અંડરવર્લ્ડના ડરથી આ ખુબસુરત અભિનેત્રીઓએ છોડ્યું બોલિવૂડ, કોઈ છોડ્યો દેશ તો કોઈએ બદલ્યું ઘર

તે વાત જાણીતી છે કે એક સમય હતો જ્યારે બોલિવૂડમાં અંડરવર્લ્ડનો સીધો હસ્તક્ષેપ રહેતો હતો. ફિલ્મોમાં પૈસા લગાવવાથી લઈને, કામ અપાવવા સુધી અને ફિલ્મો સંબંધિત ઘણી બાબતોમાં અંડરવર્લ્ડનો દખલ રહેતો હતો. એવી ઘણી અભિનેત્રીઓ હતી જેમણે અંડરવર્લ્ડના ડરથી આ ઉદ્યોગ છોડી દીધો હતો અને ગુમનામીમાં જીંદગી વિતાવવાની શરૂ કરી દીધી હતી. ડોનના ડરને કારણે ઘણી અભિનેત્રીઓએ પોતાનું કરિયર સમાપ્ત કરી લીધુ હતું. ચાલો આજે આપણે જાણીએ એવી અભિનેત્રીઓ વિશે, જેમણે અંડરવર્લ્ડ ડોન સાથે નામ જોડા્યા બાદ કાયમ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી.

સાક્ષી શિવાનંદ 90 ના દાયકાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક હતી

image source

સાક્ષી શિવાનંદ 90 ના દાયકાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. એવું માનવામાં આવે છે કે તેણે અંડરવર્લ્ડના ડરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1994 માં આવેલી ફિલ્મ જન્મ કુંડળીથી કરી હતી. સાક્ષી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારૂ કામ કરી રહી હતી, પરંતુ અચાનક તેનું નામ અન્ડરવર્લ્ડ સાથે જોડાવા લાગ્યું અને તેણે રાતોરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. અંડરવર્લ્ડના નામે તે એટલી ગભરાઈ ગઈ હતી કે તેણે પોતાનું ઠેકાણું પણ કોઈને ન જણાવ્યું અને પોતાનો નંબર પણ બદલી નાખ્યો.

અન્ડરવર્લ્ડ ડોન જાસ્મિનની સુંદરતા ઉપર ફિદા થઈ ગયો હતો

image source

એવું કહેવામાં આવે છે કે અન્ડરવર્લ્ડ ડોન જાસ્મિનની સુંદરતા ઉપર ફિદા થઈ ગયો હતો. જાસ્મિનને અન્ડરવર્લ્ડમાંથી દરરોજ કોલ આવતા હતા. આ સાથે, એવું પણ કહેવામાં આવે છે કે જાસ્મિન અંડરવર્લ્ડથી એટલી હદે નારાજ થઈ ગઈ હતી કે તે કાયમ માટે ભારત છોડીને જતી રહી અને ગુમનામ થઈ ગઈ. આજે પણ જાસ્મિનના કોઈ સમાચાર નથી. કેટલાક લોકો કહે છે કે તે લગ્ન કરીને વિદેશમાં રહે છે, તો કેટલાક માને છે કે તે હવે આ દુનિયામાં નથી. તેનું કોઈ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પણ નથી. એટલે કે, જાસ્મિન વિશે કોઈની પાસે કોઈ મજબૂત માહિતી નથી.

દાઉદને ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ રસ હતો

image source

દાઉદનો 90 ના દાયકાની પાકિસ્તાની અભિનેત્રી અનિતા અયુબ સાથે ખૂબ સારો સંબંધ હતો. બંને વચ્ચેના સંબંધોની અફવા ઝડપથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેલાઈ ગઈ. એવા અહેવાલો હતા કે જ્યારે 1995 માં નિર્માતા જાવેદ સિદ્દીકીએ અનિતાને તેની ફિલ્મમાં લેવાની ના પાડી ત્યારે દાઉદની ગેંગે તેની હત્યા કરી હતી. તે સમયે દાઉદને ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ રસ હતો. એવું પણ સાંભળવામાં આવે છે કે તે ઘણી ફિલ્મોમાં રોકાણ કરતો હતો.

દાઉદને કારણે મંદાકિની ઘણી ફિલ્મોમાં લેવામાં આવી હતી

image source

‘રામ તેરી ગંગા મેલી’ની હિરોઈન મંદાકિનીને 1994-95માં દુબઇ શારજાહમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે જોવા મળી હતી. બંને ફોટા ખુબ વાયરલ થયા હતા અને ન્યૂઝમાં સારી એવી હેડલાઈન પણ બની હતી. પરંતુ મંદાકિની હંમેશાં આ વાતનો ઇનકાર કરતી હતી. મંદાકિનીની કારકિર્દી 1996 માં આવેલી ફિલ્મ ‘જોરદાર’થી સમાપ્ત થઈ. એવું પણ કહેવામાં આવે છે કે દાઉદને કારણે મંદાકિની ઘણી ફિલ્મોમાં લેવામાં આવી હતી. બદનામ થઈતો કામ મળવાનું બંધ થઈ ગયું.

મોનિકા અને અબુ સાલેમના અફેરની ચર્ચા ખુબ ચગી હતી

image source

મોનિકા બેદીને તેની કારકિર્દી કરતા તેની કોન્ટ્રવર્શિયલ લાઈફ માટે વધુ ઓળખવામાં આવે છે. મોનિકા અને અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમના અફેરની ચર્ચા ખુબ ચગી હતી. એવું કહેવામાં આવે છે કે મોનિકા બેદી ફિલ્મોમાં કામ કરવા માટે અબુ સાલેમ પાસે દિગ્દર્શકોને ધમકી પણ અપાવતી હતી. જુના અહેવાલો અનુસાર પોલીસના ડરથી બંને દેશ છોડીને ભાગી ગયા હતા. મોનિકા બેદી અને અબુ સાલેમ પકડાયા બાદ તેમના સંબંધો સમાપ્ત થયા.

મમતા કુલકર્ણીને છોટા રાજનના કહેવાથી જ ફિલ્મોમાં કામ મળતું

image source

તેની ટૂંકી કારકિર્દીમાં, મમતા કુલકર્ણી તેના અભિનય માટે નહીં પરંતુ ફિલ્મોમાં બોલ્ડ પાત્રો ભજવવા માટે વધુ ચર્ચામાં રહી. તે 90 ના દાયકાની સુપરહિટ નાયિકાઓમાંની એક હતી. એવું કહેવામાં આવે છે કે મમતા કુલકર્ણીને છોટા રાજનના કહેવાથી જ ફિલ્મોમાં કામ મળતું હતુ, જ્યારે એવું કહેવામાં આવે છે કે મમતા અને છોટા રાજન વચ્ચે અફેર હતુ અને બંને લગ્ન પણ કરવા માગતા હતા.

હાજી મસ્તાન અને સોના વચ્ચે અફેર હોવાના સમાચાર સામે આવ્યા હતા

image source

દાઉદ ઇબ્રાહિમ પહેલા હાજી મસ્તાન અંડરવર્લ્ડમાં ખૂબ મોટું નામ હતું. હાજી મસ્તાન અને બોલિવૂડ એક્ટ્રેસ સોના વચ્ચે અફેર હોવાના સમાચાર સામે આવ્યા હતા. સોના સાથે લગ્ન કરવા અને તેની સાથે ઘર વસાવવા માટે હાજી મસ્તાન અન્ડરવર્લ્ડ ડોન બની ગયો. ‘વન્સ અપન એ ટાઇમ ઇન મુંબઇ’ ફિલ્મ પણ તેની લવ સ્ટોરી પર બનાવવામાં આવી છે. એવું પણ કહેવામાં આવે છે કે બોમ્બેના પ્રખ્યાત ‘ડોન’ હોવા છતાં હાજી મસ્તાને પોતે ક્યારેય પિસ્તોલ પકડી નહોતી અને તેના હાથોથી ક્યારેય ફાયરિંગ નહોતું કર્યું. જ્યારે પણ તેને આવા કામની જરૂર પડતી ત્યારે તેણે બીજા ‘ગેંગસ્ટર’ વર્દરાજન મુદાલીઅર અને કરીમ લાલાનો આશરો લેતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત