રીના ન્યુયોર્કના ઘરમાં રહેતું હતું ભૂત, અને પછી એક દિવસ થયુ કંઇક એવું કે…

બૉલીવુડ કલાકારો પડદા પર ઘણીવાર હોરર ફિલ્મોનો ભાગ બને છે પણ અસલ જિંદગીમાં એમને પણ ઘણીવાર અજીબોગરીબ વસ્તુઓનો સામનો કરવો પડે છે. બોલિવુડના ઘણા સ્ટાર્સ એવા છે જેમનો ક્યારેક ને ક્યારેક ભૂતો સાથે સામનો થયો છે અને એમને ખુલીને પોતાના આ બિહામણા અનુભવ શેર કર્યા છે. આ સ્ટાર્સને ઘણીવાર એવી એવી વસ્તુઓનો સામનો કરવો પડ્યો છે જેના વિશે જણાવતા પણ એમને ડર લાગવા લાગે છે. કંઈક આવો જ અનુભવ પૂજા બેદીની દીકરી અલાયા એફ સાથે પણ થયો હતો જ્યારે એ ન્યુયોર્કમાં હતી.

image source

હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં અલાયાએ જણાવ્યું છે કે જ્યારે એ ન્યુયોર્કમાં અભ્યાસ કરી રહી હતી તો એમનો સામનો એક ભૂત સાથે થયો હતો. એટલું જ નહીં એમને ઘણી બધી બિહામણી વસ્તુઓ પણ અનુભવી હતી જે ફક્ત એમને જ દેખાતી હતી. અલાયા એફે કહ્યું કે જ્યારે હું ન્યુયોર્કમાં રહીને અભ્યાસ કરી રહી હતી ત્યારે ત્યાં મારા એપાર્ટમેન્ટમાં એક ભૂત હતું. અડધી રાત્રે મને કોઈના ઝડપથી ચાલવાનો અવાજ સંભળાતો હતો. ક્યારેક ક્યારેક શાવર પણ પોતાની જાતે જ ચાલુ થઈ જતો હતો. ઘણી બધી ભયાવહ ઘટનાઓ બનતી રહેતી હતી.

image source

પોતાના એક અનુભવ વિશે વાત કરતા અલાયાએ જણાવ્યું કે એકવાર એમની સાથે કંઈક એવું થયું હતું જેનાથી એ ખૂબ જ ડરી ગઈ હતી. અલાયાએ કહ્યું કે એક દિવસ મને એવું લાગ્યું કે કોઈ વીજળીની ગતિએ મારી પાછળથી ગયું. એ સમયે મારી એક મિત્ર મારી સાથે હતી. મેં એને પૂછ્યું કે તે જોયું? તો એને જવાબ આપ્યો કે મેં કઈ નથી જોયું. એને કઈ જ નહોતું જોયું પણ મને અહેસાસ થયો હતો કે કોઈ મને અડીને ગયું છે અને મારી પાછળથી ભાગીને નીકળી ગયું ચ3. એ પછી નને લાગવા લાગ્યું કે અહીંયા કંઈક તો ગડબડ ચર અને એ પછી હું સાચે ખૂબ જ ડરી ગઈ હતી. હું મારા એ ઘરમાં ક્યારેય પાછી જવા નથી માંગતી.

image source

તમને જણાવી દઈએ કે અલાયા એફ પહેલા પણ ઘણા કલાકારો આવા જ અનુભવ વિશે જણાવી ચુક્યા છે જેમાં એમનો સામનો ભૂતો સાથે થયો હતો. બોલિવુડના પાવરહાઉસ કહેવાતા રણવીર સિંહને પણ આવી રીતે જ એક ભૂત દેખાયું હતું. એમને આ વિશે વાત કરતા કહ્યું હતું કે ફિલ્મ બાજીરાવ મસ્તાનીના શૂટિંગ દરમિયાન એમને પેશ્વા બાજીરાવનું ભૂત દેખાયું હતું. સેટ પર એ એ ભૂતથી ડરી ગયા હતા અને એમને શૂટિંગ કરવાની પણ બીક લાગતી હતી. જો કે ગમે તેમ કરીને રણવીરે પોતાના ડરનો સામનો કર્યો હતો અને ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મ પડદા પર જબરદસ્ત હિટ સાબિત થઈ હતી.

image source

વાત કરીએ અલાયા એફની તો એમને જવાની જાનેમન ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં એમને એક એવી છોકરીનો રોલ કર્યો હતો જે એના પિતાની શોધમાં લંડન આવે છે. એ દરમિયાન એને ખબર પડે છે કે એ એના પ્રેમીના બાળકની માતા બનવાની છે. આ ફિલ્મમાં અલાયાના અભિનયને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એમના શાનદાર પ્રદર્શન માટે એમને બેસ્ટ ફિમેલ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા અલાયા મ્યુઝિક વિડીયો આજ સજેયામાં દેખાઈ હતી. આ મ્યુઝિક વીડિયોમાં પુનિત મલ્હોત્રાએ નિર્દેશિત કર્યો હતો. અલાયા હવે ફિલ્મોમાં આવી ચૂકી છે અને જલ્દી જ એ પોતાનું શાનદાર પરફોર્મન્સ આપતી દેખાશે. એ સિવાય એ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે અને ઘણીવાર પોતાના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!