2021 સિંહ રાશિ માટે નોકરી-ધંધામાં કેવું રહેશે અને કેવું નહિંં, વાંચી લો તમે પણ આજે જ

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક વિશાળ અને ગૂઢ શાસ્ત્ર છે. આ શાસ્ત્રમા બાર રાશીઓ નો ઉલ્લેખ કરવામા આવેલો છે જેમાંની એક સિંહ રાશી વિશે આજે આપણે આ લેખમા ચર્ચા કરીશુ. હાલ, આવનાર વર્ષ ૨૦૨૧ આ રાશિના જાતકો માટે કેવુ સાબિત થશે? ક્યા ક્ષેત્રે મળશે લાભ અને કઈ-કઈ મુશ્કેલીઓ નો કરવો પડશે સામનો? તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. ચાલો જાણીએ. આવનાર વર્ષ ૨૦૨૧ એ નોકરી અને ધંધાની દ્રષ્ટિએ આ રાશિજાતકો માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઇ રહ્યુ છે.

image source

આ વર્ષના પહેલા ત્રણ મહિના એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ જ ચિંતાજનક સાબિત થઇ શકે છે. કર્મ અને ભાગ્ય નુ સંયોજન આવનાર વર્ષમા ખુબ જ સહાયરૂપ થશે. તમે તમારી મહેનતના બળ પર પોતાની એક વિશેષ ઓળખ બનાવશો. લાંબા વર્ષ માટેની યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષ અત્યંત શુભ સાબિત થાય છે. આ સમય દરમિયાન તામારામા નેતૃત્વનો ગુણ વિકસશે.

આર્થિક સ્થિતિ :

image source

આ વર્ષ નોકરી અથવા ધંધાની દ્રષ્ટિએ ખુબ જ સારું રહેશે. આ વર્ષે આપણી અપેક્ષા કરતા પણ ખુબ જ વધુ સારી રીતે કાર્યો પૂર્ણ થશે. સમયસર જવાબદારીઓ પૂર્ણ કરો. ઉદ્યોગસાહસિકોને કોઈ નવુ સાહસ ઉભુ કરવાની તક મળશે. તમારી લોકપ્રિયતા અને પ્રભાવમાં વધારો થશે. નવા કરાર અને વિસ્તરણની યોજનાઓ ફળશે. શાસન સાથે સંકળાયેલા લોકોએ થોડો સંઘર્ષ કરવો પડી શકે છે.

નોકરી :

image source

કાર્યક્ષેત્રે સંકળાયેલા લોકો માટે આવનાર વર્ષ વિશ્વસનીયતા અને સફળતાનુ વર્ષ સાબિત થશે. તમને આવનાર સમયમા મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવાની તકો મળી શકે છે. ટીમવર્કમા તમે સૌથી આગળ રહેશે. તમારા બધા જ કાર્યો સમયસર પૂર્ણ થશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. તમને આવનાર સમયમાં બઢતી મળે તેવા યોગ સર્જાઈ રહ્યા છે.

સંબંધ :

image source

આવનાર સમય પ્રેમસંબંધ માટે ખુબ જ સારો રહેશે. તમારા ઇચ્છિત જીવનસાથીની શોધ પૂર્ણ થઈ શકે. આવનાર સમયમા કોઈ માંગલિક કાર્યોનુ આયોજન અવશ્યપણે કરી શકો. મિત્રો સાથે બધી જ વાતો સરળતાથી શેર કરો અને તેમની લાગણીઓને માન આપો. વિવાહ માટે આવનાર સમય અત્યંત શુભ છે. જીવનસાથી સાથેના સંબંધો વધુ પડતા ગાઢ અને મજબુત બનશે.

સ્વાસ્થ્ય :

image source

આવનાર વર્ષના પહેલા ત્રણ મહિના સ્વાસ્થ્ય માટે ખુબ જ ગંભીર રહેશે. એપ્રિલ પછીનો સમયકાળ તમારા માટે વધુ સકારાત્મક રહેશે. બિનજરૂરી અને અસંતુલિત ખોરાક તથા સખત મહેનતથી બચો. કાર્યબોજ નુ ભારણ તમારા પર ના આવવા દો.પરિવારના સભ્યોની સલાહ ને મહત્વ આપો.

અભ્યાસ :

image source

આવનાર વર્ષ અભ્યાસ ક્ષેત્રે સાવ સામાન્ય રહેશે. નબળા વિષયો શીખવા અને સમજવા માટેનો આગ્રહ રાખવો. આંકડાકીય પરિણામો સરેરાશ કરતા ઉપર હોય શકે છે. ફક્ત તમારા લક્ષ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રિત રહો. બિનજરૂરી બાબતોમા દખલગીરી કરવાનુ ટાળો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત