આજ પછી ક્યારે પણ પૂજા-પાઠ સમયે ના કરતા સ્ટીલના વાસણોનો ઉપયોગ, જાણી લો કેમ

હિન્દૂ ધર્મમાં દરેક વ્યક્તિ પોતાના ઘરમાં એક નાનકડું મંદિર અવશ્ય બનાવે છે જેથી એ નિયમિત રૂપથી પોતાના ઇષ્ટદેવનું ધ્યાન કરી શકે. પૂજા પાઠમાં ઘણી બધી વસ્તુઓ અને અલગ અલગ ધાતુઓના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પૂજા સાથે જોડાયેલી દરેક વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે.

image source

હિન્દૂ ધર્મ શાસ્ત્રો અનુસાર, પૂજા પાઠમાં ઉપયોગમાં લેવામાં આવતી દરેક વસ્તુ ખૂબ જ શુદ્ધ અન પવિત્ર હોવી જોઈએ. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે કે પૂજામાં તમે ક્યાં ધાતુના વાસણનો ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગના લોકો દૈનિક પૂજા પાઠમાં સ્ટીલના વાસણનો ઉપયોગ કરે છે પણ સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવો એ યોગ્ય નથી માનવામાં આવતું. તો ચાલો જાણી લઈએ કે પૂજા કરતી વખતે કેમ ન કરવો જોઈએ સ્ટીલના વાસણનો ઉપયોગ અને પૂજા માટે કઈ કઈ ધાતુના વાસણનો ઉપયોગ છે યોગ્ય.

પૂજામાં ન કરો આ ધાતુના વાસણનો ઉપયોગ.

image source

એવું માનવામાં આવે છે કે પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતી અલગ અલગ ધાતુઓ અનુસાર જ પૂજાની ફળ પ્રાપ્તિ થાય છે. પૂજા પાઠના કાર્યોમાં સ્ટીલ, લોખંડ અને એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે, સાથે જ આ ધાતુઓની બનેલી દેવી દેવતાઓની પ્રતિમા પણ પૂજા માટે શુભ માનવામાં નથી આવતી.

કેમ નથી કરવામાં આવતો આ ધાતુઓનો ઉપયોગ.

image source

પૂજા પાઠના કાર્યોમાં આ ધાતુઓના ઉપયોગ ન કરવા પાછળ કારણ એ છે કે પૂજા માટે પ્રાકૃતિક ધાતુઓ શુભ માનવામાં આવે છે. જ્યારે સ્ટીલ તો માનવ દ્વારા નિર્મિત ધાતુ છે તો લોખંડમાં કાટ લાગી જાય છે. જેના કારણે એને પૂજા યોગ્ય ધાતુ નથી માનવામાં આવતી. એ સિવાય એલ્યુમિનિયમની ધાતુઓ પણ પૂજા પાઠ માટે યોગ્ય નથી ગણાતી. એટલે આ ધાતુઓનો પૂજા પાઠમાં ઉપયોગ કરવો યોગ્ય નથી માનવામાં આવતી.

પૂજા પાઠ કરવા માટે આ ધાતુઓના વાસણનો કરવો જોઈએ ઉપયોગ.

image source

પૂજા પાઠમાં સોના, ચાંદી, પિતળ, તાંબાના વાસણનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે. એ પાછળ કારણ એ છે કે આ બધી ધાતુઓ પ્રાકૃતિક રૂપથી મળી આવે છે. એ સિવાય એમના ઉપયોગથી કોઈ નુકશાન પણ નથી થતું, સાથે સાથે માનવામાં આવે છે કે આ ધાતુઓ ફક્ત જળાભિષેકથી જ શુદ્ધ થઈ જાય છે. જો તમે સોના- ચાંદીની ધાતુઓનો ઉપયોગ નથી કરી શકતા, તો પિત્તળ કે તાંબાની ધાતુનો ઉપયોગ કરવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ