ક્રેડિટ કાર્ડથી શોપિંગ સરળતાથી થઈ શકે છે પરંતુ કેટલાક ચાર્જ વધારે છે તમારી મુશ્કેલી

ક્રેડિટ કાર્ડનું એક કામ યોગ્ય છે. તમે ઈચ્છો તેટલી ખરીદી કરો અને રૂપિયા એક મહિના પછી આપો. આના કારણે તમે યોગ્ય સમયે યોગ્ય ચીજ ખરીદી શકો છો. તમારે રૂપિયાની સગવડ થવાની રાહ જોવી પડતી નથી. આ સિવાય તમે તેની મદદથી હપ્તાના રૂપમાં પણ સામાન ખરીદી શકો છો અને જ્યારે ક્યારેક રૂપિયાની જરૂર પડી જાય તો તમે ક્રેડિટ કાર્ડની મદદ લઈ શકો છો. પણ આ સાથે આ દરેક ફાયદાની સાથે તેના કેટલાક નુકસાન પણ છે. જેને તમે ભાગ્યે જ જાણતા હોવ છો.ક્રેડિટ કાર્ડ પર અનેક એવા ચાર્જ લાગે છે જે તમારી એક ભૂલ પર ભારે પડે છે. એવામાં જાણો ક્રેડિટ કાર્ડ પર કયા કયા ચાર્જ લગાવવામાં આવે છે અને કઈ ભૂલો પર ક્રેડિટ કાર્ડ તમારા માટે મુસીબત ઊભી કરી શકે છે. તે ક્યારેક તમારા માટે વધારે ખર્ચો કરાવનારું પણ સાબિત થઈ શકે છે. એવામાં તમે અહીં આપેલા ચાર્જનું ધ્યાન રાખો અને તેના આઘારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી લો.

એન્યુઅલ ફી

image source

ક્રેડિટ કાર્ડ લેતી સમયે તમને અનેક ઓફરને વિશે જણાવવામાં આવે છે. પણ આ કાર્ડ્સ પર એન્યુઅલ ફી લાગે છે. આ કાર્ડ પર નિર્ભર કરે છે કે કેટલી ફી લાગશે. આ ફી 500 રૂપિયાથી લઇને 3000 રૂપિયા સુધીની હોઈ શકે છે. જે તમને દર વર્ષે બેંકને મેન્ટેનન્સના રૂપમાં આપવાની રહે છે. અનેક વાર વધારે લિમિટ લેવાના ચક્કરમાં આ ફી પણ વધી જાય છે.

ડ્યૂ ડેટ ફી

image source

ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ચૂકવી રહ્યા છો તો કોઈ તકલીફ નથી. પણ જો કોઈ કારણથી તમે ડ્યુ ડેટ સુધી બિલ જમા નથી કરાવી શક્યા તો તમારા માટે મુશ્કેલી થઈ શકે છે. હા. ક્રેડિટ કાર્ડની ડ્યૂ ડેટ નીકળી ગયા બાદ ચાર્જ લાગે છે. આ રેટ માસિક આધારે લાગે છે. એટલે તેને વર્ષના આધારે ગણીએ તો લગભગ 30 ટકા સુધી લાગે છે.

ડિજિટલ વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે લાગે છે ચાર્જ

image source

ખાસ કરીને પોતાના પેટીએમ કે પછી કોઈ એપ્લીકેશનના વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ક્રેડિટ કાર્ડની મદદ લેવાય છે. શું તમે ડાણો છો કે ક્રેડિટ કાર્ડથી ડિજિટલ વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે પણ ચાર્જ લાગે છે. એવામાં ક્રેડિટ કાર્ડથી વોલેટમાં ટ્રાનસફર કરતા પહેલા કેટલીક વાતોને જાણી લેવી જોઈએ.

કેશ વિડ્રોલ પર ચાર્જ

image source

ક્રેડિટ કાર્ડ શોપિંગ, સ્વૈપ, ડિજિટલ પેમેન્ટની સાથે સાથે ડેબિટ કાર્ડની જેમ એટીએમથી પણ રૂપિયા કાઢવાનો ઓપ્શન છે. પણ ક્રેડિટ કાર્ડની મદદથી કેશ કાઢવામાં મુશ્કેલી થઈ શકે છે. કેમકે આ સમયે ભારે વ્યાજ આપવાનું રહે છે. જો તમને વધારે જરૂર હોય કો તમને ક્રેડિટ કાર્ડથી રૂપિયા કાઢવાનું પગલું લેવું જોઈએ.

જીએસટીનો પણ આપવાનો રહે છે ચાર્જ

image source

આ સિવાય જ્યારે પણ ક્રેડિટ કાર્ડથી જોડાયેલી સર્વિસનો ઉપયોગ કરો છો તો તમને આ સર્વિસની ફી કે ચાર્જ પર જીએસટીનું પેમેન્ટ પણ કરવાનું રહે છે. રિપોર્ટ અનુસાર હાલમાં આ ચાર્ડ પર 15 ટકા જીએસટી લાગે છે. જે તમારા ખર્ચાને વધારે છે.