સાત સાત વાર ચાકુના ઘા કર્યા એક્સ બોયફ્રેન્ડે, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ

દેશની રાજધાની દિલ્લીના દ્વારાકા જિલ્લામાં એક છોકરીના મર્ડરનો હચમચાવી મૂકે તેવી સીસીટીવી ફૂટેજ સામે આવી છે. જ્યાં એકસ બોયફ્રેન્ડે પહેલા યુવતીને મળવા માટે ઘરની બહાર બોલાવી અને પછી ચાકુથી જોરદાર ઘા કરીને એને મોતને ઘાટ ઉતારી દીધી. સ્થાનિક લોકોના કહેવા અનુસાર આરોપી યુવતીનો પડોશી હતો. જો કે આ બાબતે ન તો કોઈ પીસીઆર કોલ કરવામાં આવ્યો અને ન તો પોલીસને કોઈ ફરિયાદ કરવામાં આવી. હાલ પોલીસ ખુદ આ મામલે તપાસ કરવામાં લાગી ગઈ છે.

image source

વાત જાણે એમ છે કે આ કેસ રાજધાની દિલ્હીના દ્વારકા જિલ્લાના બિંદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં ગત રાત્રે યુવતીને તેના એક્સ બોયફ્રેન્ડે તેને મળવા માટે બોલાવી હતી. જ્યારે યુવતી તેને મળવા પહોંચી ત્યારે છોકરાએ તેની પ્રેમિકાને છરીના ઘા માર્યા. તો સીસીટીવી ફૂટેજમાં, એક છોકરો સતત છોકરી પર છરી વડે હુમલો કરતો જોવા મળે છે. જેના કારણે છોકરી જમીન પર પડી જાય છે, પછી છોકરો છોકરીના વાળ હાથમાં પકડીને છોકરી પર હુમલો કરતો રહે છે. સીસીટીવીમાં દેખાતા બે છોકરાઓ હુમલો કરી રહ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપી છોકરો મૃતકના પાડોશી અને ભૂતપૂર્વ બોયફ્રેન્ડ હતો. તો પોલીસને હોસ્પિટલમાંથી હત્યાની માહિતી મળી. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

image source

તમને જણાવી દઈએ કે પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ અંકિત ગાબા તરીકે થઈ છે. ઘટના દરમિયાન તેની સાથે હિમાંશુ અને મનીષ નામના બે છોકરા પણ હાજર હતા. જ્યારે મૃતકની ઓળખ ડોલી (24) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ, યુવતી પોતે હુમલામાં ગંભીર રીતે ઘાયલ અને રક્તસ્રાવની હાલતમાં હોસ્પિટલ સુધી ગઈ હતી. ડોક્ટરે જણાવ્યું કે સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે.

તમને જણાવી દઈએ કે જ્યારે છોકરી હોસ્પિટલ પહોંચી, ત્યારે પોલીસને ત્યાંથી માહિતી મળી. આ કેસમાં ન તો પોલીસ બોલાવવામાં આવી કે ન તો કોઈ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યું. હોસ્પિટલમાં ડોક્ટરના જણાવ્યા અનુસાર, મૃતક યુવતીના શરીર પર 7 વાર ઘા મારવામાં આવ્યા છે. તેના શરીર પર ઉંડા ઘા મળી આવ્યા હતા. હાલ પોલીસે આરોપી અંકિત ગાબા અને તેના સાથીઓની શોધખોળ શરૂ કરી છે. તો પોલીસે યુવતીના મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જો કે આ હત્યા પાછળનો હેતુ શું હતો તે જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. અને ગુનો કર્યા બાદ હત્યારો ક્યાંથી ભાગી ગયો છે? પોલીસ પણ આ કેસમાં આરોપીઓની શોધમાં દરોડા પાડી રહી છે