આ ટ્રિકથી આજે જ ચેક કરી લો તમારું ઇ-મેઇલ ફેક છે કે નહિં, કારણકે….

મિત્રો, વર્તમાન સમયમા ભાગ્યે જ એવા કોઈ હશે કે, જે લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો ઉપયોગ ના કરતા હોય. હાલ, આ સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલો વધી ગયો છે કે, છેતરપિંડી અને સાયબર એટેક ના કેસો પણ ખુબ જ વધી રહ્યા છે. આ હુમલાઓની તપાસ કરતા સમયે આ વાત જાણવા મળી કે, મોટાભાગના હેકર્સ બનાવટી ઇ-મેઇલ્સ દ્વારા લોકોને પોતાનો શિકાર બનાવે છે.

image source

આવી સ્થિતિમા લોકો માટે તે ઓળખવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, કયો ઇ-મેઇલ વાસ્તવિક છે અને કયો ઈ-મેઈલ બનાવટી. આ કરવાની ઘણી રીતો અહીં છે. ઈ-મેઈલ ની વાસ્તવિકતા તપાસવા માટેની અનેકવિધ રીતો હોય છે. આજે આ લેખમાં અમે તમને આ  ઈ-મેઈલ ની તપાસ કરવાની અમુક વિશેષ ટીપ્સ જણાવીશુ.

ઈ-મેઈલમા વપરાતા શબ્દો વાંચો :

image source

ફેક ઇ-મેઇલની ઓળખ કરવા માટે સૌથી પહેલા તેમા લખવામા આવેલા શબ્દો અને વાક્યોની તપાસ કરો. એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, શબ્દો અને જોડણી યોગ્ય છે, તેમા કોઈપણ પ્રકારની ગ્રામેટીકલ મિસ્ટેક તો નથી ને. ઘણીવાર હેકર્સ બનાવટી ઇ-મેઇલ્સમા ખોટી જોડણી લખે છે અને ગ્રામેટીકલ મિસ્ટેક પણ કરે છે. જો ઈ-મેઈલમા યોગ્ય ભાષા વાપરવામા ના આવી હોય તો સમજી લો કે તે નકલી ઇ-મેઇલ હોય શકે છે.

ઈ-મેઈલમા કંપનીઓના નામની કરો તપાસ :

image source

મોટાભાગના હેકરો ઈ-મેઈલ કરવા માટે વિશાળ કંપનીઓના નામનો આશ્રય લે છે. તેઓ કોઈ કંપનીના નામનુ બનાવટી ઇ-મેઇલ આઈ.ડી. બનાવીને કંપની વતી તમને ઇ-મેઇલ કરે છે અથવા મેસેજ કરે છે. જો તમને ઇ-મેઇલ વાંચ્યા પછી કઈપણ વિચિત્ર લાગી રહ્યુ હોય તો આકસ્મિક રીતે તેમાની કોઈપણ લિંક પર ટેપ કરશો નહીં. હંમેશા પહેલો ઇ-મેઇલ કાળજીપૂર્વક વાંચો. જો ઈ-મેઈલમા તમને કંઈક ખોટું લાગે છે, તો તે આઈ.ડી. ને બ્લોક કરો.

યુ.આર.એલ. તપાસો :

image source

નકલી ઇ-મેઇલ શોધવા માટે સૌથી પહેલા તેમા શામેલ યુ.આર.એલ. છે તે તપાસો. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, મૂળ ઇ-મેઇલ નો યુ.આર.એલ. હંમેશા એચ.ટી.ટી.પી.એસ. થી પ્રારંભ થાય છે. જો ઇ-મેઇલ નકલી છે, તો તેનો યુ.આર.એલ. એચ.ટી.ટી.પી. સાથે પ્રારંભ થશે. આ માટે સૌથી પહેલા યુ.આર.એલ. ની તપાસ કરો. તે પછી જ લિંક વગેરે પર ટેપ કરો. આ રીતે તમે હેકર્સ દ્વારા મોકલેલા ઇ-મેઇલ્સ ને ટાળવામા સમર્થ હશો.

અટેચમેન્ટ ની તપાસ કરો :

image source

ક્યારેય પણ ઉતાવળમા જોડાણ ખોલવાની ભૂલ ના કરશો. ઘણા હેકર્સ તેમના દ્વારા લોકો ને પોતાનો શિકાર બનાવે છે. આ કારણોસર પ્રથમ જુઓ કે ઇ-મેઇલમા જોડાણ ઇ-મેઇલ અનુસાર છે કે નહી. જો તમને જોડાણમા કઈપણ મળે છે, જે ઇ-મેઇલ મુજબ નથી, તો તેને ખોલશો નહી. આ ઇ-મેઇલને નાખો અને આઈ.ડી. ને અવરોધિત કરો. આ રીતે તમે નકલી ઇ-મેઇલ્સ ને સરળતાથી ટાળી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત