એક રૂમમાં 10 વર્ષથી અઘોરી જેવું જીવન જીવતા ત્રણ ભાઇ-બહેનની જીંદગી હવે કેવી છે? જોઈને માનવામાં નહીં આવે

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યાંની એક સામાજિક સંસ્થાએ 10 વર્ષથી બંધક સમાન જીવન જીવતા ભાઈ-બહેનને મુક્ત કરાવ્યા હતા અને પછી બધે એની જ ચર્ચા કરવામાં આવતી હતી. 10 વર્ષ સુધી કોઈ પોતાની જાતને એક ઓરડીમાં કેવી રીતે બંધ રાખી શકે એવા દરેકનો વિચાર પણ આવવા લાગ્યા હતા.

image source

ત્યારે રાજકોટ શહેરના કિસાનપરામાં આવેલા એક મકાનમાં છેલ્લા 10 વર્ષથી આ ત્રણેય ભાઈ બહેન અઘોરી જેવી હાલતમાં ઓરડીમાં કેદ થયેલા હતા. પણ માત્ર એક જ અઠવાડિયામાં તેમનું જીવન સંપૂર્ણ પણે બદલાઈ ગયું છે. જેનો રાજકોટના સાથી સેવા ગ્રુપ નામના સામાજીક ટ્રસ્ટના સેવાભાવી લોકોને જાય છે. તેઓએ આ કામ સરસ રીતે પુરુ કર્યું અને હજુ પણ તેનું ધ્યાન રાખી રહ્યાં છે.

image source

આજે આ 3 ભાઈ બહેનની હાલત ઘણી બદલાઈ ગઈ છે. આજે સમય સંજોગો અને પરિસ્થિતિ હતી એના કરતાં એકદમ બદલાઈ ગઈ છે. રાજકોટ શહેરમાં કાર્યરત સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ દ્વારા ત્રણેય ભાઈ બહેનનું જીવન સુધરે અને ઉજ્જવળ બને તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. માત્ર આટલું જ નહીં આ સાથે સેવા ગ્રુપ દ્વારા ત્રણેય ભાઈ-બહેનોને સારા કપડા સારું જમવાનું આપવામાં આવી રહ્યું છે તો સાથે જ સૌથી મોટા પુત્ર અંબરીશની તબીબી સારવાર પણ કરાવવામાં આવી રહી છે. આ વિશે વાત કરતાં સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, અમે ત્રણેય ભાઈ બહેનની સાથે તેમના ભૂતકાળની વાતો કરીએ છીએ. ભૂતકાળમાં તેમનું કયા પ્રકારનું જીવન હતું અને તેમની આસપાસ કયા પ્રકારના લોકો હતા એવું બધું જ જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.

image source

આ સાથે જ વાત કરતાં જલ્પાબેન પેટેલે વાત કરી કે તેમની કયા પ્રકારની એક્ટિવિટી હતી. તે તમામ બાબતો યાદ કરાવવાનું કામ હાલ મારા અને મારી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નવીનભાઈ મહેતાનો સૌથી નાનો પુત્ર ભાવેશ કે જે સારો ક્રિકેટર હતો અને કહેવામાં આવી રહ્યું છે કે તે ક્રિકેટની નાઈટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. ત્યારે તેને હાલ ક્રિકેટની રમત રમાડવામાં આવી રહી છે. તો ભાવેશ અને તેની મોટી બહેન મેઘના ને અમે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ જોડ્યા છે. સૌથી મોટી વાત અને સારી વાત કરતાં અમારા સામાજિક સંસ્થા દ્વારા છેલ્લા સાતથી આઠ વર્ષથી સતત અન્નક્ષેત્ર ચાલે છે ત્યારે હાલ ભાઈ બહેન અમારા અન્ય ક્ષેત્રમાં સહયોગ પણ આપી રહ્યા છે. તો હવે ટૂંકમાં કહીએ તો 3 ભાઈ બહેન પોતાના 10 વર્ષ જૂના જીવન તરફ વળી રહ્યાં છે અને અઘોરીમાથી સામાન્ય જીવન તરફ વળ્યા છે.

image source

જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો આ ત્રણ સંતાનો પૈકી બીજા નંબરના સંતાનમાં દીકરી મેઘના તેમજ ત્રીજા નંબરના સંતાન પુત્ર ભાવેશ છે તેનું જીવન પ્રમાણમાં સામાન્ય બનતું જાય છે. મારી તેમજ મારી ટીમ દ્વારા સતત એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે 10 વર્ષ પૂર્વે જે પ્રકારે નવીનભાઈ મહેતાના ત્રણેય સંતાનો પોતાનું જીવન જીવતા હતા તે જ પ્રકારે તેઓ પોતાનું જીવન જીવે. ઉલ્લેખનીય છે કે નવીનભાઈ મહેતાના ત્રણ સંતાનો પૈકી સૌથી મોટો પુત્ર અંબરીશ મહેતા વકીલાતનો અભ્યાસ કર્યો છે. બીજા સંતાન તરીકે દીકરી મેઘના મહેતાએ MA વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. જ્યારે ત્રીજા નંબરે રહેલા સંતાન તરીકે ભાવેશ મહેતાએ ગ્રેજ્યુએશન કર્યું છે તો સાથોસાથ તે સારો ક્રિકેટર પણ હતો અને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. ત્યારે હવે આ ત્રણેયને તેમનું જીવન ફરીથી મળી રહે એ માટે જલ્પા બેન અને તેમની ટીમ કાર્યરત છે.

image source

પાંચ દિવસ પહેલાંની વાત કરીએ તો બહેન મેઘના અને સૌથી નાનો ભાઈ ભાવેશે સામાજિક સંસ્થામાં સેવા આપી હતી. જ્યારે સૌથી મોટા ભાઈ અંબરીશના લાંબા સમયથી પગ વળેલા ન હોવાથી ખુલતા નથી. ભાવેશ અને મેઘના સાથી સેવા ગ્રુપના અન્નક્ષેત્રમાં ગયા હતાં જ્યાં લોકોની સેવા કરી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો. બહેન મેઘવાએ શાક સુધાર્યુ અને ભાવેશે પણ અન્નક્ષેત્રમાં સેવા આપી ત્યારે ખુશખુશાલ જોવા મળ્યો હતો. ત્યારે હવે આ સુધરતી સ્થિતિ જોઈને લોકોમાં પણ એક અનોખો આનંદ જોવા મળી રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત