અજય દેવગણને આ વ્યક્તિએ આપ્યું છે જીવનદાન, નામ જાણીને તમે પણ થશો ચકિત

અજય દેવગન બોલિવુડના સિંઘમ કહેવાય છે. એમને પડદા પે દરેક પ્રકારના રોલ કર્યા છે પણ એક્શન રોલમાં એમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા છે..ફિલ્મ ફૂલ ઓર કાંટેથી અજય દેવગને ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં એ બે બાઇક પર જે અંદાજમાં બેલેન્સ કરીને ઉભેલા દેખાયા હતા એ દર્શકોમાં ખૂબ જ ફેમસ થયું હતું. એમના જબરદસ્ત સ્ટંટ અને એક્શનની દર્શકો પર એવી ધાક જમાવી કે હવે જ્યારે પણ અજય દેવગનની કોઈ એક્શન ફિલ્મ રિલીઝ થાય છે તો દર્શકોની ભીડ થિયેટરમાં જમા થઈ જાય છે.

image source

વિરુ દેવગનના દીકરા અજય દેવગનને શરૂથી જ એક્શન અને સ્ટંટનો ખૂબ જ શોખ રહ્યો છે. એ જ કારણ છે કે કોલેજના દિવસોમાં હીરોગીરી કરવા માટે એમને ઘણા લોકોને માર્યા પણ છે અને ઘણા લોકોનો માર પણ ખાધો છે. અજય દેવગન સાથે એક ઘટના તો એવી બની હતી જ્યારે 25 30 લોકોનું ટોળું એમને મારવા માટે દોડ્યા હતા. આ કિસ્સાને ખુદ અજય દેવગને શેર કર્યો હતો. સિંઘમ એકટર અજય દેવગને આ ઘટનાનો ઉલ્લેખ શો યાદો કી બારાતમાં કર્યો હતો

image source

તમને જણાવી દઈએ કે અજય દેવગને શોમાં કહ્યું હતું કે એકટર બનતા પહેલા મારો ઘણા બધા લોકો સાથે જગડો થયો છે. ઘણા લોકોને માર્યા પણ છે અને ઘણા લોકોનો માર પણ ખાધો છે. એકવાર તો 20 25 લોકોને ભેગા મળીને મને માર્યો હતો. આ શોના હોસ્ટ સાજીદ ખાન પણ અજય દેવગનની સાથે ત્યાં હાજર હતા. એવામાં અજય દેવગને સાજીદ ખાનને જાતે આગળની વાત કહેવા માટે કહ્યું હતું.

image source

સાજીદ ખાને કહ્યું કે અજય દેવગનની એક સફેદ ઝીપ હતી જેમાં એ અમને બધાને ફરવા લઈ જતા હતા. હોલીડે હોટલની નજીક એક પાતળી ગલી હતી. અમે ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યાં જ અમારી ઝીપ સાથે પતંગની પાછળ ખૂબ જ ઝડપથી ભગતો છોકરો આવી ગયો. અજય દેવગને તરત જ બ્રેક મારી દીધી.

image source

આ વિશે સાજીદ ખાન અને અજય દેવગને આગળ જણાવ્યું કે છોકરો ગાડીની નીચે આવતા બચી ગયો હતો અને એને ઇજા પણ નહોતી થઈ. જો કે આ ઘટના પછી એ ખૂબ જ ડરી ગયો અને રડવા લાગ્યો. એવામાં પડોશણ લોકો ત્યાં આવી ગયા. ખબર નહિ ટોળામાં ક્યાંથી આટલા લોકો આવો ગયા અને અમને ઘેરી લીધા. અમે લોકો એમને સમજાવવાની ખૂબ જ કોશિશ કરતા રહેતા પણ એ અમારી પર બુમો પડતા રહ્યા. એમને કહ્યું કે તમે આમિર લોકો ગાડી ફાસ્ટ ચલાવો છો. અમને કઈ ખબર ન પડી અને લોકો અમને મારવા લાગ્યા.

image source

સાજીદ ખાને કહ્યું કે 10 મિનિટ સુધી અમારી પીટાઈ થઈ ત્યાં સુધી અજય દેવગનને પિતાને આ ઘટનાની જાણ થઈ ગયુ અને એ લગભગ 150 ફાઈટરની સાથે એમના દીકરાને બચાવવા આવ્યા. આ રીતે સાજીદ ખાન, અજય દેવગન અને એમના મિત્રોનો જીવ બચ્યો. જો કે ફિલ્મોમાં આવ્યા પછી એમને બધું એક્શન ફક્ત પડદા પર જ કર્યું. વર્કફ્રન્ટની વાત કરીએ તો અજય દેવગનની ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા જલ્દી જ ઓટીટી પર રિલીઝ થવાની છે. એ સિવાય એ મેડે અને આરઆરઆરના પણ દેખાવાના છે