ટૈરો રાશિ : શુક્રવારનો દિવસ કેવો પસાર થશે જાણવા કરો એક ક્લિક

ટૈરો રાશિ : શુક્રવારનો દિવસ કેવો પસાર થશે જાણવા કરો એક ક્લિક

મેષ: આજે બોલવામાં થોડો સંયમ રાખવો નહીં તો પ્રેમ સંબંધોમાં અને પારિવારીક સંબંધોમાં પણ થોડું અંતર આવી શકે છે. કાર્યક્ષેત્રને લગતી કોઈ બાબતોમાં નિર્ણાયક વળાંક આવી શકે છે. કોઈ વાતને મનમાં ન લાવવી, જરૂર ન હોય તેવી વાતને લાંબી ન ખેંચો, આજે તમારામાં આત્મવિશ્વાસનો અભાવ હશે. સાવધાન રહેવું.

વૃષભ: આજે કોઈ વાત પર ભાઈ-બહેનો સાથે વિચારોમાં મતભેદ થઈ શકે છે. આ વાતથી સંબંધ ખરાબ ન થાય તે વાતનું ધ્યાન રાખો. જે પણ સમસ્યા સર્જાય છે તે માત્ર સમજનો અભાવ છે. થોડા સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જાશે. આજે ભાગીદારો સાથેના સંબંધમાં પણ ખલેલ આવી શકે છે. તમે તમારા વ્યક્તિત્વને નબળો ન ગણો. આત્મવિશ્વાસ જાળવી રાખો.

મિથુન: આજે કેટલીક અણધારી સમસ્યાઓ તમારી સામે ઉપસ્થિત થઈ જશે, આજના દિવસ દરમિયાન આવી સમસ્યાઓના નિરાકરણમાં તમારા પ્રભાવની નબળી સ્થિતિના કારણે મુશ્કેલીઓ વધશે. આ સ્થિતિમાં તમને સલાહ આપવામાં આવે છે કે શોર્ટકટ્સનો આશરો ન લેવો. ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય ન લેવો, પોતાની સાવચેતી ચકાશી આગળ વધો.

કર્ક: આજના દિવસે તમારી પૈસાની સ્થિતિ નબળી દેખાશે. તેને મજબુત કરવાના તમારા દરેક પ્રયાસ નકામા સાબિત થશે. માતાપિતાના કોઈપણ કાર્યમાં અડચણ આવી શકે છે. આજે મન શાંત રાખો. સમસ્યાઓથી વિચલિત થશો નહીં. સ્વાસ્થ્યની કાળજી ખાસ લેવી.

સિંહ: તમને આજે કોઈ કાર્યમાં તાત્કાલિક નફો મળે તેવી સંભાવના છે, આજે સ્ટાર્સ સંકેત કરે છે કે તમે રોકાણ કરવામાં જોખમ લેવાનો પ્રયાસ કરી શકો છો. જો કે તમારે ધ્યાન રાખવું પડશે કે તમે રોકાણ લાંબાગાળાનો લાભ વિચારીને કરો. દસ્તાવેજ બરાબર ચકાશી આગળ વધવું. જો કે આજે તમે લક્ષ્ય અંગે કોઈ ગંભીરતા રાખી શકશો નહીં.

કન્યા : આજે ખર્ચ વધશે પરંતુ તમારી આવકમાં વધારો કરવા માટે પણ અનુકૂળ વાતાવરણ હશે. તેથી આજે તમે ખરીદી કરી અને ખુશી મેળવશો, બહારના વ્યક્તિ તરફથી તમને લાભ થઈ શકે છે. આજે તમારા માટે દિવસ શુભ અને લાભકારી સાબિત થશે.

તુલા: આજે તમારે ફક્ત તમારી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, અન્યની સમસ્યાઓમાં પડવાથી તમને નુકસાન થઈ શકે છે. એટલે આજે પોતાના કામથી કામ રાખવું, અન્યની વાત કે સમસ્યામાં પડવું નહીં. કોઈની વાતમાં પડશો તો તમારી સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે.

વૃશ્ચિક: કાર્યક્ષેત્રમાં અને પરીવારમાં પણ આજે તમારે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. દિવસ પૂર્ણ થતા સુધીમાં સ્થિતિ થોડી સુધારા તરફ જશે અને તમે રાહતનો શ્વાસ લેશો. પરંતુ દિવસની શરુઆત મનની શાંત રાખી કામ કરવું. ક્રોધ જરા પણ કરવો નહીં.

ધન: દિવસની શરૂઆતમાં પરિવારના સભ્યો સાથે મતભેદ અને વિવાદ થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મનને શાંત રાખશો નહીં અને વિવાદમાં પડશો તો આ સમસ્યા વધી શકે છે. આજે અચાનક ખર્ચ થવાનો અને નફામાં ઘટાડો થવાના કારણે માનસિક ચિંતા વધશે.

મકર: આજે કોઈ વાત પર જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. તેથી સાવધાન રહેવુ, શક્ય હોય તો આજે વિવાદમાં પડવું જ નહીં. સ્થિતિ નબળી જણાય તો તેમાંથી બહાર નીકળી જવું. વિવાદને લંબાવો નહીં. આજે વાહન ચલાવતા સમયે સાવચેત રહો. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.

કુંભ: તમારી બેદરકારી અથવા ભુલના કારણે કૌટુંબિક અશાંતિ વધી શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ખાણીપીણીને લઈને સાવચેત રહો. જરૂર જણાય ત્યાં તેમની સલાહ લેવાનો આગ્રહ રાખો. આજે પરીવાર માટે પણ સમય કાઢો. કામની સાથે તે પણ જરૂરી છે.

મીન: આજે તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. આજે ધંધામાં ખોટની સંભાવના દેખાય છે. આજે કોઈ શારીરિક પીડાથી પીડાઈ શકો છો. તેથી વાહન ચલાવતા ધ્યાન રાખો. શક્ય હોય તો યાત્રા ટાળવી. આજે નોકરીમાં બદલી થવાની સંભાવના પણ છે. આજે વધુ પૈસા ખર્ચ થઈ શકે છે અને તેનાથી માનસિક ચિંતા વધી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ