રૂબિના દિલૈકનું બ્યુટી ટ્રાન્સફોર્મેશન, હોટ એન્ડ બોલ્ડ તસવીરોમાં તમે આ ‘કિન્નર વહૂ’ને ઓળખી પણ નહિં શકો

હાલના દિવસોમાં ટેલિવિઝન અભિનેત્રી રૂબિના દિલૈક બિગ બોસના ઘરમાં પોતાની રમત રમતી જોવા મળી રહી છે. શોમાં રૂબિના ખૂબ જ સ્ટ્રોન્ગ કન્ટેસ્ટન્ટ માનવામાં આવી રહી છે. શોમાં જ્યાં રૂબીનાનું ફેન ફોલોઇંગ ખૂબ જ મોટું થઈ ગયું છે ત્યાં શોમાં જતા પહેલાં પણ રુબીના પોતાની સુંદરતાને લઈને ખૂબ જ સમાચારમાં રહેતી હતી.

image source

રૂબીનાને આ પ્રસિદ્ધિ ઘણા વર્ષોની મહેનત બાદ મળી છે. રુબીના તે હીરોઈનોમાંની એક છે જેમનું ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર નથી હોતું. તેવામાં રુબીનાની કેરિયરના શરૂઆતના દિવસોથી લઈને અત્યાર સુધીમાં ઘણું બધું ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું છે. રુબીનાને સૌથી વધારે ફેન ફોલોઇંગ તેની કલર્સ ટેલિવિઝન પર આવતી સિરિયલ શક્તિ-અસ્તિત્વ કે એહસાસથી મળ્યું છે. સિરિયલ પૂર્ણ થયા બાદ પણ તેણી પોતાની સુંદરતાના કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હતી. તેણીએ થોડા સમય પહેલાં બિકિની ફોટોશૂટ પણ કરાવ્યું હતું જે ખૂબ ચર્ચામા રહ્યું હતું.

In Pics: रुबीना दिलैका का ब्यूटी ट्रांस्फॉर्मेशन, 'किन्नर बहू' को कोई पहचान भी नहीं पाता
image source

રૂબીનાની જૂની તસ્વીરો જોઈને તેના ફેન્સ ચકિત રહી જાય છે. તમને જણાવી દઈએ કે રુબીનાએ અભિનેતા અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા છે. બન્નેના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા છે. હાલ આ પતિ- પત્નીની જોડી બિગ બોસના ઘરમાં એક સાથે જ છે અને મજબુત કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઈ રહ્યા છે. આ તસ્વીર તમે જોઈ રહ્યા છો તે રૂબિનાની ટીનએજની તસ્વીર લાગી રહી છે. તમે જોઈ શકો છો કે તેના હાલના લૂકમાં અને તે સમયના લૂકમાં ઘણો બધો તફાવત છે.

image source

રૂબિનાનો જન્મ 26 ઓગસ્ટ 1987ના રોજ હિમાચલ પ્રદેશના શિમલામાં થયો હતો. તેણીએ શિમલા પબ્લીક સ્કૂલ અને સેઇન્ટ બેડ્સ કોલેજમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણીના પિતા એક લેખક છે અને તેમણે ઘણા બધા હિન્દી પુસ્તકો લખ્યા છે. તેણી પોતાની કિશોરાવસ્થામાં બ્યુટી પિજન્ટ કન્ટેસ્ટન્ટ પણ રહી ચુકી છે અને તેણીએ બે બ્યુટી પીજન્ટ જીત્યા છે અને 2006માં તેણીએ મિસ શિમલાનો ક્રાઉન પણ જીત્યો હતો. તેણી પોતાની શાળાના દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની ડીબેટ ચેમ્પિયન રહી ચુકી છે. કદાચ તેની આ જ સ્કીલ તેને બિગ બોસમાં ખૂબ મદદ કરી રહી છે. 2008માં તેણીએ મિસ નોર્થ ઇન્ડિયા પિજન્ટ પણ જીતી હતી જે ચંદીગઢ ખાતે યોજવામાં આવી હતી. તેણી પોતાની જાતને શેપમાં રાખવા માટે ઝુમ્બા અને બેલી ડાન્સની પ્રેક્ટિસ કરે છે.

image source

તેણીએ પોતાની કેરિયરની શરૂઆત ઝી ટીવી પર આવતી સિરિયલ છોટી બહુથી કરી હતી. જો કે તેણીનું સ્વપ્ન એક આઈએએસ અધિકારી બનવાનું હતું અને તેણી તે માટે તૈયારી પણ કરી રહી હતી પણ તે દરમિયાન તેણી આ સિરિયલના ચંદીગઢમાં લેવામાં આવેલા ઓડિશનમાં સિલેક્ટ થઈ ગઈ.

In Pics: रुबीना दिलैका का ब्यूटी ट्रांस्फॉर्मेशन, 'किन्नर बहू' को कोई पहचान भी नहीं पाता
image source

આ ઉપરાંત પણ તેણીએ ઘણી બધી ટેલિવિઝન સિરિઝમાં કામ કર્યું છે જેમાં સાસ બિના સસુરાલ, પુનર વિવાહ, તેમજ દેવો કે દેવ મહાદેવમાં તેણીએ સિતાજીનું પાત્ર પણ ભજવ્યું હતું અને સબ ટીવી પર આવતી જીની ઓર જુજુમાં તેણીએ જીનીનું પાત્ર પણ ભજવ્યુ હતું. અને 2016થી 2020 દરમિયાન તેણીએ કલર્સ ટીવી પર આવતી સિરિયલ શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કીમાં ટ્રાન્સજેન્ડ સ્ત્રી સૌમ્યા સિંઘનું પાત્ર ભજવ્યું હતું અને તે વખતે તેણીને ખૂબ લોકપ્રિયતા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત