વડાપ્રધાનના મની મેનેજમેન્ટમાં આ યોજનાઓ આવે છે સૌથી ઉપર, પીએમ મોદી કરે છે ઈન્વેસ્ટમેન્ટ

પીએમ મોદીનું જેમ રાજકીય મેનેજમેન્ટ જોરદાર છે તેમ તેમનું પોતાનું મની મેનેજમેન્ટ પણ શાનદાર છે. તેમણે તેમના પોતાના નાણાં કેટલીક એવી યોજનાઓમાં રોક્યા છે, જ્યાં માત્ર સારું વળતર જ નથી મળી રહ્યું, પરંતુ ટેક્સ પણ બચાવી શકાય છે.

image source

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. નરેન્દ્ર મોદી માત્ર રાજકારણના કુશળ ખેલાડી જ નથી, તેમનું મની મેનેજમેન્ટ પણ એટલું જ શાનદાર છે. તે પોતાની બચતનું રોકાણ કરતી વખતે, તેમણે ટેક્સ સેવિંગની પણ સંપૂર્ણ કાળજી લીધી છે. પોતાના પૈસા રોકતી વખતે પીએમ મોદીએ કુશળતાપૂર્વક એવી યોજનાઓને પોતાના પોર્ટફોલિયોમાં સ્થાન આપ્યું છે કે જેમાં તેમને સારું વળતર તો મળે જ પણ ટેક્સની પણ બચત કરી શકાય તેમ છે.

માર્કેટની રીતે જોઈએ તો આ પોર્ટફોલિયો શાનદાર છે અને ઘણા રોકાણકારો માટે એક માર્ગદર્શનનું કામ પણ કરી શકે તેમ છે. હાલના દિવસોમાં મધ્યમ વર્ગ માટે આ પ્રકારના રોકાણની જરુર ખૂબ જ વધી ગઈ છે. 31 માર્ચ, 2021 સુધી તેમની જાહેર કરેલી સંપત્તિને જોતા, તેમણે તેમના નાણાં ટેક્સ સેવિંગ બોન્ડ્સ, બેંક એફડી અને પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ માં રોક્યા છે. આ ત્રણેય યોજનાઓ કર બચત માટે વધુ સારી છે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ

image soure

બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનપસંદ બચત યોજનાઓમાંની એક છે તેમણે ગાંધીનગર સ્થિત SBI ની એક શાખામાં FD કરી છે. 31 માર્ચ 2021 સુધી FD ની કિંમત 18366966 રૂપિયા હતી.

ટેક્સ સેવિંગ

તમે 5 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં કરેલા રોકાણ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિનો દાવો કરી શકો છો. આમાં રોકાણ કરીને, તમે નાણાકીય વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કર મુક્તિનો દાવો કરી શકો છો.

ટેક્સ સેવિંગ બોન્ડ

image source

પીએમ મોદીએ જાહેર કરેલી સંપત્તિને જોતા તેમને ટેક્સ સેવિંગ બોન્ડ પણ પસંદ છે. એવું માની શકાય છે આ પ્રકારની યોજનાઓમાં ટેક્સ સેવિંગની સાથેજ સારા વળતરની પણ આશા રાખી શકાય તેમ છે. 25 જાન્યુઆરી 2021 ના રોજ તેમણે તેમાં 20 હજાર રૂપિયા રોક્યા હતા.

કર બચત બોન્ડમાં રોકાણ કરવા પર, આવકવેરા કાયદાની કલમ 80CCF હેઠળ મુખ્ય રકમ પર કર લાભ ઉપલબ્ધ છે. આ અંતર્ગત, રોકાણકારને 20,000 રૂપિયા સુધીના રોકાણ પર કર કપાતનો લાભ મળે છે. તેથી, નાણાકીય વર્ષમાં, કરદાતા તેની કુલ કરપાત્ર આવકમાંથી 20,000 રૂપિયાની કપાત કરી શકે છે. આ ટેક્સ ફ્રી બોન્ડથી અલગ છે. પોસ્ટ ઓફિસની લોકપ્રિય કર બચત યોજના રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર એટલે કે NSC પણ તેમની પ્રિય બચત યોજના છે. તેમણે 31 માર્ચ 2021 સુધી કરેલી NSC ની કિંમત લગભગ 893251 રૂપિયા છે.

કર મુક્તિ:

image source

તમે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રમાં રોકાણ કરેલા નાણાં પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિનો દાવો કરી શકો છો. આમાં રોકાણ કરીને, તમે નાણાકીય વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કર મુક્તિનો દાવો કરી શકો છો.

આમ ઉપરના આંકડાઓને જોતાં કહી શકાય કે પીએમ મોદી માત્ર રાજકારણના જ નહીં પણ આર્થિક મેનેજમેન્ટના પણ મોટા ખેલાડી છે, એક મધ્યમ વર્ગીય પરિવાર માટે ટેક્સ સેવિંગ વળતરની દરેક ભારતીયને અપેક્ષા હોય છે સાથે જ મુખ્ય મૂડીની પણ સુરક્ષિતતા જોઈએ, જે આ પ્રકારના રોકાણથી મેળવી શકાય તેમ છે.