ગાર્ડ ઓફ ઓનર સાથે ઝુમસરના જવાનની કરાઈ અંતિમક્રિયા, રિટાયરમેન્ટનું એક વર્ષ જ હતુ બાકી

અરવલ્લીના ભિલોડા તાલુકાના ઝુમસર ગામના જવાનનું પુનામાં બ્રેઈન હેમરેજથી મોત થયું હતું. તેમના મૃતદેહને વતન લાવવામાં આવતા લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા. ઝુમસર ગામના આર્મી રેજિમેન્ટમાં પુના ખાતે ફરજ બજાવતા જવાનનું બ્રેઈન હેમરેજ બાદ મોત થયું હતું. ત્યારે મંગળવારે તેમના પાર્થિવ દેહને માદરે વતન લવાયો હતો. તેમને સેનાના જવાનો દ્વારા રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જોકે આર્મીની ફરજ પૂરી કરવાના 1 વર્ષ પહેલા જ માત્ર 35 વર્ષની ઉંમરમાં જ તેમનું અવસાન થતાં સમગ્ર વિસ્તાર માં શોકમાં છવાઈ હતી.

જવાને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

image source

સાબરકાંઠાના ઇડર તાલુકાના ઝુમસર ગામના જવાન કેવલભાઈ પટેલ ઇન્ડિયન આર્મી રેજીમેન્ટ 511માં છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા હતા. જોકે ગતરોજ તેમને અચાનક બ્રેઇન હેમરેજ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્રેઇન હેમરેજ બાદ 38 વર્ષીય જવાનને પુનાની આર્મી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર કારગત ન નિવડતા જવાને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

અમદાવાદ એરપોર્ટ પર આર્મી ઓફિસરે શ્રદ્ધાંજલિ અર્પી

image source

સવારે એર ઈન્ડિયાના કાર્ગો વિમાનમાં કેવલ ચૌધરીના નરશ્વર દેહને લાવવામાં આવ્યો હતો. ત્યારે આર્મી ઓફિસર અને કમાન્ડિંગ ઓફિસર અનિલ ગુપ્તાએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આર્મીએ જવાનના નશ્વર દેહને સંપૂર્ણ આદર સાથે લાવવા બદલ એર ઈન્ડિયાના કેપ્ટન દિવાન અને પ્રોફેશનલ મેનેર રાખનાર એર ઈન્ડિયા કાર્ગોના ક્રુ મેમ્બરની પ્રશંસા કરી હતી. મંગળવારે સવારે જવાનના નશ્વરદેહને વતન ઝૂમસર ખાતે લાવવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા. જ્યાં આર્મીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓડ ઓનર સાથે જવાનની અંતિમક્રિયા કરાઈ હતી. આર્મી જવાનની અંતિમક્રિયામાં સમાજના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દેશભક્તિના નારા સાથે પુષ્પો થકી તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

રિટાયરમેન્ટનું એક વર્ષ બાકી હતું

image source

છેલ્લા 16 વર્ષમાં તેમને જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને કલકત્તા સુધી પોતાની ફરજ બજાવી હતી. તેમજ હવે રિટાયરમેન્ટના એક વર્ષ બાકી હતું તે પહેલા જ તેમનું અવસાન થતાં પરિવારજનો સ્થાનિક ગ્રામજનો સહિત સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો. કેવલભાઈ પટેલની અચાનક વિદાય સૌ કોઈ માટે દુઃખ દાયક બની રહી છે. દેશની રખેવાળી કરનાર જવાન ઉપર પરિવારજનોએ પણ આક્રંદ વચ્ચે નાજ વ્યકત કર્યો હતો.

image source

શહીદના પરિવારમાં ખુમારી અને દેશભક્તિમાં હજુ પણ જુસ્સો યથાવત છે શહીદના પુત્રને પણ દેશસેવા માટે સેનામાં મોકલવા તૈયાર છે શહીદ પરિવારમાં હાલ ૭ વર્ષીય પુત્રી અને ત્રણ વર્ષીય પુત્ર અને તેમની પત્નીએ પીતાની છત્રછાયા ગુમાવતા ગમગીન બન્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત