Site icon News Gujarat

વાહ ભાઈ વાહ, શાનદાર ઓફર, માત્ર 34 રૂપિયાનું રોકાણ કરવાથી મળશે 26 લાખ રૂપિયા, થઈ જશો લાખોપતિ

પીપીએફ એટલે પબ્લિક પ્રાઇવેટ ફંડ. અહી લોકો આજે પણ પૈસા રોકાણ કરવામાં વિશ્વાસ રાખે છે. આ એક એવું રોકાણ છે જેના પર તમને ન માત્ર સારું વ્યાજ મળે છે પણ સાથે સાથે ટેક્સની સારી બચત પણ થઈ જાય છે. જો તમે પીપીએફમાં દરરોજ 34 રૂપિયાનું રોકાણ કરો છો એટલે કે મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમે લાખો રૂપિયા સુધી પહોચી શકો છો. છે. પીપીએફમાં માસિક 1000 રૂપિયાના નાના રોકાણથી 26 લાખની મોટી રકમ કેવી રીતે બનાવી શકો છો તે વિશે અહી માહિતી આપવામાં આવી છે.

image source

સૌથી પહેલા વાત કરીએ કે પીપીએફમાં કેવી રીતે રોકાણ કરવું જોઈએ તેના વિશે તો પીપીએફ એકાઉન્ટ 15 વર્ષમાં પાકી જાય છે એટલે કે 15 વર્ષ પછી ખાતાધારક તેના તમામ પૈસા ઉપાડી શકે છે. પરંતુ જો તમે પૈસા ઉપાડવાને બદલે ખાતું ચાલુ રાખવા માંગતા હોવ તો તમે તે પણ ખૂબ જ સરળતાથી કરી શકો છો. 15 વર્ષ પછી તમે 5-5 વર્ષ માટે ઇચ્છો તેટલી વખત તમે પીપીએફ એકાઉન્ટ લંબાવી શકો છો. આ દરમિયાન જો તમે દર મહિને તેમાં રોકાણ કરવા માંગતા હોવ તો તે પણ કરી શકો છો અથવા તમે રોકાણ વિના એકાઉન્ટ ચાલુ પણ રાખી શકો છો.

જો તમે રોકાણ ન કરવાનો વિકલ્પ પસંદ કરો છો તો પછી ખાતામાં થાપણ પર વ્યાજ વધાવાનું ચાલુ રહેશે. હાલમાં પીપીએફ પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જો તમે દર મહિને પીપીએફમાં 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમારું તમારું આ નાનું રોકાણ લાખો રૂપિયામાં ફેરવાઇ જશે. આ માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો એ છે કે જે વિશે અહીં માહિતી આપી છે.

image source

આ માટે સૌ પ્રથમ તમારે ખૂબ જ નાની ઉંમરે પીપીએફમાં રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. ધારો કે તમે 20 વર્ષની વયે જ રોકાણ કરવાનું શરૂ કર્યું છે તો તેમાં 60 વર્ષના ન થાવ ત્યાં સુધી રોકાણ કરી શકો છો. આ સાથે વાત કરીએ કે પ્રથમ 15 વર્ષમાં દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કેટલું થશે અને જો તે 5-5 વર્ષ માટે વધારવામાં આવશે તો તે કેટલું થશે તે વિશે તો,

1. પ્રથમ 15 વર્ષ માટે રોકાણ:

પીપીએફમાં રોકાણ પ્રથમ વખતમાં ઓછામાં ઓછા 15 વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે 15 વર્ષ સુધી દર મહિને 1000 રૂપિયા જમા કરાવતા રહો છો તો તમે કુલ રૂ. 1.80 લાખ જમા કરી શકશો. આ ડિપોઝિટને બદલે તમને 15 વર્ષ પછી 3.25 લાખ રૂપિયા મળશે. આમાં તમારું વ્યાજ 7.1% ના દરે 1.45 લાખ રૂપિયા થઈ જશે.

2. 5 વર્ષ માટે લંબાવું:

image source

જો હવે તમે પીપીએફને 5 વર્ષ માટે લંબાવી રહ્યાં છો અને તેમાં દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવાનું ચાલુ રાખો છો તો 5 વર્ષ પછી 3.25 લાખ રૂપિયાની રકમ વધીને 5.32 લાખ રૂપિયા થઈ જશે.

3. પછી ફરી 5 વર્ષ સુધી લંબાવવું:

5 વર્ષ પછી જો તમે ફરીથી પીપીએફમાં રોકાણ માટે બીજા 5 વર્ષ લંબાવી રહ્યાં છો અને મહિને 1000નું રોકાણ કરવાનું પણ ચાલુ રાખશો તો પછીનાં 5 વર્ષ પછી તમારા પીપીએફ ખાતામાં નાણાં વધીને 8.24 લાખ થઈ જશે.

4. ત્રીજી વખત 5 વર્ષ માટે રોકાણ:

image source

જો તમે આ પીપીએફ ખાતાને ત્રીજી વખત બીજા 5 વર્ષ માટે લંબાવો અને રૂ.1000નું રોકાણ ચાલુ રાખશો તો રોકાણનો કુલ સમયગાળો 30 વર્ષનો રહેશે અને પીપીએફ ખાતામાં રકમ વધીને રૂ .12.36 લાખ થઈ થશે.

5. ચોથી વખત 5 વર્ષ માટે રોકાણ:

જો તમે આ પીપીએફ ખાતાને 30 વર્ષ પછી 5 વર્ષ માટે લંબાવી શકો તેમ છો અને સાથે મહિનામાં 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો આવી સ્થિતિમાં તમારા પીપીએફ ખાતામાં આવતા 5 વર્ષ પછી એટલે કે 35મા વર્ષે તમારા પીપીએફ ખાતામાં 18.15 લાખ થઈ જશે.

6. પાંચમી વખત 5 વર્ષ માટે રોકાણ:

image source

35 વર્ષ પછી પીપીએફ ખાતામાં 5 વર્ષ માટે વધારવામાં આવે છે અને સાથે મહિનામાં 1000 રૂપિયાનું રોકાણ કરતા રહો છો તો આવી સ્થિતિમાં તમારા પીપીએફ ખાતામાં આવતા 5 વર્ષ પછી એટલે કે 40મા વર્ષે 26.32 લાખ રૂપિયા થઈ જશે. એટલે કે તમે 20 વર્ષની ઉંમરે શરૂ કરેલા 1000 રૂપિયાનું રોકાણ નિવૃત્તિ સુધી 26.32 લાખ રૂપિયા થઈ જશે.

Exit mobile version