Site icon News Gujarat

રાજ કંદ્રા બાદ હવે શિલ્પા શેટ્ટી પર લટકતી તલવાર,આ મોડેલના આક્ષેપ બાદ ખળભળાટ

પોર્ન વીડિયો બનાવવા અને અપલોડ કરવાના કૌભાંડમાં ફસાયેલા અને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલેલા રાજ કુંદ્રાની એપ માટે અશ્લીલ વીડિયોમાં કામ કરવાની મનાઈ કરનાર મોડેલ સાગરિકા શોના સુમને પોતાના અનુભવો મીડિયા સાથે શેર કર્યા છે.

મોડેલ સાગરિકા શોના સુમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેમને ગયા વર્ષે રાજ કુંદ્રાની હાજરીમાં વીડિયો કોલ દ્વારા લોકડાઉન દરમિયાન ન્યૂડ ઓડિશન આપવાનું કહેવામાં આવ્યું હતું. સાગરિકાએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં ધરપકડ કરાયેલા રાજ કુંદ્રાના રાઈટ હેન્ડ ઉમેશ કામતને તેને રાજ કુન્દ્રાની વેબસાઇટ માટે વેબ સિરીઝ ઓફર કરીને ન્યૂડ ઓડિશન આપવા કહ્યું હતું.

image source

સાગરિકા કહે છે કે તે આવી ઓફર માટે માનસિક રીતે તૈયાર નહોતી. તેના ઇનકાર પર તેમણે કહ્યું કે આ વેબ સિરીઝ પાછળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા જેવું મોટું નામ સામેલ છે. પરંતુ આ હોવા છતાં, સાગરિકાએ તેમના માટે અશ્લીલ રીતે ઓડિશન કરવાનો ઇનકાર કરી દીધો. સાગરિકાએ દાવો કર્યો છે કે તેનો ઇનકાર હોવા છતાં, ઉમેશ કામતે તેને ઓફર પર પુનર્વિચારણા કરવાની અને ન્યૂડ ઓડિશન આપીને વીડિયો બનાવવાની ઓફર કરી હતી.

image source

સાગરિકાએ કહ્યું કે, જ્યારે મને વીડિયો કોલ દ્વારા નગ્ન ઓડિશન આપવા માટે કહેવામાં આવ્યું ત્યારે, ઉમેશ કામત સિવાય, અન્ય બે લોકો પણ વીડિયો કોલમાં સામેલ થયા હતા, જેમાંથી એક રાજ કુંદ્રા પોતે હતો. સાગરિકા કહે છે કે આ વીડિયો કોલ દરમિયાન રાજ કુંદ્રાએ પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો, પરંતુ આ હોવા છતાં તેમણે રાજ કુંદ્રાને ઓળખી લીધો હતો.

શિલ્પા શેટ્ટીને પણ આ વાતની ખબર હશે

image source

સાગરિકા કહે છે, શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રાની કંપનીમાં ભાગીદાર અને દિગ્દર્શક પણ રહી ચૂકી છે, તેથી શિલ્પાને પણ રાજની પોર્ન રેકેટની જાણકારી હોવી જ જોઇએ. આવી સ્થિતિમાં શિલ્પા શેટ્ટીની પણ ધરપકડ કરીને પૂછપરછ થવી જોઈએ.

image source

સાગરિકા કહે છે કે તે ઈચ્છતી નથી કે ઉદ્યોગમાં આવતી યુવતીઓનુ આ પ્રકારનુ શોષણ થાય અને આ જ કારણ છે કે ભૂતકાળમાં પણ તેણે રાજ કુન્દ્રા વિરુદ્ધ વાત કરી હતી. તેણી કહે છે કે તે આ મામલે પોલીસ પૂછપરછ માટે તૈયાર છે અને જો આવું થાય તો તે આ મુદ્દે પોલીસ સાથે વધુ માહિતી શેર કરશે. સાગરિકાના આક્ષેપ બાદ સમગ્ર બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. લોકો આ અંગે અનેક ટિપ્પણીઓ કરી રહ્યા છે. ઘણા લોકો રાજના સમર્થનમાં છે તે ઘણા તેના વિરુદ્ધમાં.

Exit mobile version