ભીષણ આગ ભભૂકી રહી હતી અને બિલ્ડિંગ પરથી માતાએ બાળકીને બચાવવા નીચે ફેંકી દીધી, વીડિયોમાં જુઓ પછી શું થયું

દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની ધરપકડથી થયાં પછી ત્યાં હિંસા ચાલુ છે. લોકો ઘણા શહેરોમાં વિરોધ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 70થી વધુ લોકોનાં મોત પણ આ કારણે નીપજ્યાં છે. અહીંની સ્થિતિ હાલ ઘણી જ ખરાબ છે. થોડાં દિવસો પહેલાં જ અહી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક માતાએ પોતાની બાળકીને બચાવવા માટે આગ લાગેલી બિલ્ડિંગ પરથી નીચે ફેંકવી પડી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ આ બાળકી 2 વર્ષની છે. ડર્બનના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં વિરોધીઓએ ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લગાડવાનું શરૂ કર્યું હતું. આ પછી લોકો ઉપરના માળે ફસાઈ ગયા હતા. આ મહિલા પણ ત્યાં ઉપરનાં માળમાં રહેતી હતી અને તેની બાળકી પણ તેની સાથે હતી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે માતાએ પોતાની બાળકીનો જીવ બચાવવા માટે તેને નીચે ફેંકી દીધી હતી કે જેથી જો પોતે અહીંથી બહાર નીકળવામાં સફળ ન રહે અને ન બચે તો તેની બાળકીનો જીવ બચી જાય. વીડિયોમાં જોઇ શકાય છે કે આ બાળકીને જ્યારે ફેંકવામાં આવી ત્યારે તેને કોઈ નીચેથી પકડશે કે નહીં તેનો કોઈ અંદાજ હતો નહી.

નાલેદિ મ્યુનોની આ બાળકની માતા છે. તેણે એક ન્યૂઝ રોઇટર્સને આ વિશે જણાવ્યું હતું કે જ્યારે તે બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે તે 16મા માળે હતી. તે સીડીની મદદથી નીચે આવી રહી હતી. તેણે કહ્યું કે જ્યારે લોકોએ જોયું કે તેના હાથમાં એક બાળક છે તો તેઓ બૂમો પાડવા લાગ્યા હતા. તેઓએ કહ્યું કે તેને નીચે ફેંકી દો. ચારે બાજુ ધુમાડો હતો અને પછી તેણે તે બાળકીને નીચે ફેંકી દીધી. જો કે આ સમગ્ર ઘટનામાં સારી વાત એ હતી કે નીચે ઉભેલા લોકોએ માસૂમ બાળકીને પકડી લીધી હતી. આ પછી નીચે ઉભેલા લોકો મદદ માટે આગળ આવ્યા અને તેની માતાનો જીવ પણ બચાવી લીધો હતો. લોકો આ વીડિયો જોયા પછી ઘણું કોમેન્ટ કરી રહ્યા છે.

આ વીડિયો જોનારાઓ કહી રહ્યા છે આ વીડિયો ખરેખર ખૂબ કરુણ છે. એક યુઝર્સે એમ પણ લખ્યું છે કે આમાં આ માસૂમ બાળકીની શું ભૂલ છે? આ ઘટનામાં બાળકીનો પગ પણ તૂટી જવાનું જોખમ હતું. જો કે સારી વાત છે કે આવું કશું થયું નથી. વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 20 હાજર લોકોએ લાઈક કર્યો છે અને 419 લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. જાણવા મળ્યું છે કે તાજેતરના દિવસોમાં અહી આવી નાની મોટી ઘટનાઓ સામે આવી રહી છે. વિરોધ કરનારાઓની આ રીત માસૂમ લોકોનો ભોગ લઈ રહ્યાં છે. હાલ આ માતા અને બાળકી બન્ને સલામત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!