Facebook પરની અનિચ્છનીય કમેન્ટને કંટ્રોલમાં રાખવાની છે આ ટેકનિક, તમે પણ અજમાવી લો

Facebook સોશ્યલ મીડિયા પર સંવાદ કરવા માટેનું એક સશક્ત માધ્યમ છે. અહીં લોકો પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે. પણ કમ્યુનિકેશનની પ્રક્રિયામાં અનેક વાર લોકો વાત વિના જ ફસાતા રહે છે. આવા લોકોને નિયંત્રણમાં રાખવાનું જરૂરી રહે છે. હવે સવાલ એ થાય છે કે આ અનવોન્ટેડ લોકોને કંટ્રોલ કેવી રીતે કરાય. તો જાણો કેટલાક સરળ ઉપાયોને જેનાથી Facebook પરના અનિચ્છનીય લોકોના કમેન્ટથી બચી શકાય છે.

હાઈડ કરો પોસ્ટ

image source

પોસ્ટને હાઈડ કરવા માટે તમે સૌથી પહેલા પોતાની પોસ્ટ પર જાઓ. અહીં બાજુના 3 ડોટના ઓપ્શન પર ક્લિક કરો. જે ટોપ રાઈટમાં જોવા મળશે. અહીં તમે એક એડિટ પ્રાઈવસી ઓપ્શન પણ જોશો. પછી અહીં તમે ‘Friends except’ પર ટેપ કરો અને સાથે એ વ્યક્તિને સિલેક્ટ કરવાની રહે છે જેને તમે ફેસબુક પોસ્ટ પર હાઈડ કરવા ઈચ્છો છો. આ પછી જે વ્યક્તિને તમે સિલેક્ટ કરી છે તે પોસ્ટને જોઈ શકશે નહીં અને ન તો તમારી પોસ્ટ પર કમેન્ટ કરી શકશે.

હાઈડ કરો કમેન્ટ

image source

જો તમે તમારા ફેસબુક પોસ્ટ પર કોઈ કમેન્ટને પસંદ કરતા નથી તો તમે તેને હાઈડ પણ કરી શકો છો. આ પછી ફ્રેન્ડ લિસ્ટમાં રહેલા લોકોને તે કમેન્ટ દેખાશે નહીં. આ માટે તમારે ફેસબુક પોસ્ટના કમેન્ટ સેક્શનમાં જવાનું રહેશે. આ પછી કમેન્ટ પર થોડી વાર સુધી પ્રેસ કરીને રાખો. અહીં તમે હાઈડ કમેન્ટનું ઓપ્શન જોઈ શકશો. હવે તમે તેની પર ક્લિક કરો. આ પછી તે કમેન્ટ હાઈડ થઈ જશે. જો તમે ઈચ્છો છો કે કમેન્ટ ફરીથી દેખાય તો તમે ફરીથી તે કમેન્ટ પર થોડી વાર સુધી ટેપ કરીને રાખો. અહીં તમે અનહાઈડનું ઓપ્શન પસંદ કરી શકો છો.

રિપ્લાય કરવાથી આ રીતે રોકો

image source

જો તમે કોઈને તમારી પોસ્ટ પર કમેન્ટ કરવાથી રોકો છો તો તમે કેટલીક ટ્રિક્સ અપનાવી શકશો. આ માટે તમે કમેન્ટ કરનારા વ્યક્તિને તેને કમેન્ટ ડિલિટ કરવા માટે કહી શકો છો કે પછી તેને બ્લોક પણ કરી શકો છો. જો તમે એક વાર તેને બ્લોક કરી લો છો તો પછી તેઓ તમારી કોઈ પણ પોસ્ટ પર કમેન્ટ કરી શકશે નહીં.

બ્લોકનો પણ છે ઓપ્શન

image source

ફેસબુક પર કોઈને બ્લોક કરવા માટે Settings & Privacy > Settings > Blocking > Add to Block Listમાં જવાનું રહે છે. આ પછી તે વ્યક્તિને સિલેક્ટ કરી લો જેને તમે ફેસબુક પર બ્લોક કરવા ઈચ્છો છો. તે બ્લોક થઈ જશે. આનો અર્થ છે કે તેઓ ક્યારેય તમારી પોસ્ટ જોઈ શકશે નહીં કે તેની પર કમેન્ટ કરી શકશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!