આ પ્રોસેસની મદદથી ડેડલાઈન પહેલા જ પાન કાર્ડ અને આધાર કાર્ડને કરી લો લિંક, નહીં તો થશે મોટો દંડ

નવા નિયમો અનુસાર તમારે કોઈ પણ બિઝનેસ કે બેંકિંગ સંબંધી કામ કરવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરી લેવું જરૂરી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વખતે તેની ડેડલાઈન 30 જૂન નક્કી કરવામાં આવી છે. એટલે કે 30 જૂન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું અનિવાર્ય બન્યું છે. જો તમે આ કામ નક્કી સમયે નહીં કરો તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. આ નિયમ 234 એચના કારણે લાગૂ કરાયો છે. સરકારે તેને 23 માર્ચે લોકસભામાં પસાર કર્યો હતો.

સરકારે આપી છે આ ડેડલાઈન

image source

પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની ડેડલાઈન સરકારે 30 જૂન નક્કી કરી છે. આ સાથે તમે નક્કી સમય પહેલા આ કામ કરી લો તે જરૂરી છે. આ તારીખ પછી તમારે તે કામ કરવા માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે તમે ઘરે બેઠા ઓનલાઈન પ્રોસેસથી કઈ રીતે પાન કાર્ડ અને આધાર કાર્ડને સરળતાથી લિંક કરાવી શકો છો. જો તમે લાસ્ટ ડેટ સુધી આ કામ નહીં કરો તો શક્ય છે કે તમારું આધાર કાર્ડ તો વેલિડ રહેશે પરંતુ પાન કાર્ડ ડીએક્ટિવ થઈ જશે.

નહીં કરી શકો નાણાંકીય લેવડ દેવડ

image source

જો તમારું પાન કાર્ડ નક્કી ડેડલાઈન સુધી આધાર સાથે લિંક નહીં થાય તો તેને ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે. આ કારણે તમારે જ્યાં પાન કાર્ડની જરૂર હશે ત્યાં તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં. આ અસર દરેક પ્રકારના બેંકિંગ લેનદેન, મ્યુચ્યુઅલ ફંડ, ડીમેટ ખાતું ખોલવા, નવા બેંક ખાતા ખોલવાના કારણે તેની પર અસર થશે.

એક મેસેજની મદદથી પણ પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકાય છે

image source

જો તમે તમારા પાન કાર્ડથી આધારને લિંક કરવા માંગતા હોય તો તમારે તમારા મોબાઇલ નંબરથી UIDPAN <12-digit Aadhaar> <10-digit PAN> ટાઇપ કરીને 567678 કે 561561 પર મેસેજ મોકલવો પડશે. આ પછી તમારો પાન આધારથી લિંક થવાની સૂચના મળી જશે. અને તમારું કામ સેકંડ્સમાં થઈ જશે. આ માટે તમારે વધારે કોઈ પ્રોસેસ કરવાની પણ જરૂર રહેશે નહીં. ફ્કત 1 મેસેજ તમારું કામ કરી દેશે.

આ સરળ રીતે પાન કાર્ડને આધારથી ઓનલાઈન પ્રોસેસથી કરી લો ફટાફટ લિંક

સૌ પહેલા તો તમારે ઇનકમ ટેક્સની વેબસાઇટ https://incometaxindiaefiling.gov.in પર જવાનું રહેશે.

અહીં તમારી સામે એક હૉમ પેજ ખુલશે.

હૉમ પેજ પર તમને Link Aadhaarનું ઓપ્શન દેખાશે.

image source

તમે આના પર ક્લિક કરો.

આ પછી તમારે તમારો પાન નંબર, આધાર નંબર અને અન્ય જરૂરી જાણકારીઓ ભરવાનો ઓપ્શન દેખાશે.

પુરેપુરી ડિટેલ ભર્યા બાદ કેપ્ચા કૉડ નાંખો.

આ પછી તમારે લિંક આધાર પર ક્લિક કરવાનું રહે છે.

આમ કરતાં જ તમારી સામે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થવાની સૂચના આવી જશે.

બસ થઈ ગયું તમારું કામ.