આ રીતે ઘરે જ બનાવી લો ગોલ્ડન પીલ ઓફ માસ્ક, શિયાળામાં પણ મળશે ગ્લોઈંગ સ્કીન

જ્યારે જ્યારે સીઝન બદલાય છે ત્યારે ત્યારે તમને સ્કીન સંબંધી કેટલીક મુશ્કેલીઓ આવતી રહે છે. આ સાથે તમારે શિયાળામાં ખાસ પ્રકારે તમારી સ્કીનની કેર કરવાની રહે છે. જેમાં તમારે ફેસ પર ખાસ ધ્યાન આપવાનું રહે છે.સુંદર ચહેરો પણ તમારા વ્યક્તિત્વનું ખાસ પાસું છે. શિયાળામાં મહિલાઓ માટે સ્કીનનો ગ્લો કાયમ રાખવાનું કામ મુશ્કેલ બને છે. તેઓ ખાસ કરીને સ્કીનની કેર કરી શકતી નતી અને તેમને કોઈ ખાસ પરિણામ મળતું નથી.

image source

જો તમે પણ આવી સમસ્યા અનુભવી રહ્યા છો તો હવે તમારે ખાસ પરેશાન થવાની જરૂર નથી. અમે શિયાળામાં તમારી સ્કીનનો ગ્લો કાયમ રાખવા માટે પીલ ઓફ માસ્કની મદદ લેવાનું સજેસ્ટ કરી રહ્યા છીએ. આ માસ્ક સારા હોય છે અને ડેડ સ્કીન કાઢવાની સાથે સાથે સ્કીનને પોષણ પણ આપે છે. જો તમારી પાસે આ માસ્ક નથી તો તમારે બજારથી લાવવાના બદલે તમે તેને ઘરે પણ સરળતાથી બનાવી શકો છો.

image source

આ રીતે ઘરે જ તૈયાર કરી લો પીલ ઓફ માસ્ક. આ માસ્કથી તમને ગોલ્ડ ફેશિયલ જેવો લૂક મળશે. તો જાણો બનાવવાની ખાસ રીત પણ.

આ 3 વસ્તુઓની રહેશે જરૂર

image source

એલોવેરા જેલ

હળદર

જિલેટીન પાવડર

આ રીતે કરો તૈયાર

image source

સૌ પહેલા તો જિલેટીન પાઉડરને પીગળાવી લો. જો તમે જિલેટીન પાવડર નલાવી શકો તેમ હોવ તો તમે અન્ય કોઈ પીલ ઓફ માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં અડધી ચમચી અલોવેરા જેલ લો અને અને જેલ ન હોય અને સ્કીન ડ્રાય થઈ રહી હોય તો તમે તેને બદલે ગ્લિસરીન પણ મિક્સ કરી શકો છો. હવે તેમાં ચપટી હળદર મિક્સ કરો. જો તમારી સ્કીન ડાર્ક છે અથવા તમારી સ્કીન પર હળદરનો રંગ જલ્દી ચઢે છો તો તમે તેનું પ્રમાણ થોડું ઓછું કરો. હવે આ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. તેમાં જિલેટીન કે પછી પીલ ઓફ માસ્ક નાંખો. તમારા ચહેરા માટે જરૂરી હોય તે પ્રમાણે પીલ ઓફ માસ્ક લો.

image source

બસ તૈયાર થઈ ગયું તમારું માસ્ક, તમે તમારા ચહેરા પર તેને 15 મિનિટ સુધી લગાવી રાખો અને પછી સૂકાય ત્યાં સુધી રહેવા દો. આ માસ્ક બજારના માસ્ક જેવું જ લાગશે. તમે જ્યારે તેને કાઢો ત્યારે એકવાર ફેસને સારી રીતે સાદા પાણીથી વોશ કરી લો અને સાથે જ તેને મોશ્ચ્યરાઈઝ પણ કરી લો. આમ કરવાથી તમે જલ્દી અને સારુ રીઝલ્ટ ઘરે બેઠાં જ મેળવી શકો છો. તો આજે જ ટ્રાય કરો આ અસરકારક ઘરેલૂ ઉપાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત