આ પુત્રવધુઓ તેમની સાસુને જ માને છે ભગવાન, બનાવ્યું મંદિર અને રોજ કરે છે પૂજા-આરતી, લોકો માટે પ્રેરણારૂપ બન્યો પરિવાર

વર્ષોથી આપણે જોતા અને શાંભળતા આવ્યા છીએ કે સાસુ અને વહુ વચ્ચે ઝઘડો સામાન્ય વાત થઈ ગઈ છે. ભાગ્યે જ કોઈ ઘર બાકી હશે જ્યાં સાસુ વહુનો ઝઘડો ન થતો હોય. એમાય ખાસ કરીને ટીવી સીરિયલ બાદ તો આ પ્રમાણ ખુબ વધ્યુ છે. આજની ટીવી સીરિયલમાં મોટે ભાગે સાસુ વહુના ઝઘડા ખુબ બતાવવામાં આવી રહ્યા છે. જેની પણ અસપ પરિવાર પડે છે. પરંતુ આ બધા વચ્ચે એક પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. શું તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે, સાસુના મોત પછી તેમની વહુઓ તેમની પ્રતિમા બનાવીને પૂજા કરતી હોય? વાત જાણીને તમને થોડો આંચકો લાગશે. પરંતુ આ સાચી વાત છે.

આ બધી વહુઓ રોજ તેમની પૂજા કરે છે

image source

આ ઘટના છે છત્તીસગઢના બિલાસપુર જિલ્લાની. જ્યાં રહેતા એક પરિવારે અનોખી પરંપરા કાયમ કરી છે. તમને જણાવી દઈએ કે આ પરિવારની પુત્રવધુઓને સાસુ પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેમનાં અવસાન બાદ તેમની મંદિરમાં પ્રતિમા મૂકી છે. આ બધી વહુઓ રોજ તેમની પૂજા કરે છે. એટલું જ નહીં, દર મહિને એકવાર તેમના માટે ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવે છે. આ ગામ બિલાસપુર જિલ્લા વડામથકેથી આશરે 25 કિલોમીટર દૂર રતનપુર છે જ્યાં તંબોલી પરિવારની વહુઓએ 2010માં તેમની સાસુ ગીતાદેવીનું મંદિર બનાવ્યું હતું. આજના જમાનામાં આ વાત ચોક્કસથી વિચારવા જેવી લાગે છે. કારણ કે મોટાભાગે સાસુ વહુનો સંબંધ એટલો સારો હોતો નથી.

આ સંયુક્ત પરિવારમાં 39 સભ્ય રહે છે

image source

તમને જણાી દઈએ કે રતનપુરમાં વિશ્વપ્રસિદ્ધ મહામાયા દેવીનું મંદિર પણ આવેલુ છે. 77 વર્ષીય નિવૃત્ત શિક્ષક શિવપ્રસાદ તંબોલીનો પરિવાર પણ રતનપુરમાં જ રહે છે, તંબોલી પરિવારે શરૂ કરેલી આ પહેલથી ગામના અન્ય લોકો પણ તેમનાથી પ્રેરણા લેશે અને સમાજમાં નવો દાખલો બેસાજશે. તેમને જણાવી દઈએ કે આ સંયુક્ત પરિવારમાં 39 સભ્ય રહે છે અને કુલ 11 પુત્રવધૂએ છે. નવાઈ વાત એ છે કે તેઓ એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી રહે છે. તેમનાં સાસુ ગીતાદેવીનું 2010માં નિધન થતા તેમની વહુઓને ખૂબ દુ:ખી થયુ હતુ. તમને જણાવી દઈએ કે ગીતાદેવી પણ તેમની પુત્રવધૂને સગી દિકરીઓની જેમ રાખતા હતા. ગીતાદેવીએ ઘરની મહિલાઓ પર ક્યારેય કોઈ વાત ઠોકી બેસાડી નહોતી પરંતુ તેમને દરેક કામ માટે પુરતી આઝાદી હતી. તેથી તેમના મોત બાદ તેમની વહુઓ ખુબ દુખી થઈ ગઈ હતી અને તેમની યાદમાં વહુઓએ ગીતાદેવીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. ગીતાદેવીના સન્માનમાં પુત્રવધૂઓએ મંદિરમાં મૂર્તિ મૂકીને તેમની પૂજા પણ શરૂ કરી. તમને જણાવી દઈએ કે વહુઓએ ગીતાદેવીની મૂર્તિને પણ સોનાનાં ઘરેણાંથી સજાવી છે. જે કોઈ આ પરિવાર વિશે જાણો છે તેઓ આ વહુઓની પ્રશંશા કરતા થાકતા નથી.

આ પરિવારની તમામ વહુઓ શિક્ષિત

image source

આ પરિવારની સૌથી મોટી વાત એ છે કે આ પરિવારની તમામ વહુઓ શિક્ષિત છે. આટલી શિક્ષિત હોવાની સાથે સાથે સંસ્કારી પણ છે તેઓ પોતાના પતિને પણ વેપારમાં મદદ કરે છે અને હિસાબ-કિતાબનું પણ ધ્યાન રાખે છે. તમને જણાવી દઈએ કે આ પરિવારના સૌથી મોટા વ્યક્તિનું નામ શિવપ્રસાદ છે. તેઓ પહેલા શિક્ષક હતા હાલમાં તેઓ નિવૃત્ત થઈને રિટેલ વેપાર કરે છે. તેઓ પણ નાના ભાઈઓનું ગીતાદેવીની જેમ જ ધ્યાન રાખે છે. આ પરિવાર બિઝનેસની જો વાત કરીએ તો તેઓ હોટલ, કરિયાણા સ્ટોર અને સાબુ બનાવવાની ફેક્ટરી જેવા અનેક ધંધા-વેપાર ધરાવે છે. તેમની પાસે 20 એકર જમીન પણ છે, જેના પર આખો પરિવાર ખેતી કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલા મોટા પરિવારનું ભોજન પણ એક જ રસોડામાં બને છે, જ્યાં તમામ શિક્ષિત વહુઓ સાથે મળીને કામ કરે છે. આજના યુગમાં આ પરિવાર ખરેખર અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. આર્થિક રીતે સદ્ધર અને શિક્ષિત પરિવાર પોતાના મુલ્યોને હજુ ભુલ્યો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત