Site icon News Gujarat

લો બોલો, તલાકની જાહેરાત છતાં એકબીજાની નજીક છે Aamir Khan અને કિરણ, જાહેરમાં કર્યું કંઇક એવું કે…

છૂટાછેડા થઈ ગયા બાદ લદ્દાખમાં એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા અભિનેતા આમિર ખાન અને કિરણ રાવ, જોઈએ આ વિડીયો.

બોલીવુડના ‘મિસ્ટર પરફેકશનિસ્ટ’ આમિર ખાન હાલના દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શુટીંગમાં વ્યસ્ત છે, આ સમય દરમિયાન અભિનેતા આમિર ખાન પોતાની એક્સ વાઈફ કિરણ રાવની સાથે ડાન્સ કરતા જોવા મળ્યા છે.

image source

બોલીવુડના ‘મિસ્ટર પરફેકશનિસ્ટ’ આમિર ખાન હાલના દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શુટીંગમાં વ્યસ્ત છે, આ સમય દરમિયાન અભિનેતા આમિર ખાન પોતાની એક્સ વાઈફ કિરણ રાવની સાથે ડાન્સ કરતા જોવા મળ્યા છે. આ શુટિંગ અહિયાં વાખા ગામમાં કરવામાં આવી રહી છે. વાખા ગામના લોકોએ એમનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું. અભિનેતા આમિર ખાન અને કિરણ રાવને અહીયા લદ્દાખના પારંપરિક કપડા પહેરેલ જોવા મળ્યા, જેને પહેરીને તેમણે સ્થાનિક વ્યક્તિઓની સાથે ફોક ડાન્સ કર્યો.

એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા આમિર- કિરણ.

અભિનેતા આમિર ખાન અને કિરણ રાવએ તાજેતરમાં જ છૂટાછેડાની જાહેરાત કરી હતી અને હવે બંનેનો એકસાથે ડાન્સ કરતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં આપ આમિર ખાન અને કિરણ રાવને લાલ રંગના લાદ્દાખી ડ્રેસમાં જોવા મળી રહ્યા છે તેમણે માથા પર અહીયાની ટ્રેડીશનલ કેપ પણ પહેરી છે.

ગ્રામજનોએ આમિર ખાનને આપી રીસેપ્શન પાર્ટી.

ખરેખરમાં વાખા ગામના લોકોએ જ આમિર ખાન અને તેમની આખી ટીમ માટે રીસેપ્શન પાર્ટી આપી હતી. તેઓ ‘થ્રી ઈડીયટ સ્ટાર’ આમિર ખાનને પોતાના ગામમાં જોઈને ખુબ જ ખુશ થઈ ગયા હતા. અભિનેતા આમિર ખાનએ પણ તમેના રંગમાં રંગાઇને પોતાની ટીમ તરફથી બધાને ધન્યવાદ આપ્યા. આમિર ખાન નાના નાના બાળકોની સાથે પણ ડાન્સ કરતા જોવા મળ્યા.


કચરો ફેલાવવાને લઈને થયો હતો વિવાદ.

કેટલાક દિવસ પહેલા અહીના સ્થાનિક લોકોએ એક વિડીયો બનાવીને આમિર ખાન અને તેમની ટીમ પર શુટિંગ કરવા દરમિયાન કચરો કરવા અને ગંદકી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ આ મામલાની ખુબ જ ચર્ચામાં આવી ગયો હતો. આ વિડીયોમાં તેમણે કહ્યું હતું કે, ‘આમ તો આમિર ખાન પોતાના કાર્યક્રમ ‘સત્યમેવ જયતે’માં સ્વચ્છતાને લઈને મોટી મોટી વાતો કરે છે. પરંતુ જયારે પોતાનો વારો આવે છે તો આ હાલત થાય છે.’ આ વીડિયોના સામે આવ્યા પછી પ્રોડક્શન હાઉસને આ વિષે ટ્વીટ કરીને સ્પષ્ટતા આપવી પડી હતી.

ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં અભિનેતા આમિર ખાનની સાથે કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા;ની અડધા કરતા વધારે શુટિંગ પૂરી થઈ ગઈ છે. જેના માટે દેશના કેટલાક ભાગોમાં શૂટ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version