કાળઝાળ ગરમીની સૌથી ખરાબ અસર થાય છે સ્કિન પર, જો તમે આ સ્ટેપ્સ ફોલો કરશો તો સ્કિન રહેશે એકદમ મસ્ત

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ખૂબ સુંદર દેખાય તેના માટે તે ઘણા પ્રયાસ પણ કરે છે. તે પોતાની ત્વચાની સંભાળ રાખવા માટે બને એટલા પ્રયત્ન કરે છે. પરંતુ તેને તેનાથી કોઈ વધારે અસર થતી નથી તેમાં પણ જો ગરમીની રૂતુ હોય ત્યારે તમારી ત્વચામાં ઘણી સમસ્યા થવા લાગે છે. ગરમીના કારણે આપણને ત્વચાને લગતી ઘણી તકલીફ થાય છે જેમ કે ખંજવાળ, ફોલ્લી વગેરે જેવી સમસ્યા થવા લાગે છે તેથી આપણે આ ઋતુમાં આપની ત્વચાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

image source

તેનાથી તમારી ત્વચાને સૂર્યના તાપથી અને તડકામાં જવાથી કોઈ નુકશાન થતું નથી. સૂર્યના તાપણા કારણે આપની ત્વચામાં ઘણું નુકશાન થાય છે. તેનાથી ખીલ, કાળા ડાઘ, ડાર્કસ્પોર્ટ્સ જેવી સમસ્યા થવા લાગે છે તેનાથી મુક્તિ મેળવવા માટે તમારે તમારી ત્વચાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે આપણે આ ઋતુમાં ત્વચાની સંભાળ રાખવા માટેના કેટલાક ઉપાય જાણીએ.

ક્લીંઝિંગ :

image source

તમારે ત્વચાને સાફ કરવા માટે હળવા ફેશવોશનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી તમારી ત્વચા સાફ થઈ જશે. પરંતુ જો તમારી ત્વચા વધારે તૈલી છે તો તમારે તમારી ત્વચાનું ph સ્તર નિયંત્રણમાં રાખવા માટેના પ્રસાધ્ન્નો ઉપયોગ કરવો જોઈએ. આનાથી તમને ખીલ જેવી ઘણી સમસ્યા થશે નહીં.

ટોનિંગ :

image source

આપની ત્વચાની સારી રીતે સંભાળ રાખવા માટે ટોનિંગ ખૂબ જ મહત્વનુ માનવામાં આવે છે આનાથી ત્વચાને હાઈડ્રેટેડ થવામાં મદદ મળે છે. તે ત્વચાના છીદ્રોને કડક બનાવવામાં પણ મદદ કરે છે આનાથી તમારી ત્વચા સારી રીતે સાફ થાય છે અને તેના પર ગંદકી જમા થતી નથી. તમારે કોઈ પણ પ્રકારના આલ્કોહોલ વાળી વસ્તુના ઉત્પાદનનો ઉપયોગ ન કરવો જોઈએ. તેના માટે તમારે વધારે પાણી પીવું જોઈએ અને તમારે કુદરતી પ્રસાધનોનો ઉપયોગ કરવો જોઈએ આનાથી તમને ઘણા લાભ થશે.

મોઈશ્ચરઈઝિંગ :

તમારી ત્વચા ગમે તે પ્રકારની હોય પરંતુ તે છતા પણ તમારે તમારી ત્વચાને સારી રીતે મોઈશ્ચરાઇઝર કરવું જોઈએ. તમારે તેના માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આને તમારે નિયમિત રીતે કરવું જોઈએ. આનાથી ત્વચા મુલાયમ બને છે સ્વસ્થ રહેવામાં ઘણી મદદ કરે છે.

સનસ્ક્રીમ :

image source

તમારે તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માટે આનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. આનો ઉપયોગ કરવાથી સૂર્યના યુવી કિરણોથી ત્વચાને જે સીધુ નુકશાન થાય છે તેનાથી ત્વચાને બચાવે છે. એક અભ્યાસ પ્રમાણે સાબિત પણ થયું છે કે જે લોકો આનો ઉપયોગ કરે છે તેને ઉમર પહેલા વૃદ્ધત્વની સમસ્યા પણ નથી થતી.

ફેસ પેક :

image source

તમારે ત્વચા માટે ઘરે બનાવેલા કેટલાક ફેસપેક લગાવવા જોઈએ. તેને બનાવવા માટે તમારે ૧ ચમચી ચણાનો લોટ લેવો અને તેમાં દહી અને વિટામિન ઇની એક કેપ્સ્યુલ નાખીને તેને સારી રીતે ભેળવી લેવું અને એક લેપ તૈયાર કરવો આને તમારે ચહેરા અને ગરદનના ભાગ પર સારી રીતે લગાવી રાખવો. તે સુકાવા લાગે એટ્લેકે ૧૦ મિનિટ પછી તેને પાણીથી સારી રીતે ધોઈ લેવું જોઈએ. આ પેકને તમે અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરી શકો છો આનાથી તમારી ત્વચા સ્વસ્થ અને ચમકતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!