આબુ કે દીવ ફરવા જાવ તો આટલી વસ્તુ રાખજો તમારી સાથે, નહિં તો ઘરે આવવું પડશે પાછા

આબુ કે દીવ ફરવા જાવ તો આટલી વસ્તુ રાખજો તમારી સાથે, નહિ તો થશે ધરમનો ધક્કો.

છેલ્લા ઘણા સમયથી કોરોનાની બીજી લહેરે લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા હતા. કોરોનાની બીજી લહર હવે થોડી શાંત પડી છે ત્યારે ગુજરાતીઓએ વેકેશન મનાવવા માટે બહાર જવા માટેનો પ્લાન કરી રહ્યા છે. પણ ફરવાનો પ્લાન તે જ લોકોનો સફળ થશે જેમની પાસે 72 કલાક પહેલાં કરાવેલો RT-PCR ટેસ્ટ હશે. કે પછી વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનું સર્ટિફિકેટ હશે.

image source

તમને જણાવી દઈએ કે જો તમારી પાસે આરટીપીસીઆર ટેસ્ટ અને સર્ટિફિકેટ નહીં હોય તો, અન્ય રાજ્યોનાં ફરવા લાયક સ્થળ પર તમને એન્ટ્રી નહીં મળે. જો કોઇ વ્યકિત કોરોના રિપોર્ટ અને વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનું સર્ટિફિકેટ લીધા વગર જશે તો તેમને નિરાશ થઇને પાછા પોતાના ઘરે આવી જવું પડશે.

કોરોનાની પહેલી લહેર તો ખતરનાક હતી જ પણ કોરોનાની બીજી લહેર તો એથી પણ વધુ ઘાતક અને ખતરનાક સાબિત થઇ છે. કોરોનાની પહેલી લહેર અને બીજી લહેર વચ્ચેના સમયમાં સરકાર દ્વારા કેટલીક છુટછાટ આપવામાં આવી હતી. જેને કારણે લોકો બિન્દાસ બનીને ફરવા માટે જતા હતા. અમદાવાદનાં નજીકના કહેવાતા ફરવા લાયક સ્થળો જેવા કે દિવ, દમણ, માઉન્ટ આબુ તેમજ ઉદયપુરમાં અમદાવાદીઓ કોઇ પણ પ્રકારની રોકટોક અને સર્ટિફિકેટ વગર ફરવા માટે જતા હતા.

image source

પણ આ પ્રવાસના રસિયાઓ પર ફુલસ્ટોપ ત્યારે આવી ગયું કે જ્યારે કોરોનાની બીજી લહેરે પોતાનો પ્રકોપ ફેલાવવાનું શરૂ કર્યું. કોરોનાએ બીજી લહેરમાં દરેકનાં ઘરમાં એન્ટ્રી લઇ લેતાં હાહાકાર મચી ગયો હતો. ઠેર ઠેર મોતનું તાંડવ એવી રીતે સર્જાયું હતું કે સ્મશાનગૃહમાં પણ અંતિમ સંસ્કાર કરવા માટે વેઇટિંગમાં ઊભું રહેવું પડતું હતું એવા દ્રશ્યો આપણી આંખની સામે સર્જાયા. હાલ કોરોનાની બીજી લહેર શાંત પડી છે જેને કારણે તંત્રએ પણ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

તમને જણાવી દઈએ કે કોરોનાની બીજી લહરમાં સરકારે મિની લોકડાઉન જાહેર કરી દીધું હતું. જેમાં હવે ધીમે ધીમે છુટછાટ મળી રહી છે. આજથી સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે તેવી જાહેરાત સરકારે બે દિવસ અગાઉ કરી હતી.

image source

ધીમે ધીમે લોકોનું જનજીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે ત્યારે કોરોનાની દહેશત વચ્ચે જીવી રહેલા અમદાવાદીઓએ મૂડ ફ્રેશ કરવા માટે વેકેશન ટ્રિપ પર જવાનો પ્લાન કરી નાખ્યો છે. ઇન્ટનેશનલ ટૂર બંધ હોવાના કારણે અમદાવાદીઓ રાજસ્થાન, ગોવા, હિમાચલ પ્રદેશ જવાનો પ્લાન બનાવી રહ્યા છે. અમદાવાદીઓ પ્લાન તો બનાવી રહ્યા છે પણ તેમને એ વાતની ખબર નથી કે હવે બહારગામ ફરવા જવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત છે અથવા વેક્સિનના બીજા ડોઝનું સર્ટિફિકેટ જરૂરી છે.

માઉન્ટ આબુમાં હોટલ ધરાવતા એક માલિકે જણાવ્યું છે કે અમદાવાદીઓનું બુકિંગ શરૂ થઇ ગયું છે અને કેટલાક લોકો તો અહીંયા વેકેશન માટે આવી પણ ગયા છે. આબુમાં તે જ લોકોને એન્ટ્રી મળશે જેમની પાસે વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ હશે અથવા તો આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ હશે. જો તમારી પાસે વેક્સિનનાં બન્ને ડોઝનાં સર્ટિફિકેટ હોય તો તમારે બહારગામ ફરવા જવા માટે કોઇ કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નથી. વેક્સિનનો બીજો ડોઝ લીધાના 28 દિવસ બાદ કોઇ પણ વ્યકિત દેશની કોઇ પણ જગ્યાએ આસાનીથી જઇ શકશે.

image source

અને જો તમે કોઇ ફરવા લાયક જગ્યાએ લાગવગ લગાવીને પહોંચી જવાનું વિચારી રહ્યા છો તો પણ હોટલમાં આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ અથવા તો સર્ટિફિકેટ નહીં હોય તો તમને રૂમ નહીં મળે જેના કારણે રોડ ઉપર પણ સૂવાના દિવસો આવી શકે છે. એના કરતાં જરુરી વસ્તુ તમારી સાથે જ રાખજો અને ફરવા જવાનો પ્લાન કરો તો આરટીપીસીઆર ટેસ્ટ કે વેક્સિનના બન્ને ડોઝ લીધાનું સર્ટિફિકેટ હાથવગા જ રાખજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!