શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના સપોર્ટમાં આવી આ એકટ્રેસ, જાણો શું કહ્યું અને ચોંકાવી દીધા સૌને

રીયાલીટી શો સુપર ડાંસરની જજ અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ રાજ કુંદ્રા (Raj Kundra)ને મુંબઈ પોલીસ દ્વારા તા. ૧૯ જુલાઈ, ૨૦૨૧ના રોજ એડલ્ટ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રાને હવે તા. ૨૩ જુલાઈ, ૨૦૨૧ સુધી હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં જ જયારે અભિનેત્રી રાખી સાવંત (Rakhi Sawant)એ પણ આ કેસ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. રાખી, શિલ્પા અને એમના પતિ રાજ કુંદ્રા બંનેના સમર્થનમાં સામે આવી છે.

રાજ કુંદ્રાના સપોર્ટમાં આવી રાખી સાવંત.

image source

પૈપરાઝી સાથે વાત કરતા, ‘બિગ બોસ ૧૪’ની ફેમ રાખી સાવંત (Rakhi sawant) એ રાજ કુંદ્રાની ધરપકડ અંગે પોતાની નિરાશા વ્યક્ત કરી છે. રાખીએ કહ્યું છે કે, રાજ કુંદ્રા (Raj Kundra) એક સમ્માનિત વ્યક્તિ છે. તેણે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ની પણ પ્રસંશા કરી અને તેને એક ખુબ જ મહેનતી અભિનેત્રી જણાવી. અભિનેત્રી રાખી સાવંતએ આ કપલનું પૂર્ણ સમર્થન કરતા કહ્યું છે કે, શિલ્પા શેટ્ટી આ બધા માંથી પસાર થવાને લાયક છે નહી. તેમણે એમની પર લગાવવામાં આવેલ તમામ આરોપોને ખારીજ કરતા કહ્યું છે કે, જેમણે પણ આવું કહ્યું છે તેઓ તેમને બ્લેકમેલ કરવા અને એમની છવિ ખરાબ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

રાખીએ કહ્યું- પૈસા વસુલ કરવાના થઈ રહ્યા છે પ્રયત્નો.

image source

રાખી સાવંત (Rakhi Sawant)એ કહ્યું છે કે, ‘એવું કઈ પણ છે નહી, કેટલાક લોકો રાજ કુંદ્રા અને લેજેન્ડ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પાસેથી પૈસા વસુલ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. આઈ લવ યુ શિલ્પા. હું તેમને દિલથી પ્રેમ કરું છું. મને યાદ છે કે, શિલ્પા શેટ્ટીએ ખુબ જ મહેનત કરી છે. આ તેમને બદનામ કરવાના પ્રયત્નો છે. એમનું નામ ખરાબ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હું માની જ નથી શકતી કે, રાજ કુંદ્રા (Raj Kundra)એ આવું કઈ પણ કર્યું હશે. તે એક ઈજજતદાર વ્યક્તિ છે.’

શિલ્પા શેટ્ટીએ કરી છે રાખી સાવંતની મદદ.

image source

આ સાથે જ રાખી સાવંત (Rakhi Sawant)એ જણાવ્યું છે કે, શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ તેમને કામ અપાવવામાં મદદ કરી છે. તેમણે કહ્યું છે કે, ફિલ્મ ‘ક્રેઝી 4’નું એમનું આઈટમ ગીત ‘ટુક ટુક દેખે’ મૂળ રીતે શિલ્પા શેટ્ટીને ઓફર કરવામાં આવ્યું હતું, પરંતુ શિલ્પા શેટ્ટીએ રાકેશ રોશનને રાખીનું નામ સૂચવ્યું.

રાજ પર લાગ્યો પોર્નોગ્રાફીક ફિલ્મો બનાવવાનો આરોપ.

image source

હાલના કેસ પર મુંબઈ પોલીસએ જણાવ્યું છે કે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં પોર્નોગ્રાફીક ફિલ્મો બનાવવાના કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં આરોપ લગાવવામ આવ્યો હતો કે, આ ફિલ્મો બનાવીને કેટલીક એપ્સ દ્વારા પબ્લિશ કરવામાં આવી છે. આ બાબતમાં કેસ નોંધીને પોલીસએ પોતાની તપાસ શરુ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ જ કેસમાં રાજ કુંદ્રાનું નામ સામે આવ્યું છે. કમિશનરએ કહ્યું છે કે, તપાસ દરમિયાન મળી આવ્યું છે કે, આ રેકેટમાં રાજ કુંદ્રા (Raj Kundra) મુખ્ય આરોપી છે. પોલીસને એમના વિરુદ્ધ કેટલાક મહત્વના સબુત હાથ લાગ્યા છે. ત્યાર બાદ સોમવારના રોજ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી.