કોઠાસુઝ હોય ત્યાં ટેક્નોલોજી પણ ફિક્કી પડે, બનાસકાંઠાની સરકારી શાળાના શિક્ષક કપડાં પર શબ્દો લખીને આપે છે શિક્ષણ

સમાજના ઘડતરમા એક શિક્ષકનો મહત્તવનુ યોગદાન હોય છે. બાળકોમા અત્યારે જે સિંચન કરવામા આવે છે તે જ આવનારા સમયમા સમાજ અને દેશને આગળ લઈ જવામા મદદરૂપ બની શકે છે. ‘શિક્ષક’ પાસેથી સમાજમા બધાને ઘણી અપેક્ષાઓ હોય છે અને કહેવાય છે કે પરિવાર પછી એક શિક્ષક હોય છે જે પોતાના વિદ્યાર્થીને આગળ જતા જોઈને રાજી હોય છે. શિક્ષક માટે વિદ્યાર્થીને એક આદર્શ માનવ બનાવવાનું સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ જે બનાસકાંઠાના એક શિક્ષકે સાબિત કરી બતાવ્યુ છે. અહિના એક નાનકડા ગામમાં અભ્યાસ કરાવતા શિક્ષક નીલમભાઈ પટેલના અનોખા કામ વિશે અહી વાત કરવામા આવી રહી છે.

વિદ્યાર્થીઓનું ધ્યાન સતત શિક્ષક પર રહેતું હોવાથી શિક્ષક દ્વારા આ પ્રયોગ કરાયો છે.
image source

કોરોનાકાળ દરમિયાન બધી શાળાઓ બંધ હતી. આ કારણે શિક્ષણકાર્ય સાવ ઠપ થઈ ગયુ હતુ. આ સમયે નીલમભાઈ પટેલ બાળકોને છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી શેરી શિક્ષણ આપી રહ્યા છે અને તે પણ અનોખા અંદાજથી. તેઓ શેરી શિક્ષણ આપતી વખતે જે વિદ્યાર્થીઓને અઘરા લાગતા હોય તેવા શબ્દો અને ગણિતના દાખલા લખેલાં કપડાં પહેરે છે. આવુ કરવા પાછળનુ કારણ એ છે કે વિદ્યાર્થીઓને સરળતાથી ગણિત અને ભાષાના અઘરા શબ્દો યાદ રહી જાય. તેમણે આ કામ માટે પોતાના કપડાને જ બોર્ડ બનાવી નાખ્યુ છે.

image source

આ વિશે જ્યારે નીલમભાઈ સાથે વાત કરવામા આવ્યુ ત્યારે તેમણે કહ્યું હતું કે શેરી શિક્ષણ દરમિયાન દરેક જગ્યાએ બોર્ડ હોય એ જરૂરી નથી. આથી બાળકોને માટે મેં મારાં કપડાં પર જ બધું લખી નાખ્યું. આ પાછળનુ લોજીક સમજાવતા તેઓ કહે છે કે જ્યારે હું કંઈ બીજું ભણાવતો હોય ત્યારે પણ બાળકોની નજર સતત મારા પર કે મારાં કપડાં પર હોય તો વિદ્યાર્થીઓ આસાનીથી તેમને અઘરા લાગતા શબ્દો અને ગણિતના દાખલા જોઈ શકે છે. આ સાથે આ પ્રવ્રુતિ બાળકોને પણ ગમી રહી છે. આ વિચાર વિશે વાત કરતા તેઓ કહે છે કે વિદ્યાર્થીઓ ભૂલી ન જાય એ માટે આ પ્રયાસ હુ કરી રહ્યો છુ.

બાળકોને પ્રાણીઓ યાદ રહે એ માટે માસ્ક પહેરીને પણ શિક્ષણ અપાય છે.
image source

આ વિશે વિગતે વાત કરીએ તો આ અનોખી પ્રવ્રુતિ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના હરિનગર પ્રાથમિક શાળા ખાતે. આ શિક્ષક છે નીલમભાઈ પટેલ. જ્યારે કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓ શાળાએ આવી શકતા નથી પરંતુ સરકારના આદેશ મુજબ ઓનલાઈનથી લઈને શેરી શિક્ષણ જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ દરમિયાન બાળકો અઘરા શબ્દો અને ગણિતના દાખલા વાંચન બાદ પણ ભૂલી જતાં હતા આથી શેરી શિક્ષણ દરમિયાન અઘરી વસ્તુ સરળતાથી યાદ રહી જાય એ માટે આ પ્રયોગ કરવાનું તેમણે વિચાર્યું હતું. હવે જ્યારે આ દ્વારા બાળકોને પણ મોજ પડી રહી છે ત્યારે તેઓ કહે છે કે શાળા શરૂ ન થાય ત્યાં સુધી આ રીતે શિક્ષણ અપાશે.

image source

શિક્ષક નીલમભાઈ પટેલ આ વિશે કહે છે કે કોરોના મહામારીનો દરમિયાન હવે પહેલાની જેમ શાળામાં કિલકિલાટ કરતાં બાળકો આવી શકતા નથી. જો કે આ માટે સરકારે હોમ લર્નિંગ,વર્ચ્યુઅલ ક્લાસ, વીડિયા લિંક દ્વારા શિક્ષણ નવતર પ્રયોગો હાથ ધરી શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. આથી હવે જ્યાં સુધી શાળાઓ ચાલુ ના થાય ત્યાં સુધી શેરી શિક્ષણ આપવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ હવે શિક્ષકો શેરીએ શેરીએ જઇને બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. આ સમયે રોજબરોજનાં પહેરાતાં કપડાં પર સરવાળા, બાદબાકી, ગુણાકાર, અઘરા પડતા મૂળા અક્ષરો જેવા કે ક્ષ, જ્ઞ ,તથા જોડિયા શબ્દો મારા ઝભ્ભા પર લખી તેઓ બાળકોને ગમત સાથે જ્ઞાનની દિશામા કામ કરી રહ્યા છે. હવે આ શિક્ષકનાં કપડાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

image source

આ અંગે વિદ્યાર્થીઓના વાલીઓએ સાથે જ્યારે વાત કરવામા આવી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે શિક્ષક દ્વારા અમારાં બાળકો માટે જે મહેનત કરી રહ્યા છે એ સરાહનીય છે. તેમની આ પ્રવ્રુતિથી અમારા બાળકોમાં ઘણો ફેર પણ પડ્યો છે અને તેમને ઘણું યાદ રહી જાય છે. હવે તેઓ ગણિતના દાખલાઓ પણ આસાનીથી ગણી શકે છે. નીલમભાઈ પટેલ દ્વારા બાળકો માટે થનારી આ મહેનત અમે બિરદાવીએ છીએ. જો દરેક શિક્ષક બાળકો માટે આ રીતે મહેનત કરવા લાગે તો દેશનુ ભવિષ્ય સુધરી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!